Site icon News Gujarat

આ ઇ રીક્ષા ડ્રાઇવર પૂછે છે જનરલ નોલેજના સવાલો, સાચો જવાબ આપો તો નથી લેતો ભાડું

સોશિયલ મીડિયા પર બંગાળના એક ઈ-રિક્ષા ડ્રાઈવરની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે આ ઈ-રિક્ષા ડ્રાઈવર તેના જનરલ નોલેજ (GK)ના પ્રશ્નોના સાચા જવાબ આપનારા મુસાફરો પાસેથી પૈસા લેતા નથી. હા, આ વાત થોડી વિચિત્ર લાગી હશે. પરંતુ જ્યારે એક ફેસબુક યુઝરે આ અદ્ભુત ટોટોવાલાની કહાની શેર કરી ત્યારે સોશિયલ મીડિયાની પબ્લિક આ ઈ-રિક્ષા ડ્રાઇવરની ચાહક બની ગઈ.

image socure

એક ફેસબુક યુઝર સંકલન સરકારે બંગાળના લીલુહા (હાવડા જિલ્લો) ના ઈ-રિક્ષા ડ્રાઈવર સુરજન કર્મકારની વાર્તા શેર કરી છે. વાત જાણે એમ છે કે, સુરજન તેના દ્વારા પૂછવામાં આવેલા 15 જનરલ નોલેજના પ્રશ્નોના સાચા જવાબ આપનાર સવારોને તેની ઈ-રિક્ષામાં ફ્રી રાઈડ આપે છે.

પહેલા લાગ્યો આ વાતનો ડર

image soucre

સંકલનએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ‘હું આજે એક ખૂબ જ રસપ્રદ માણસને મળ્યો. અમે તેમના ટોટો (બેટરી સંચાલિત ઈ-રિક્ષા) માં રંગોલી મોલમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે અચાનક અમને કહ્યું કે જો તમે મારા દ્વારા પૂછાયેલા 15 જનરલ નોલેજના પ્રશ્નોના જવાબ આપો તો હું તમારું ભાડું માફ કરી દઈશ. મારી પત્નીને આશ્ચર્ય થયું. સાચું કહું તો, પહેલા મને લાગ્યું કે તે ભાડાથી ખુશ નથી, અને જો હું તેના એક પણ પ્રશ્નનો સાચો જવાબ ન આપી શકું, તો તે ભાડું બમણું કરી દેશે.

પૂછ્યા આ પ્રકારના સવાલ

જો કે, સુરંજન ઈ-રિક્ષા ડ્રાઇવરને કહે છે કે હું તને એ પછી પણ ભાડું આપીશ. પરંતુ તમે પ્રશ્નો પણ પૂછી શકો છો. તેમનો પહેલો પ્રશ્ન હતો – જન ગણ મન અધિનાયક કોણે લખ્યું છે? આગળનો પ્રશ્ન હતો- પશ્ચિમ બંગાળના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જો કે મારો જવાબ ખોટો હતો. શ્રીદેવીના જન્મદિવસની તારીખથી લઈને વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી સુધી પ્રશ્નોનો સિલસિલો આ રીતે ચાલુ રહ્યો. સંકલન બે-ત્રણ પ્રશ્નો સિવાય બીજા બધા સવાલોના સાચા જવાબો આપી શક્યા

અદભુત ટોટોવાલાના નામથી છે પ્રખ્યાત

image soucre

આ પછી ઈ-રિક્ષા ચાલકે સંકલનને કહ્યું કે તેની આર્થિક સ્થિતિ સારી નથી, જેના કારણે તેણે છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો. જો કે, તે દરરોજ બપોરે 2 વાગ્યા સુધી જનરલ નોલેજ વિશે વાંચે છે. તેઓ ‘લાલિયા બુક ફેર ફાઉન્ડેશન’ના સભ્ય પણ છે. એટલું જ નહીં, સુરંજન મહત્વના લોકો (ટીપુ સુલતાનથી લઈને કલ્પના ચાવલા વગેરે)ના જન્મદિવસ પણ ઉજવે છે. આ માટે તે પોતાના ટોટો પર A4 સાઈઝની શીટમાં તેની તસવીર લગાવે છે. સુરંજને કહ્યું, તમે મને ગૂગલ પર ‘અદભૂત ટોટોવાલા’ના નામથી પણ સર્ચ કરી શકો છો.

Exit mobile version