Site icon News Gujarat

ફેમસ સંગીતકાર વાજિદની પત્નીએ પરિવાર વિશે કહ્યું કંઇક એવું કે…જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

દેશમાં કોરોનાના કાળ દરમિયાન ઘણા બોલિવૂડ સ્ટાર્સે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમાંથી એક નામ વાજિદ ખાન હતું. સંગીતકાર સાજિદ-વાજિદની જોડીમાંથી વાજિદ ખાને લાંબી બીમારી પછી 1 જૂન 2020 ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

image source

તેમના મૃત્યુથી સમગ્ર દેશના સંગીતચાહકો હચમચી ઉઠ્યા હતા. વાજિદ ખાનના અવસાન પછી વિશ્વ વિખ્યાત મ્યુઝિક જોડી સાજિદ-વાજિદ પણ તૂટી ચુકી છે. આ દરમિયાન વાજિદ ખાનની પત્ની કમલરૂખ ખાને તેના સાસરિયાઓ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. કમલરૂખના આક્ષેપોથી ખળભળાટ મચી ચુક્યો છે.

image source

કમલરૂખનો આરોપ છે કે વાજિદ ખાનના પરિવારના સભ્યો વાજિદના ગયા પછી તેના પર ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેણે આ વાત ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કરી છે. સોશિયલ મીડિયાની પોસ્ટ દ્વારા તેણે લોકો સમક્ષ પોતાની વાત મુકી છે.

image source

કમલરૂખે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે વાજિદ ખાનના મૃત્યુ બાદ તેના પરિવારજનો તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા છે. કારણ કે તેણે વાજિદ ખાન સાથે લગ્ન કર્યા હતા. તેથી હવે તેના ગયા બાદ તેના પર ધર્મ બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

કમલરૂખે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું- ‘હું પારસી અને વાજિદ મુસ્લિમ હતો. તેઓ કોલેજના સમયથી એકબીજાને પ્રેમ કરતાં હતા. જ્યારે તેમના લગ્ન થયા, ત્યારે તેમણે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ એટલે કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. પરંતુ હવે તેના પર ધર્મપરિવર્તન કરવા દબાણ થઈ રહ્યું છે. આ ખૂબ શરમજનક છે.

image source

જો કે આ ઘટસ્ફોટ બાદ હજુ સુધી વાજિદ ખાનના પરિવાર તરફથી કમલરૂખના આક્ષેપો અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં હવે જોવાનું રહ્યું કે વાજિદ ખાનનો પરિવાર તેના વિશે કેવી પ્રતિક્રિયા આપે છે અને તે પોતાના ખુલાસામાં શું કહે છે. જણાવી દઈએ કે, વાજીદ ખાનને તબિયત ખરાબ હોવાથી તેને મે 2020 માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાર બાદ 1 જૂનના રોજ તેનું અવસાન થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version