એવું તો શું છે આ 7 કેરીઓમાં, કે ધ્યાન રાખવા માટે 4 સિક્યોરીટી ગાર્ડ અને 6 ખુંખાર કૂતરા રાખવા પડ્યાં, જાણો વિગતે

ઘરેણાં અને ઘરની રક્ષા કરવા માટે તમે ઘરની બહાર ભયાનક કૂતરાઓ અને સુરક્ષાકર્મીઓ જોયા હશે, પરંતુ ફળોના રાજા કેરીની રક્ષા કરતા કૂતરા તમે ભાગ્યે જ જોયા હશે અથવા તો આવી વાત વિશે સાંભળ્યું હશે. સામાન્ય રીતે, લોકો કેરીના બગીચામાં ફળ આવે પછી કેરીની રક્ષા માટે લાકડીઓ લઈને જતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના એક શહેરમાં એક બગીચો છે જ્યાં છ ખુંખાર કૂતરાઓ માત્ર 7 કેરીઓની રક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે.. તમને ભલે સાંભળીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. તો ચાલો જાણીએ કે આ કેરીઓમાં શું ખાસ છે?

image source

આ અનોખી કેરી મધ્યપ્રદેશના જબલપુરમાં બે ઝાડમાં લાગેલી છે. જેની 24 કલાક છ કૂતરાઓ અને ચાર લોકો રક્ષકો સુરક્ષા કરી રહ્યા છે. આ બે ઝાડમાં લટકતી 7 કેરીઓ ખાસ રખાયેલી કેરી હોવાને કારણે તેનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કેરી ભારતમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. આ કેરીનો ભાવ સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ કેરીઓ કોઈ કેરી નથી, તે જાપાનની વિશેષ કેરી છે અને કેરી પીળી નથી પણ બહારથી લાલ દેખાય છે, તેનું નામ તાઈયો નો તામાગો છે, તેનું વજન 900 ગ્રામ છે. તે સૂર્યના ઇંડા તરીકે પણ ઓળખાય છે.

image source

તે વિશ્વની સૌથી કિંમતી કેરીઓમાંની એક છે. આ કેરીની ખેતી કરનાર એક દંપતી છે, જેનું નામ સંકલ્પ પરિહાર અને રાણી પરિહાર છે. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીનો ભાવ પ્રતિ કિલો બે લાખ 70 હજાર હતો. રાની પરિહારે જણાવ્યું કે ગયા વર્ષે આ કેરીના ભાવની સ્ટોરી લોકોમાં પહોંચી ત્યારે ચોરો બગીચામાંથી કેરી ચોરી કરવા પહોંચ્યા હતા અને બે કેરી અને ઝાડની ડાળીઓ ચોરી કરી ગયા હતા. આ જ કારણ છે કે આ વખતે અમે તેની સુરક્ષા માટે એક ખાસ વ્યવસ્થા કરી છે.

image source

રાણી પરિહારે જણાવ્યું કે અમે છોડની ખરીદી માટે ચેન્નઈ જઇ રહ્યા હતા, ત્યારે ટ્રેનમાં મુસાફરોએ મને આ છોડ આપ્યા અને તેમના પોતાના બાળકની જેમ આ છોડને પોષવા અને તેની સેવા કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે સમયે અમને ખબર નહોતી કે આ એક સામાન્ય જાતિની કેરી નથી. અમે તેને સામાન્ય કેરી તરીકે વિચાર્યું અને તેના છોડને અમારા બગીચામાં રોપ્યા અને જ્યારે ઝાડ વધ્યું ત્યારે અમે તેમાં લાલ કેરી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અમને તેનું નામ ખબર નહોતું તેથી અમે તેનું નામ દામિની રાખ્યું જે મારી માતાનું નામ હતું. આ પછી અમે આ ખાસ કેરી વિશે સંશોધન શરૂ કર્યું. જે પછી આ ખાસ કેરીની વિશેષ વસ્તુ અને વાસ્તવિક કિંમત અમને જાણવા મળી.

image source

રાણી પરિહરે કહ્યું કે આ કેરી ખરીદનાર આ વિશેષતા સાંભળીને મોટી કિંમત ચૂકવવા તૈયાર છે, પરંતુ અમે નિર્ણય લીધો છે કે અમે તેને વેચીશું નહીં અને તેનો ઉપયોગ છોડ ઉગાડવા માટે કરીશું. નિષ્ણાંતોના મતે અફઘાનિસ્તાનની નૂરજહાં કેરી બાદ જાપાની કેરીઓ તેના સ્વાદને કારણે ચર્ચામાં છે. જો કે, આ વર્ણસંકર કેરી આટલી મોંઘી કેમ છે તેના પર એક શો કરવાની જરૂર છે.