અચાનક આ છોકરીની આંખો બહાર નીકળી જાય, પછી આ રીતે માતા કરી દે અંદર, જાણો દુનિયાની અનોખી બિમારી વિશે

આજનો યુગ એટલો ફાસ્ટ થઈ ગયો છે કે નાના નાના બાળકો તેમના ભવિષ્ય વિશે સપના જોવાની શરૂઆત કરે છે. પરંતુ જે આંખોમાં આ સ્વપ્ન રોપાયું છે, તે જ તેમને ટેકો નથી આપી રહી. થોડો ધક્કો લાગે ત્યાં તો બન્ને આખો બહાર આવે છે. આ કહાની સાત વર્ષની માસૂમ બાળકીની છે. જ્યારે તેને થોડો ધક્કો લગાવવામાં આવે ત્યારે બાળકીની બંન્ને આંખો બહાર આવે છે ત્યારે તે એલિયન જેવી દેખાવાનું શરૂ કરે છે. ચહેરાથી અલગ અને મોટી મોટી આંખો. ઘણી વાર તેણીની આંખો બહાર આવતાંની સાથે જ તે મૂર્છિત થઈ જાય છે. અને માતા તેની આંખો કાપડથી અંદર કરી દે છે.

image source

તેના પિતા એક રિક્ષા ડ્રાઇવર છે, સાત વર્ષની એક છોકરી શેલી, ગાર્ડનીબાગ, પટણામાં રહે છે અને તે ક્રોજન સિન્ડ્રોમ નામની બિમારીથી પીડાય છે. શૈલીના માતાપિતા પાસે ખાનગી હોસ્પિટલમાંથી તેમના બાળકની સારવાર માટે પૂરતા પૈસા નથી. આંખો એટલી બહાર આવે છે કે તેની માતાએ કપડાથી આંખો ફરી અંદર નાખવી પડે છે.

image source

આ સાથે જો વાત કરીએ તો આંખની નિયમિત તપાસ ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. થોડાક સમયથી બીમારીની Patternમાં બદલાવ આવ્યો છે. પહેલાના સમયમાં મુખ્યત્વે Communicable Disease (ચેપી રોગ) ના લીધે સંખ્યાબંધ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હતો જ્યારે હાલ આધુનિક જમાનામાં Non Communicable Disease (બિનચેપી રોગ) તેમજ જીવનશૈલી આધારીત બિમારીના લીધે લોકો બીમાર પડી રહ્યા છે અને દુ:ખથી પીડાઈ રહ્યાં છે.

image source

આંખના પડદાની બીમારી માટે મુખ્યત્વે 1) ડાયાબિટીક રેટિનોપથી 2) એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન 3) Chorioretinitis 4) Central Serous Retinopathy વગેરે જેવી પરિસ્થિતિ જવાબદાર જોવા મળે છે. ઉપરોક્ત બીમારીઓને લીધે સંખ્યાબંધ લોકો પીડાઈ રહ્યાં છે. આજના વિજ્ઞાનના એડવાન્સમેન્ટના લીધે લોકોનું આયુષ્ય વધ્યું છે અને તેના લીધે મોટી ઉંમરમાં પડદા ઉપર ઉંમરના લીધે ડાઘા પડી જાય છે જેને આપણે Age Related Macular Degeneration કહીએ છીએ.

image source

Age Related Macular Degenerationના મુખ્ય બે પ્રકારો છે, જેમાં પહેલું તે ‘Dry’ જેમાં મોટી ઉંમરે પડદાના પીગમેન્ટેડ લેયરમાં Metabolic Productsના ભરાવાથી પડદાને નુક્સાન થાય છે અને બીજું ‘Wet’ જેમાં પડદામાં લોહીનું લીકેજ થાય છે અને પડદા ઉપર સોજો આવી જાય છે. આવી જ રીતે ડાયાબિટીસમાં પણ પડદા ઉપર સોજો આવે અને છેલ્લા સ્ટેજમાં પડદા ઉપર લોહી પણ આવી શકે છે. આવી સ્થિતિમાં પડદો ખસી જવાની પણ સમસ્યા રહેલી છે જેને આપણે Diabetic Retinopathy કહીએ છીએ..

image source

આ કારણે ૬૦ વર્ષથી વધારે વયના લોકોએ આંખના સર્જનની અચૂક મુલાકાત લેવી જોઈએ. આંખના સર્જન OCT, Angiography વિગેરે કરીને સાચું નિદાન તથા માર્ગદર્શન આપી શકે છે. આ બધી પરિસ્થિતિમાં આંખમાં ઈંજેક્શન, દવાઓ અથવા સર્જરીથી આંખની નજર (Vision) બચાવી શકાય છે. જો આવા દર્દી મોડેથી સારવાર લે અથવા યોગ્ય સારવાર ના લે તો તેમના માટે કાયમી નજર ગુમાવવાનો ખતરો ઊભો થઈ શકે છે.

image source

આ સિવાય પણ એક આંખની તકલીફ હોય જેને આપણે Central Serous Retinopathy (CSR) કહીએ છીએ. એમાં પડદા પર સોજો આવે છે અને દર્દીને સીધી લીટી વાંકી-ચૂકી દેખાય છે. આંખના સર્જન આંખની એન્જિયોગ્રાફી અને Optical Coherence Tomography (OCT) કરીને એનું સચોટ નિદાન કરે છે અને પછી લેસર પદ્ધતિથી એનું લીકેજ બંધ કરવામાં આવે છે. આ સિવાય અમુક શારીરિક ચેપ (Infection) ના લીધે આંખના પડદા ઉપર સોજો આવવાનું અને Haemorrhage (લોહી) થઈ શકે છે. જે લોકોના ચશ્માના નંબર વધારે હોય અથવા અમુક લોકોની આંખનો પડદો નબળો હોય એવા કેસમાં પડદો ખસી શકે છે અને આ કારણે દર્દી નજર ગુમાવી શકે છે. આવા કેસમાં યોગ્ય સમય સારવાર લઈને તથા ઓપરેશન વડે દર્દી એની નજર પાછી મેળવી શકે છે.

અમુક કેસમાં પડદામાં જન્મજાત ખામી હોય છે જેના લીધે બાળકને ઓછું દેખાતું હોય છે. આવા બાળકોને યોગ્ય સમય પર નિદાન કરીને તેમની યોગ્ય સારવાર કરવામાં આવે તો બાળકોની નજર જરૂરથી બચાવી પણ શકાય છે. અમુક આનુવંશિક બીમારીઓમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપીને પહેલેથી જ એને રિહેબિલિટેશન સર્વિસ આપી શકાય છે જેથી આવા બાળકો મોટા થઈને પોતાની આજિવિકા જાતે રળી શકે છે. એવી રીતે આવી બીમારીઓમાં મેડિકલ કાઉન્સિલિંગ કરીને ભવિષ્યમાં લગ્ન સમયે આ બીમારીઓ આવતી પેઢીમાં ન આવે એ માટે માર્ગદર્શન આપી શકાય છે.

image source

આ બધા કેસમાં ઓપરેશનની પ્રક્રિયા જટિલ હોય છે અને એમા ખૂબ મોંઘા સાધનો વાપરવા પડતા હોય છે જેથી આ ઓપરેશનની કિંમત વધી જતી હોય છે. ગુજરાત સરકારે આંખની સમસ્યાથી પિડાતા દર્દીઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત જાણીતી M & J ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં આ બધી સગવડો નિ:શુલ્ક અથવા રાહત દરે મળી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત