ચહેરા પર પડી ગયા છે કાળા અથવા તો સફેદ દાગ-ધબ્બા તો તુરંત અજમાવો આ ઉપાય અને મેળવો રાહત…

મિત્રો, જ્યારે આપણા ચહેરાના કોઈ ચોક્કસ ભાગ પર કાળા અથવા તો સફેદ દાગ પડે છે તો તે તમારી સુંદરતાને બગાડી નાખે છે અને આ દાગ-ધબ્બાના કારણે તમારુ માનસિક તણાવ પણ વધી જાય છે તમને એ નથી સમજાતુ કે, તે દૂર કઈ રીતે કરવા. આ અંગે ત્વચાના નિષ્ણાતો જણાવે છે કે, ચહેરાના અન્ય ભાગો કરતા નાક અને હડપચીની ત્વચા થોડી વધારે પડતી તૈલીય હોય છે.

image source

આ બંને ભાગમા હવામા રહેલી રજકણ ચોંટી જતી હોય છે, જે છેવટે કાળા કે સફેદ દાગ-ધબ્બા સ્વરૂપે દેખાય છે. સ્વાભાવિક રીતે જ તે તમારા ચહેરાની સુંદરતા પર દાગ લગાવે છે. ચહેરા પર દેખાતા આ કાળા ખરબચડા ટપકાને દૂર કરવા એટલા બધા પણ મુશ્કેલ નથી અને વળી તેના માટે તમારે વધારે પડતો ખર્ચ કરવાની પણ કોઈ આવશ્યકતા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર ઉપચારનો ઉપયોગ કરીને પણ તમે કાળા દાગ-ધબ્બાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે?

image source

તમે સ્ટીમિંગની મદદથી ખુબ જ સરળતાથી કાળા દાગ-ધબ્બા દૂર કરી શકો છો. આના માટે તમારે એક ટર્કિસ રૂમાલ લેવો પડશે. આ રૂમાલને તમારે ગરમ પાણીમા ભીંજવીને સહેજ નીચોવી લેવો. ત્યારબાદ હવે આ રૂમાલ જ્યા કાળા કે સફેદ દાગ દેખાતા હોય ત્યા ખુબ જ હળવા હાથે ત્રણ થી પાંચ મિનિટ સુધી દબાવી રાખો. આમ, કરવાથી એ જગ્યાના રોમછિદ્રો ખુલશે અને ત્યારબાદ તમારે તેના ઉપર ઘરમા જ બનાવેલુ સ્ક્રબ લગાવવાનુ રહેશે.

image source

આ સ્ક્રબ તૈયાર કરવા માટે તમારે અડધી ચમચી દળેલી હળદર, એક ચમચી ચોખાનો લોટ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ આ બધી જ વસ્તુઓ એક પાત્રમા ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાંથી થોડુ મિશ્રણ લઈને કાળા કે સફેદ દાગ જે ભાગ પર લગાવો અને હળવા હાથે પાંચેક મિનિટ સુધી મસાજ કરો અને ત્યારબાદ સાદા અને સ્વચ્છ પાણી વડે તમારો ચહેરો ધોઈ લો.

image source

વાસ્તવમા હળદર એ તમારા ચહેરાને એક્સફોલિએટ કરીને કાળા અને સફેદ દાગ-ધબ્બાને દૂર કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. જ્યારે ચોખાનો લોટ એ તમારી ત્વચાના ભાગ પરથી વધારાનુ તેલ શોષી લે છે. આ સિવાય લીંબુ એ મૃત કોષોની સમસ્યાને દૂર કરવામા સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય મધ એ ચામડીની ભીનાશ પણ જાળવી રાખે છે.

image source

જ્યારે તમે તમારા ચહેરાને સ્ક્રબ કરો છો ત્યારે તે પછી તેનુ ટોનિંગ તમારા માટે અત્યંત આવશ્યક બની જાય છે. તમારી ત્વચાને ટોન કરવા માટે અડધા કપ ઠંડા પાણીમાં પાંચ થી છ ટીપા એસેન્શિયલ ઓઈલ ઉમેરો. હવે ત્યારબાદ તેમા રૂ નુ પૂમડુ ભીંજવીને તેને ચહેરા પર લગાવો. આમ, કરવાથી તમારા ખુલેલા રોમછિદ્રો બંધ થઇ જશે.

image source

જો કે, કાળા દાગ-ધબ્બાની સમસ્યા શરૂ જ ન થાય તેને માટે ચોક્કસ કાળજી લેવી અત્યંત આવશ્યક છે. આ માટે પુષ્કળ પ્રમાણમા પાણીનુ સેવન કરો. આ ઉપરાંત રાત્રે સુવા જવાથી પહેલા ચહેરા પરનો શ્રૃંગાર સારી રીતે દૂર કરી દો. કાળા દાગ-ધબ્બા આવે તેની આગોતરી કાળજી લેવામા આવે તો તેને દૂર કરવાના ઉપાયો કરવાની જરૂર જ નથી પડતી અને આ સમસ્યાથી બચવા પુષ્કળ પાણી પીવા જેવા કે રાત્રે સુવા જવાથી પહેલા ચહેરા પરનો મેકઅપ કાઢવા જેવી નાની-નાની બાબતોનુ ધ્યાન રાખવુ પણ અત્યંત આવશ્યક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત