Site icon News Gujarat

કાર માટેની સિરીઝ GJ03MEમાં કુલ 944 નંબરોનું ઇ-ઓક્શન થયું, એક જ નંબરની રૂ. 10.36 લાખની આવક થઇ

વાહનોની પાછળ ચોક્કસ પ્રકારના નંબર તમે જોયા હશે.. નંબર જોઇને તમને પણ લાગે કે શું મસ્ત નંબર મળ્યો છે.. પરંતુ આ નંબર માટે તે વાહન માલિકે મસમોટી કિંમત પણ ચૂકવી હોય છે.. જો કે નંબરનુ ઘેલુ રંગીલા રાજકોટમાં વધારે જોવા મળે છે.. અને તેનો પુરાવો રાજકોટ RTOમાં થયેલ ઇ ઓક્શનમાં જોવા મળે છે.. મનગમતા નંબર માટે લાખો રૂપિયા ખર્ચતા પણ રાજકોટવાસીઓ નથી અચકાતા..

image source

રાજકોટના એક કારચાલકે પોતાની નવી કારના નંબર 0009 માટે આરટીઓના ઈ-ઓક્શનમાં 10.36 લાખની બોલી લગાવીને મેળવી લીધો છે. રાજકોટ આરટીઓને કાર સિરીઝમાં માત્ર એક જ નંબરની રૂ. 10.36 લાખની આવક થઇ છે.

આરટીઓમાં કાર માટેની નવી સિરીઝ GJ03MEમાં કુલ 944 અરજદારની પસંદગીના નંબર મેળવવા માટેની અરજી માન્ય રહી હતી અને ગોલ્ડન, સિલ્વર અને અન્ય જુદા-જુદા નંબરો માટે થયેલા ઓનલાઈન ઓક્શનમાં રાજકોટ આરટીઓને એક જ સિરીઝની કુલ 1.28 કરોડની જંગી આવક થઇ છે.

image soucre

પસંદગીના નંબર મેળવવા માટે ઘણીવાર વાહન ચાલકો નવી સીરીઝની રાહ જોઇને બેસે છે.. અને ત્યાં સુધી વાહન ટેમ્પરરી નંબર સાથે ચલાવે છે.. પછી ભલે તેમાં મહિનાઓનો સમય કેમ ન લાગી જાય.. પરંતુ ચોક્કસ નંબર મેળવવા માટે પૈસા અને સમય બંન્ને ખર્ચે છે..

આરટીઓ દ્વારા તાજેતરમાં જ જાહેર થયેલી કાર માટેના નંબર સિરીઝમાં 944 અરજદારોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી, જેમાં સૌથી વધુ 9 નંબર લેવા માટે એક અરજદારે 10.36 લાખની બોલી લગાવીને આ નંબર ખરીદ્યો હતો. 9 નંબર સિવાયના ગોલ્ડન નંબરો માટે પણ લાખોની બોલી લાગી હતી અને આ સિરીઝમાં આરટીઓને કુલ 1,28,02,000ની આવક થઇ છે.

image soucre

રાજકોટ RTOમાં અલગ અલગ નંબર માટે અલગ અલગ બોલી બોલાતી હોય છે.. જે નંબર માટે વધારે અરજી આવી હોય તેની બોલી ઉંચી જાય છે.. જ્યારે કોઇ એવો નંબર હોય કે જેના માટે કોઇ ખાસ અરજી ન આવી હોય તો તે ઓછી કિંમતમાં મળી જાય છે.. રાજકોટમાં નવી સીરીઝનો 5000 નંબર 3.78 લાખમાં વેચાયો તો 0111 નંબર 3.74 લાખમાં વેચાયો

Exit mobile version