Site icon News Gujarat

સેનેટાઇઝરથી લાગી આગ, ફેક્ટરીના માલિકનુ થયુ કરુણ મોત, તમે પણ સેનેટાઇઝર વાપરો ત્યારે ખાસ રાખો અમુક બાબતોનુ ધ્યાન

કોરોના વાયરસ સંક્રમણની મહામારી પછી હેન્ડ સેનેટાઈઝરને બધી જ વ્યક્તિઓ ઉપયોગ કરી રહ્યા છે. આ સેનેટાઈઝર એટલું બધું જ્વલનશીલ હોય છે કે જરીક જેટલી ચિનગારી લાગી જવાથી આગ ભડકવાની આશંકા રહે છે.

image source

ગુજરાતના રાજકોટ શહેરમાં આવી જ રીતે સેનેટાઈઝર પર પડેલ એક ચિનગારીએ આગ પકડી લીધી અને તેના ભરડામાં ફેક્ટરીનો માલિક આવી ગયો. આગ લાગ્યા પછી ફેક્ટરી માલિક જમીન પર જીવિત પડીને તડપતો રહ્યા પરંતુ કોઈએ તેમને બચાવવાની હિમત કરી શક્યું નહી. ફેક્ટરીના મલિકની દર્દનાક મૃત્યુ થઈ ગઈ.

હરિ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં બની હતી ઘટના.:

image source

આ ઘટના રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ હરિ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં થયો છે. એક ફેક્ટરીમાં સીસીટીવીના ડીવીઆરમાં તકલીફ આવી ગઈ જેને એક યુવાનએ ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે જ ડીવીઆરમાં સ્પાર્ક થાય છે અને તેની ચિનગારી જઈને નીચે રાખવામાં આવેલ સેનેટાઈઝર પર પડે છે અને તરત જ આગ ભડકવા લાગે છે જેના કારણે યુવાન આગની ચપેટમાં આવી જાય છે. બળતા બળતા યુવાન ફેક્ટરીની બહાર દોડી જાય છે અને જમીન પર પડીને તડપતો રહે છે. આ યુવાનને તડપતો જોઇને આજુબાજુમાં લોકોની ભીડ ભેગી થઈ જાય છે. પહેલા તો કોઈની હિમત આ યુવાન પાસે જવાની થઈ નહી.

image source

આગ ધીમી થઈ ત્યારે લોકો તેને ઓલવવા દોડે છે આ દર્દનાક ઘટના ફેક્ટરીની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. એમાં જોઈ શકાય છે કે, જયારે બળી રહેલ યુવકના શરીરમાં લાગેલ આગ થોડી ધીમી થાય છે ત્યારે લોકો તેને ઓલવવા માટે દોડે છે પરંતુ ત્યાં સુધીમાં આ યુવાન ખરાબ રીતે દાઝી ગયો હતો અને તેની મૃત્યુ થઈ ગઈ હતી. મૃતકની ઓળખ 33 વર્ષના અશ્વિન મગનભાઈ પાનસુરીયાના નામથી થઈ છે. મૃતક યુવાન આ ફેક્ટરીનો માલિક જણાવવામાં આવી રહ્યો છે.

image source

એકનો એક દીકરો હતો અશ્વિન મળેલ જાણકારી મુજબ, મૃતક યુવાન અશ્વિન મગનભાઈ પાનસુરીયા તેમના માતા- પિતાના એકના એક દીકરા હતા. અશ્વિનને બે બહેનો છે. હજી સુધી આ બાબતમાં આ જ જાણકારી મળી છે કે યુવાન સીસીટીવીમાં ખરાબી આવવાના કારણે ડીવીઆરને રીપેર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ત્યારે જ તેમાં સ્પાર્ક થયો.

નીચે સેનેટાઈઝરની નજીકમાં જ કેરોસીન પણ પડ્યું હતું, એવું જણાવવામાં આવી રહ્યું છે. આની પહેલા કોઈ કઈ સમજી શકે, સ્પાર્કથી આગ ભડકે છે અને અશ્વિન જીવતા બળી જાય છે. આ બાબતમાં હજી અન્ય સુચના મળવાની રાહ જોવામાં આવી રહી છે.

source : oneindia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version