ફોલો કરો આ ટિપ્સ, અને દવાઓ વગર પિરીયડ્સની ડેટને કરી દો પાછી

માસિક ધર્મને ટાળો

દરેક મહિલાને કે પછી છોકરીને માસિક ધર્મ શરુ થવાએ એક કુદરતી ઘટના છે. કોઇપણ છોકરીને ૧૧ વર્ષની ઉમરથી લઈને ૫૦ વર્ષની ઉમર સુધીની દરેક મહિલાને દર મહિને માસિક ધર્મનું આવવું ખુબ જ આવશ્યક છે. જો કે, મોટાભાગની મહિલાઓને કે પછી છોકરીઓને માસિક ધર્મ દરમિયાન કમર અને પેટની નીચેના ભાગમાં દુખાવો થવા લાગે છે. મોટાભાગની બધી જ સ્ત્રીઓ આ દર્દને પોતાના જીવનનો એક ભાગ સમજીને અપનાવી લે છે. તેમ છતાં કોઈ શુભ પ્રસંગ, લગ્ન કે પછી કેટલાક એવા ધાર્મિક કાર્યોમાં હાજર રહેવા માટે માસિક ધર્મના દિવસોને આગળ વધારવા જરૂરી બની જાય છે. માસિક ધર્મના દિવસોને આગળ વધારવા માટે માર્કેટમાં ઘણી બધી દવાઓ પણ ઉપલબ્ધ છે, પણ શું આપ જાણો છો કે, જો આપ કેટલાક ઘરેલું ઉપાયો અજમાવશો તો તેની મદદથી પણ આપ આપના માસિક ધર્મના દિવસોને આગળ વધારી શકો છો.?

image source

અપ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવાથી કેટલીક આડ અસર થાય છે અને શરીરમાં હોર્મોન્સનું સંતુલન પણ ખોરવાઈ જાય છે. માર્કેટમાં મળતી દવાઓના સેવનની મદદથી માસિક ધર્મ અટકાવવામાં આવે છે તો તેની આડઅસરના રૂપમાં ત્યારે મહિલાને માસિક ધર્મ ત્યાર પછીના મહીને આવે છે જેના કારણે કેટલીક મહિલાઓના ચહેરા પર દાઢીના ભાગમાં વાળ પણ આવવા લાગે છે. આપની સાથે આવું કઈક અજીબ ના તે માટે આજે અમે આપના માટે માસિક ધર્મની તારીખને આગળ વધારી શકાય તેના માટે કેટલાક પ્રાકૃતિક અને ઘરેલું ઉપાયો જણાવવાના છીએ. પણ આપને આ ઉપાયોથી કોઈ આડઅસર નહી થાય અને આપના માસિક ધર્મની તારીખ પણ આગળ વધારી શકશો.

-મસાલેદાર ભોજન :

image source

વધારે મસાલાવાળું અને તેલવાળા ભોજનનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ વધી જાય છે આમ થવાથી આપનું માસિક ધર્મ શરુ થવાની શક્યતા ખુબ જ વધી જાય છે. પણ જો આપને આપના માસિક ધર્મની તારીખ આગળ વધારવા ઈચ્છતા હોવ તો આપે આપના ભોજનમાં મરચું, કાળા મરી અને લસણ જેવી મસાલેદાર વસ્તુઓનું સેવન છોડી દેવું જોઈએ.

-વિનેગર :

image source

જો આપ આપના માસિક ધર્મના દિવસોને આગળ વધારવા ઈચ્છો છો તો આપે વિનેગરનું સેવન કરવાનું શરુ કરી દેવું જોઈએ. આપે એક ગ્લાસ પાણીમાં ત્રણ થી ચાર ચમચી વિનેગર ભેળવીને દિવસમાં બે થી ત્રણવાર પીવું જોઈએ. આપે ધ્યાન રાખવું જોઈએ કે, વિનેગર મિશ્રિત પાણી સ્વાદમાં પસંદ આવે એવો હોતો નથી એટલે આપે એના માટે અગાઉથી જ તૈયારી રાખવી પડશે.

-જીલેટીન :

image source

જીલેટીનની મદદથી આપ આપના માસિક ધર્મની તારીખને આગળ વધારી શકો છો. જીલેટીનનું સેવન કરવા માટે એક વાટકી પાણીમાં જીલેટીનનું એક પેકેટ ભેળવીને તરત જ પી લેવું જોઈએ. આમ કરવાથી આપ આપના માસિક ધર્મને ૩ થી ૪ કલાક માટે ટાળી શકો છો. ખાસ વાત એ છે કે, આપે આ ઉપાયને વારંવાર અજમાવવો જોઈએ નહી આપ વધુમાં વધુ જીલેટીનથી એક દિવસ સુધી જ માસિક ધર્મને આગળ દિવસ માટે વધારવો જોઈએ. આ ઉપાય કુદરતી તો છે જ પરંતુ આનું વારંવાર સેવન કરવાથી આપના માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

-કસરત :

image source

સામાન્ય રીતે માસિક ધર્મના દિવસોમાં એકસરસાઈઝ કરવીએ સારી બાબત છે પણ રેગ્યુલર એકસરસાઈઝ કરીને પણ આપ આપના માસિક ધર્મને ટાળી શકો છો. જો આપ ઈચ્છો છો કે, આપને માસિક ધર્મ વહેલું ના આવે તો આપે હેવી એકસરસાઈઝ કરવાનું ટાળી દેવું જોઈએ.

-લીંબુ :

image source

લીંબુમાં ભરપુર પ્રમાણમાં વિટામીન સી મળે છે. ઉપરાંત લીંબુમાં માસિક ધર્મને ટાળી દેવાની અને વધારે પડતા રક્ત પ્રવાહને અટકાવવા માટે સક્ષમ છે. જેના માટે આપે લીંબુને ચૂસીને સેવન કરવું જોઈએ. તેમજ આપ લીંબુને પાણીમાં નીચોવીને પણ સેવન કરી શકો છો.

માસિક ધર્મને અટકાવવા માટે અજમાવવામાં આવતા ઘરેલું અને પ્રાકૃતિક ઉપાયોની આડઅસર બજારમાં મળતી દવાઓ કરતા નહિવત જેટલી હોય છે. પરંતુ આપે આ ઉપાયોને વારંવાર અજમાવવો આપના શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલા માટે આપે ધ્યાન રાખવું જોઈએ કે, આવશ્યકતા હોય તો જ આપે આપના માસિક ધર્મના દિવસને આગળ વધારવા જોઈએ.