ફરાળી ચિઝ મસાલા ઢોંસા – નાના મોટા દરેકને પસંદ આવશે આ ઢોંસા તો હવે ઉપવાસ જરૂર કરજો..

ફરાળી ચિઝ મસાલા ઢોંસા

દોસ્તો કેમ છો! મજામાં ને શ્રાવણ મહિનો આવે એટલે બધા જ ઉપવાસ કરે.અમારા ઘરે તો અમે નાના બાળકો ને ઉપવાસ કરાવીએ. પણ બાળકો આખો દિવસ ભૂખ્યા ન રહી શકે. એટલે સાંજે ફરાળ બનાવું જ પડે. હું પણ સાંજે ફરાળ બનાવું. પણ રોજ ફરાળ માં બનાવું પણ શું? એ મોટો પ્રોબ્લેમ.

ઢોસા તો નાના મોટા સૌ ને ભાવે એમાં પણ જો મસાલા ઢોસા હોય તો બધા ને ભાવે.તો મે બટેટા સુરણ નો ઉપયોગ કરી ઢોસા નું સ્ટફિંગ બનાવ્યું. રાજગરા નો લોટ અને શિંગોડા નો લોટ નો આપને શીરો તો બનાવતા જ હોઈએ છે.તો રાજગરા નો લોટ શિંગોડા નો લોટ અને સ્વામિનારાયણ નો ફરાળી લોટ એડ કરી ઢોસા બનાવ્યા.

સામગ્રી

 • ૧ બાઉલ સ્વામિનારાયણ નો ફરાળી લોટ
 • ૧/૨ બાઉલ રાજગરા નો લોટ
 • ૧/૪ બાઉલ શિંગોડા નો લોટ
 • ૪ ચમચી દહીં
 • મીઠું સ્વાદાનુસાર
 • ૨ બટેટા
 • ૧૦૦ ગ્રામ સુરણ
 • ૧ ગાજર
 • ૬ ચમચી તેલ
 • ૨ લીલા મરચા
 • ૨ ચિઝ ક્યૂબ
 • ૨ ચમચી લીલા ધાણા
 • ૧ ચમચી ધણાજીરૂ
 • ૧/૨ ચમચી હળદર
 • ૧ ચમચી લીંબુ નો રસ
 • ૩ મીઠા લીમડા ના પાન
 • ચપટી હિંગ
 • ૧/૨ ચમચી જીરૂ
 • ૧ નાનો બાઉલ ધાણા મરચાં ની ચટણી
 • ૧ નાનો બાઉલ ખજૂર આમલીની ચટણી

રીત

સૌ પ્રથમ એક બાઉલ માં સ્વામિનારાયણ નો ફરાળી લોટ, રાજગરા નો લોટ, અને શિંગોડા નો લોટ મિક્સ કરી લો.

હવે તેમાં સ્વાદાનુસાર મીઠુ અને દહી એડ કરો.

તેમાં જરૂર મુજબ પાણી એડ કરી ઢોસા નું ખીરૂ તૈયાર કરી લો. હવે તેને ૧૫ મિનિટ માટે રહેવા દો.

બટેટા અને સુરણ ને બાફી લો.

ત્યારબાદ મેસ કરી લો.

હવે એક પેન માં ૨ ચમચી તેલ એડ કરો.

તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને જીરૂ એડ કરો.

ત્યારબાદ તેમાં મેસ કરેલ સુરણ અને બટેટા એડ કરો.

હવે તેમાં છીણેલું ગાજર એડ કરો.

તેમાં લીલા મરચા, ધાણા, લીમડાના પાન, મીઠું, હળદર, ધાણાજીરૂ, એડ કરી મિક્સ કરી લો.

બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

હવે નોનસ્ટિક તવી ગેસ પર મૂકો.તવી ગરમ થાય એટલે તેમાં ઢોસા ઉતારો.

હવે તેની ઉપર ધાણા મરચાં ની ચટણી લગાવો.

ત્યારબાદ તેમાં આપને બનાવેલ મસાલો સ્ટફ્ડ કરો.

હવે તેની ઉપર ચિઝ છીની લો.

હવે ઢોસા ને વાળી ને સરવિંગ પ્લેટ માં સર્વ કરો.

ફરાળી ચિઝ મૈસુર મસાલા ઢોંસા ને ધાણા મરચાં ની ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.