બચી શકે એવા કોઈ ચાન્સ ન દેખાતા હોવા છતાં 700 ગ્રામ વજનના આ શિશુને ડોક્ટરોએ ભગવાન બનીને બચાવી લીધું

ડોક્ટરોને સામાન્ય રીતે ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. ઘણી વખત જ્યારે કોઈને બચવાની આશા નથી દેખાતી ત્યારે ડોક્ટરો કમાલ કરે છે અને માણસને બચાવી લેતા હોય છે. ત્યારે હાલમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે અને માત્ર 700 ગ્રામ વજનના એક બાળકને નવું જીવન આપવામાં આવ્યું છે. તો આવો વાત કરીએ અમદાવાદના આ અનોખા કિસ્સા વિશે. એક ખાનગી હોસ્પિટલના ડોકટરોની ટીમે ખેરાલુના 700 ગ્રામ વજન સાથે જન્મેલા અને હાથના પંજા કરતા સહેજ મોટું કદ ધરાવતાં પ્રી-મેચ્યોર અને પીડીએ રોગથી પીડાતા બાળકના હૃદયની સર્જરી કરી છે. આ સાથે જ સર્જરી બાદ હવે બાળકને નવું જીવન મળ્યું છે.

image source

જો કે આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે બાળકનું વજન, એનેસ્થેસિયા અને સર્જરીની તકેદારીને અભાવે ઓપરેશન ટેબલ પર મૃત્યુ થવાની શક્યતા પણ હતી. તેમ છતાં તે જીવે છે અને ડોક્ટરોની ટીમે સાડા 3 કલાકની સફળ સર્જરી બાદ બાળકને નવજીવન આપ્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના બાળકોના કાર્ડિયાક સર્જન ડો.સૌનક શાહ જણાવે છે કે, મહેસાણા પાસેના ખેરાલુમાં રહેતા દંપતીને ઘરે 24 દિવસ પહેલાં પ્રથમ બાળકનો જન્મ થયો.

image source

પરંતુ, તેનું વજન માત્ર 700 ગ્રામ જેટલું જ હોવાથી બધા ચિંતીત હતા. આ બાળક પેશન્ટ ડક્ટક આર્ટિરિયીસ (પીડીએ)ની બીમારીથી પીડાતું હોવાનું સામે આવ્યું હતું. પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડો. દિવ્યેશ સાદડીવાલાએ બાળકની સર્જરી કરવાનું નક્કી કર્યું અને જેથી બાળકને 3 દિવસ પહેલાં હોસ્પિટલમાં લાવી સ્ટેબિલાઇઝ કરીને શનિવારે સાડા ત્રણ કલાકની સફળ સર્જરી કરવામાં આવી.

image source

જો હાલની પરિસ્થિતિ પ્રમાણે બાળકની વાત કરવામાં આવે તો હાલમાં બાળકને આઇસીયુમાં વેન્ટિલેટર પર રખવામાં આવ્યું છે, તેમજ ફેફસાં રિકવર થતાં બાળકને વેન્ટિલેટર દૂર કરાશે એવું પણ ડોક્ટરે વાત કરી હતી. મહત્વની વાત આ કેસમાં એ છે કે આટલું ઓછું વજન અને આટલા કોમ્પિલિકેશન ધરાવતાં બાળકો મોટેભાગે બચી શકતા નથી પરંતુ આ બાળક બચી ગયું અને આજે દરેક લોકો આ ડોક્ટર અને તેમની ટીમના વખાણ કરે છે. સામાન્ય રીતે બનતા કેસમાં એવું જોવા મળે છે કે પ્રિ-મેચ્યોર બાળકના શરીરના ટિશ્યુ ઘણાં નબળા હોય છે.

image source

જો આ કેસમાં જે બાળક સારવાર માટે આવ્યું એના વિશે વાત કરીએ તો બાળકને કિડની પર અસર હોવાથી ક્રિએટિન વધારે હતું, અને સર્જરી દરમિયાન ફેફસાં પર દબાણની શક્યતા હતી. સાથોસાથ બાળકને એનેસ્થેસિયાની અને ઓપરેશન થિયેટરમાં હાઇપોથર્મિયા(ઠંડું) થવાની શક્યતા હોવાથી નાની ભૂલથી ઓપરેશન ટેબલ પર મૃત્યુ થવાની શક્યતા હતી. બાળક માતાના પેટમાં હોય ત્યારે ફેફસામાં લોહી લઇ જવા માટે એક નળી આવેલી હોય છે, જેને તબીબી ભાષમાં (ડીએ) કહે છે. બાળક જન્મે અને રડે ત્યારે આ નળી બંધ થઇ જાય છે. જો કે પ્રિ-મેચ્યોર બાળકમાં આ નળી ખુલ્લી રહી જાય છે. આ રીતે આવા બાળકને બચાવવા ખુબ જ અઘરા હોય છે. પરંતુ આ કેસમાં હોસ્પિટલ અને ડોક્ટરની ટીમે ભારે જહમેત ઉઠાવીને બાળકને બચાવી લીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!