Site icon News Gujarat

ફણગાયેલા મગની ખીર – એકદમ હેલ્થી છે આ ખીર એકવાર જરૂર ટ્રાય કરજો..

ફણગાયેલા મગની ખીર

આજે આપણે નવી રેસીપી બનાવીશું. ખીર તો આપણે બધા એ ખાધી હોઈ ચોખા, સાબુદાણા, સેવિયાં એન્ડ મખના ની આજે હું લાવી છું અલગ પ્રકાર ની ખીર ફણગાયેલા મગ ની ખીર છે ને અલગ

આપણા ગુજરાતી મા શુભ પ્રસંગે કઈ મીઠું (સ્વીટ ) કરીએ છે. આપણે મગ ભી સકન ગણી છે તો આજે બંને મિક્સ કરી ને મે બનાવી ખીર મગ માં બહુ જ વધારે પૌષ્ટિક હોઈ છે. મગ મા કેલરી ખુબજ ઓછી પચવા મા સારા હોઈ છે, ફણગાયેલા મગ શરીર માટે ખુબજ ફાયદાકારક છે.. આજે અહીં આપડે રાજભોગ ખીર ભી કઈ શકયે ખીર ખાવા માં મઝા આવે છે. તે શરીર માં ઠંડક આપે છે એક વાટકો ખીર ખાવા થી પેટ ભરાઈ જાય છે

સામગ્રી

રીત::

મગ ને 8 કલાક જેવું પલાળી રાખો પછી તેને એક ચારણી માં કાઢી લો..તેનું બધું પાણી નીતરવા દો પછી તેને કોટોન એક કપડાં પર સુકવી દો જેથી બધું પાણી તેનું સોસી જાય..

પછી તેને એક ગરમ કૅસરોલ ભરી ને મૂકી દો અંકુરિત થવા માટે 8 તો 10 કલાક ગરમ કૅસ રોલ મુકવા થી સરસ અંકુરિત થાઈ છે

હવે મગ અંકુરિત થઇ ગયા છે હવે ખીર બનવા ની શરૂવાત કરીશું

એક પેન માં ઘી ગરમ કરો તેમાં મગ નાખો તેને 2 મિનિટ માટે શેકો હવે તે સેકયી ગયા છે તેમાં કેસર વાળું મિલ્ક નાખો કેસર વાળા મિલ્ક અગાઉ થી દૂધ માં કેસર નાખી પલાળી દીધું તું એના કારણે કલર એન્ડ ટેસ્ટ ખુબજ સરસ આવે છે

હવે બંને 5 મિનિટ માટે શેકો. હવે તેમાં માવો નાખો.માવા ને ભી 5 મિનિટ માટે શેકો માવો opitional છે

હવે બધું સેકાઈ જય એટલે તેમાં દૂધ નાખો

દૂધ હલાવતો જોવો જેથી નીચે ના ચોંટે હવે મગ, દૂધ, એન્ડ માવો પ્રોપર મિક્સ થાઈ ગયા છે તેને હલાવતો જાવો જયા સુધી દૂધ ઓછું ના થાઈ તયાં સુધી 20 મિનિટ પછી મગ નો દાણો ભી ચડી ગ્યો હશે. દૂધ માં કેસર કલર ભી આવી ગયો છે.

હવે તેમાં ખાંડ નાખો પછી ભી હલાવતો રો હવે તમે જોઈ શકો છો દૂધ અડધું થઇ ગયું છે

બધું પ્રોપર મિક્સ ભી થઇ ગયું છે ગેસ ઑફ કરી દો હવે તેની અંદર એલચી એન્ડ ડ્રાયફ્રુટ ગાર્નિશ કરો

આ ખીર ઠંડી એન્ડ ગરમ બંને ખાવા ની મઝા આવેશે વડીલ એન્ડ નાના બાળકો ભી મઝા ગમશે

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version