Site icon News Gujarat

તસવીરોમાં જોઇ લો તમે પણ આ દેશમાં મૃતકોને દફનાવવા માટે કેવા બનાવવામાં આવે છે તાબુતો

માણસ જયારે મૃત્યુ પામે ત્યારે તેને સ્થાનિક દેશ, ધર્મ અને રીત-રિવાજો મુજબ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ રીત-રિવાજો લગભગ અનેક પ્રકારના હોય છે અને તે પણ અલગ અલગ.

image source

ઘણાખરા દેશોમાં મૃત્યુ પામેલા સ્વજનોને તાબૂત (એક પ્રકારની લાકડાની પેટી જેનો આકાર માણસને સુવડાવી શકાય તેટલો મોટો હોય છે) માં રાખી દફનાવવામાં આવે છે. પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક દેશ વિષે જણાવવાના છીએ કે જ્યાં સાવ અલગ જ રીતના અથવા એમ કહો કે અજબ-ગજબ પ્રકારના તાબૂત બનાવવામાં આવે છે અને તેમાં મૃત્યુ પામેલા સ્વજનોને દફનાવવામાં આવે છે. તો કયો છે એ દેશ અને ત્યાં કેવા પ્રકારના તાબૂત બનાવવામાં આવે છે ? ચાલો જાણીએ અને આપણા જ્ઞાન ભંડારને વધારીએ.

image source

પશ્ચિમ આફ્રિકામાં આવેલા સુંદર દેશ ઘાના આ પ્રકારના અજબ-ગજબ તાબૂત માટે જાણીતો છે. અહીં તાબૂતને મૃત્યુ પામનાર વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા અને કામકાજને ધ્યાનમાં રાખી એ પ્રકારના તાબૂતમાં દફનાવવામાં આવે છે.

image source

બીબીસીના અહેવાલ મુજબ સ્થાનિક લોકોની માન્યતા અનુસાર આ રીતના તાબૂત બનાવવાની પરંપરા ઘાનાના માછીમારો દ્વારા શરુ કરવામાં આવી હતી. વળી માછીમારો મૃત્યુ પામે તો તેને માછલીના આકારમાં બનેલા તાબૂતમાં દફનાવવામાં આવે છે. એ સિવાય ઘાનામાં વ્યવસાય કરનારાઓ જો મૃત્યુ પામે તો તેને મર્સીડીઝ આકારના તાબૂતમાં દફનાવવામાં આવે છે. આવું કરવા પાછળનો હેતુ એમ પણ હોય છે કે તેના સામાજીક સ્થાનનું પ્રદર્શન થાય.

image source

અહેવાલમાં આગળ જણાવવામાં આવ્યું છે કે વિમાન જેવા આકારના તાબૂત બનાવવાની શરૂઆત વર્ષ 1951 થી થઇ હતી એ સમયે બે સુથાર ભાઈઓએ પોતાની 91 વર્ષીય માતુશ્રી માટે વિમાન આકારનું તાબૂત બનાવ્યું હતું. અસલમાં તેમના માતુશ્રીને વિમાનમાં બેસવાનું એક સ્વપ્ન હતું જે ક્યારેય પૂરું નહોતું થઇ શક્યું. આથી બન્ને ભાઈઓએ મૃત્યુ બાદ માતુશ્રીનું આ સ્વપ્ન પૂરું કરવા માટે વિમાન આકારનું તાબૂત બનાવ્યું હતું.

image source

માત્ર ઘાના દેશ જ નહિ પણ અન્ય દેશોમાં પણ અનોખી રીતે બનાવવામાં આવેલા તાબુતોની ભારે માંગ છે. ઘાનાની સ્થાનિક બજારમાં આ પ્રકારના તાબૂતની કિંમત 70000 આસપાસ હોય છે જયારે વિદેશોમાં તેની કિંમત 7 થી 8 ગણી વધુ હોય છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version