જાણો એવી તો શું હતી ખાસ વાત જેના કારણે આ વ્યક્તિ અસ્થિઓને ચાંદ પર દફન કરવામાં આવી

વિશ્વમાં એવા અનેક વૈજ્ઞાનિકો છે જેને પોતાની શોધો અને વિજ્ઞાન યોગદાન માટે યાદ કરવામાં આવે છે. આ વૈજ્ઞિકોના લિસ્ટમાં એક નામ યુજીન મર્લે શુમેકર પણ છે.

image source

તેઓએ અનેક અંતરિક્ષ યાત્રીઓને પ્રશિક્ષિત કર્યા હતા. 28 એપ્રિલ 1928 માં જન્મેલા યુજીનને 20 મી સદીના મહાન વૈજ્ઞાનિકો પૈકી એક ગણવામાં આવે છે. વર્ષ 1992 માં તે સમયના અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબ્લ્યુ બુશ દ્વારા તેમનું વિજ્ઞાનના રાષ્ટ્રીય પદકથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

યુજિનને એરિઝોનામાં બેરીન્જર મેટિયોર ક્રેટર એટલે કે ઉલ્કાપિંડના અથડાવાથી બનેલા ખાડાના સંશોધન માટે પણ ખાસ ઓળખવામાં આવે છે. એ સિવાય તેઓ સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણમાં ખગોળ ભૂવિજ્ઞાન અનુસંધાન કાર્યક્રમના પ્રથમ નિર્દેશક પણ હતા.

image source

તેનું પ્રથમ મિશન યુટા અને કોલોરાડોમાં યુરેનિયમના ભંડારોની શોધ કરવાનું હતું અને ત્યારબાદનું મિશન જ્વાળામુખી પ્રક્રિયાઓનું અધ્યયન કરવાનું હતું. કારણ કે આગળના શોધકર્તાઓના સંશોધન મુજબ જ્વાળામુખીના કેન્દ્રમાં યુરેનિયમ અચૂક હોય છે.

આજથી લગભગ સાડા છ કરોડ વર્ષ પહેલા પૃથ્વીના ક્યાં સ્થાને પ્રલય થયો હતો એ સંશોધનકાર્યમાં પણ યુજીને વૈજ્ઞાનિકોની સહાયતા કરી હતી. અસલમાં તે સમયે ધરતી સાથે 12 કિલોમીટર લાંબો એક ઉલ્કાપિંડ અથડાયો હતો જેનાથી માત્ર ડાયનાસોર જ નહિ પર્નાતું ધરતી પર વસવાટ કરતા 80 ટકા જીવોનો વિનાશ થઇ ગયો હતો. આ જગ્યા મેક્સિકોનો હાલનો યુકાટન ટાપુ છે.

image source

એ સિવાય યુજીને દૂરથી જ એટલે કે પૃથ્વી પર રહીને જ ચંદ્રનું અધ્યયન કર્યું હતું. જો કે તેનું સપનું હતું કે એક દિવસ તે અંતરિક્ષયાનમાં ઉડી ચંદ્રની ધરતી પર પગ મૂકે. પરંતુ એક ગંભીર બીમારીએ તેનું અંતરિક્ષયાત્રી બનવાનું સપનું ચકનાચૂર કરી નાખ્યું અને તેનું એ સપનું આખરે એક સપનું જ બનીને રહી ગયું.

પરંતુ વાત આટલેથી પુરી નથી થતી. વર્ષ 1997 માં યુજીનના મૃત્યુ બાદ નાસાએ તેમનું આ સપનું મરણોપરાંત પૂરું કરવાનું નક્કી કર્યું અને તેમની અસ્થિઓને ચંદ્ર પર દફનાવવામાંઆવી. આ ઉપલબ્ધી મેળવનાર તે દુનિયાના એકમાત્ર વ્યક્તિ હતા.

image source

ઉલ્લેખનીય છે કે યુજીન શુમેકરનું મૃત્યુ 18 જુલાઈ 1997 માં એક કર દુર્ઘટનામાં થયું હતું. આ દુર્ઘટનામાં તેની પત્ની કૈરોલિન જિન સ્પેલમૈન શુમેકર પણ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. નોંધનીય છે કે કૈરોલિન પણ એક ખગોળશાસ્ત્રી રહી ચુકી છે.