આંખ ઉઘાડનારો કિસ્સો, અમદાવાદમાં સસ્તું સોનું આપવાનું કહીને નકલી પોલીસે પાલડીના વેપારીના પચાવી પાડ્યા આટલા લાખ

સસ્તું સોનું આપવાનું કહીને નકલી પોલીસે પાલડીના એક વેપારીના 8 લાખ પચાવી પાડ્યા.

નકલી પોલીસે 4.60 લાખનું સોનું 4 લાખમાં આપવાનું કહીને એ વેપારીને બોલાવ્યા હતા

વેપારીએ આધાર રૂપે બંન્ને વચ્ચે થયેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિગ કરી લીધું હતું

image source

હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે એટલે હવે સોનુ વસાવવું તો જાણે એક સપના બરાબર જ બની ગયું છે. એવામાં જો કોઈ તમને આવી ને એમ કહે કે અમે તમને સસ્તા ભાવે સોનુ આપીશું તો તમે પણ એકવાર તો કદાચ એની વાતોમાં ભોળવાઈ જ જશો. આવી જ એક ઘટના બની છે અમદાવાદમાં. જેમાં એક વેપારીને સસ્તા સોનાની લાલચે ઠગવામાં આવ્યો છે.

image source

વાત જાણે એમ હતી કે સસ્તું સોનું ખરીદવાની લાલચમાં પાલડીના વેપારી સાથે થોડા ઘણા નહિ પણ પુરા 8 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. વેપારીને કોઈ શખ્સે 4.60 લાખનું સોનાનું બિસ્કિટ 4 લાખ રૂપિયામાં આપવાની લાલચમાં બોલાવ્યો હતો અને વેપારી પૈસા લઈને નક્કી કરેલી જગ્યા એ પહોંચ્યો પણ ખરો પણ તે જ સમયે ક્યાંકથી બે નકલી પોલીસ ત્યાં આવી ચડ્યા અને આ નકલી પોલીસ બનીને આવેલા શખ્સોએ વેપારી પાસેથી 8 લાખ રૂપિયાની રકમ લઈ હતી અને પછી વેપારીને હવેલી પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું.

image source

વેપારી એ જેવા એ નકલી પોલીસને પૈસા આપ્યા કે તરત જ બંન્ને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે વેપારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વેપારીને એક વ્યક્તિએ સસ્તું સોનું એની પાસે મળશે એ માટે ફોન કર્યો હતો

image source

પાલડી વિસ્તારમાં રહેતા હિમાંશુ શાહ નામના વેપારીને એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને તેમને બજાર ભાવ કરતા સસ્તું સોનુ આપવાનું કહ્યું હતું.આ બાબતે હીમાંશુભાઈએ તેને સોના અંગે વાત કરી અને કોઈ સમસ્યા તો નહિ થાય ને તેમ પણ પૂછ્યું હતું. અને આ આખી વાતચીત તેમના ફૉનમાં રેકોર્ડ થઈ ગઈ હતી.આખરે ફોન કરનાર શખ્સે 4.60 લાખનું સોનાનું બિસ્કિટ 4 લાખમાં આપવાની વાત કરી એટલે હિમાંશુભાઈ લાલચમાં આવી પાલડી પાસે પહોંચી ગયા હતા. ત્યાં એ વ્યક્તિને એમને રૂપિયા બતાવ્યા હતા અને અચાનક ત્યાં એક જીપ અને બાઇક પર આવેલા શખ્સોએ હિમાંશુભાઈ પાસેથી એ 8 લાખ રૂપિયા લઈ લીધા હતા.

image source

અને એ વ્યક્તિઓએ હિમાંશુભાઈને કહ્યું કે આ શું કરો છો? તમારે અમારી સાથે હવેલી પોલીસ સ્ટેશનમાં આવવું પડશે. અમારી પાછળ પાછળ એવો. જેથી હિમાંશુ ભાઈ તેમની પાછળ જવા માટે તૈયાર થયા પણ આ ભેજાબજો ત્યાંથી નાસી છૂટ્યા.

આખરે આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત