ફેસબુક અવતાર ફિચરમાં બનાવો તમે પણ તમારી તસવીર, આ સાથે જાણો આમાં શું છે ખાસ

આજના સમયમાં માર્કેટમાં ટકી રહેવા માટે અથવા સદાય લોકોના ફેવરેટ બની રહેવા માટે તમે ગમે તેવા મોટા વેપારી કેમ ન હો, તમારે સતત ગ્રાહકની બદલાતી જરુરીયાત પ્રમાણે કઈકને કઈક બદલાવ જરૂર કરવા પડે છે. આવું જ કઈક ફેસબુકે હાલમાં કર્યું છે.

image source

હાલમાં જ ફેસબુક પર કાર્ટુન ફેસ અવતાર અને સ્ટીકરો જોવા મળી રહ્યા છે ત્યારે આપને જણાવી દઈએ કે ફેસબુકે ભારતમાં પણ અવતાર ફીચર હાલમાં જ લોન્ચ કર્યું છે. જો કે આ નવી સુવિધા તમને પોતાનો જ વર્ચ્યુઅલ દેખાવ બનાવવાની સુવિધા આપે છે, આ તમારા ડીજીટલ સ્વરૂપને તમે ચેટ અને કમેન્ટમાં બોક્સમાં સ્ટિકર તરીકે પણ વહેચી શકો છો.

ભારત એ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ

image source

આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, અવતાર ફીચર એ અનેક પ્રકારના ચહેરા, હેર સ્ટાઇલ અને આઉટફિટને પણ સપોર્ટ કરે છે. હાલમાં કોરોના અને લોકડાઉનના કારણે લોકો વાતચીત અને લોકો સાથે જોડાયેલા રહેવા માટે ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં શિફ્ટ થઇ રહ્યા છે. એવા સમયે જ ફેસબુકે પણ આ નવી સુવિધાને ભારતમાં લોન્ચ કરી છે. આપને જણાવી દઈએ કે ભારત એ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે.

સ્નેપચેટના બિટમોજી સામે ફેસબુકનું અવતાર

image source

ફેસબુકે આ સવિધા એવા સમયે દેશમાં લોન્ચ કરી છે, જ્યારે ભારતમાં ચીની વસ્તુઓના વિરોધની ભાવનાઓ ટોચ પર પહોચેલી છે. ભારત સરકારે પણ હાલમાં જ લગભગ ૫૯ જેટલી ચાઇનીઝ એપને પ્રતિબંધિત કરી છે. જો કે એમાં ઘણી તો એવી એપ્લીકેશન પણ છે, જેણે એશિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા ઈકોનોમી માર્કેટમાં ફેસબુકને પણ ટક્કર આપી હતી.

જો કે જાણકારો માટે ફેસબુકની અવતાર સુવિધાને સ્નેપચેટના પ્રખ્યાત બનેલા બિટમોજીના ક્લોન તરીકે જોવામાં આવી રહ્યું છે. બિટમોજી પાછળના વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અંગે કંપનીનું કહેવું છે કે, આ સુવિધા ફેસબુકની એન્ગેજમેન્ટ વધારવામાં પણ સહાયક સાબિત થશે.

અવતારની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી

image source

અવતાર સુવિધા એવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે કે લોકો પોતાના અવતારને પોતાના દેખાવ મુજબ જ તૈયાર કરે. આ તૈયાર કરવામાં આવેલા અવતારને વપરાશકર્તા વોલ પોસ્ટ, ચેટ અથવા કમેન્ટમાં પણ સ્ટીકર સ્વરૂપે મૂકી શકે છે. જો કે ફેસબુકે આ સુવિધાને સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યુઝર્સ માટે લોન્ચ કરી હતી ત્યારબાદ તેને યુરોપ અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ભારતમાં પણ.

14.7 કરોડ સ્નેપચેટ યુઝર્સે બીટમોજી બનાવ્યા

image source

ચાઈનાની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (એમઆઈ) સહિત ઘણી કંપનીએ પાછળના કેટલાક સમયમાં બિટમોજી સુવિધાની નકલ કરવાની કોશિશ કરી છે. જો કે આમ છતાં કોઈ પણ કંપનીએ સ્નેપચેટની જેમ તેનો વિસ્તાર કર્યો નથી. જો કે આ વર્ષની શરૂઆતમાં જ સ્નેપચેટે બિટમોજી ટીવી પણ રજુ કર્યું જેમાં યુઝરના અવતાર સાથે ચાર મિનીટ જેટલી કોમેડી વિડીયો પણ બનાવી શકાય છે.

image source

આ એક પ્રકારની કાર્ટુન સીરીજ કહી શકાય. એ સમયે સ્નેપચેટે જણાવ્યું હતું કે, એમના નિયમિત એક્ટિવ વપરાશકર્તા માંથી લગભગ 70% અથવા 21 કરોડ વપરાશકર્તામાંથી 14.7 કરોડ લોકોએ પોતાના બીટમોજી બનાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત