Site icon News Gujarat

ફરાળી : ક્રીસ્પી આલુ પિનટ રોલ્સ – ઉપવાસ નહિ હોય લલચાઈ જશે આ રોલ્સ ખાવા માટે.

ફરાળી : ક્રીસ્પી આલુ પિનટ રોલ્સ :

વારંવાર આવતા વ્રત માટેના ઉપવાસ માટે ફરાળી વાનગી બનાવતા હોઇએ છીએ. વધારે પડતી ફરાળી વાનગીઓમાં સાબુદાણા પલાળવાના અને બટેટા બાફવાની પ્રોસિઝર હોવાથી તાત્કાલિક કે ઝડપથી ફરાળ બનાવી શકાતુ નથી. થોડો વધારે ટાઇમ લાગે છે.

આજે હું અહીં જે ફરાળી રેસિપિ આપી રહી છું, તેમાં બનાવતા અગાઉ સાબુદાણા પલાળવા કે બટેટા બાફવાની કોઇ ઝંઝટ નથી. કાચા જ બટેટાની છાલ કાઢી, ખમણીને રેસિપિ રેડી કરવામાં આવી છે. તેમજ તેમાં સાબુદાણાનો ઉપયોગ જ કરવામાં આવ્યો નથી. એટલે તેમાં સમય બચે છે.

સાથે તેમાં શેકેલા શિંગદાણા(પિનટ)ના ફોતરા કાઢીને તેને ગ્રાઇંડ કરી અધકચરા કરીને ઉપયોગ કર્યો છે. જે મોસ્ટલી ગૃહિણીઓ ઘરના રસોડામાં સ્ટોર કરીને રાખતા જ હોય છે. કેમકે અવારનવાર ઘરના રસોડે ભરેલા શાક બનતા હોય છે. એટલે પીનટનો ભૂકો પણ ઘરમાં રેડી હોય.

આમ ક્રીસ્પી આલુ પિનટ રોલ્સ બનાવવા ખૂબજ સરળ છે. તો મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી આ ઇઝી અને ક્વિક રેસિપિ બનાવજો. આ રેસિપિ બહારથી સરસ ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ બને છે. સાથે હેલ્ધી તો કરી જ.

નોંધ : જો તમે સાતમના દિવસે આ વાનગી ખાવા માંગતા હોવ તો તેને બનાવીને ફ્રીઝમાં સ્ટોર કરી દો  દિવસે ખાવાના અમુક કલાક પહેલા ફ્રીઝમાંથી બહાર કાઢી લો અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ખાઈ શકો છો.

ક્રીસ્પી આલુ પિનટ રોલ્સ બનાવવા માટેની સામગ્રી :

ક્રીસ્પી આલુ પિનટ રોલ્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ ધીમા તાપે શિંગ શેકી લ્યો. ત્યારબાદ શેકેલી શિંગ ઠરે એટલે તેના ફોતરા કાઢીને તેને અધકચરી ગ્રાઇંડ કરી લ્યો. (સ્ટોર કરેલી ના હોય તો).

હવે 2 મિડિયમ સાઇઝના કાચા જ બટેટા લઇ તેની છાલ ઉતારી લ્યો.

ત્યારબાદ પાણીથી ધોઇને કોરા કરી તેને ખમણીથી ખમણી લ્યો.

ત્યારબાદ બટેટાના ખમણમાં 2 ટેબલ સ્પુન આરાલોટ, 1 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ, 2 ટેબલસ્પુન બારીક સમારેલી કોથમરી, 1 ટી સ્પુન ચીલી ફ્લેકસ, ½ ટી સ્પુન સંચળ પાવડર, ½ ટી સ્પુન આમચૂર પાવડર

½ ટી સ્પુન આખુ જીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું સરસથી મિક્સ કરી લ્યો.

બધાં મસાલા બટેટાના ખમણમાં મિક્સ કરી હલાવવાથી બટેટામાંથી થોડું પાણી છૂટશે.

હવે તે મિશ્રણમાં શેકેલી શિંગનો બનાવેલો અધકચરો ભૂકો અને પિંચ સુગર ઉમેરો.

અને મિક્સ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 કપ રાજગરાનો લોટ થોડો થોડો કરીને ઉમેરતા જાવ અને મિક્ષ કરો.

એક સાથે રાજગરાનો લોટ મિક્ષ કરવાથી તેમાં ગાંઠા પડી જશે.

હલકા હાથે સ્પુનથી બધું મિક્ષ કરવું. વધારે પડતું મિક્ષ કરવાથી બનેલા મિશ્રણમાંથી પાણી છૂટશે અને રોલ વળશે નહી. મિશ્રણને બીલકૂલ રેસ્ટ આપવાનો નથી.

બન્ને હથેળીને ઓઇલથી ગ્રીસ કરી લ્યો. હવે મિશ્રણમાંથી એક નાનો બોલ બનાવી ગ્રીસ કરેલી બન્ને હથેળી વચ્ચે મૂકી રોલ બનાવી લ્યો.

એ રીતે બાકીના બધા જ રોલ બનાવી પ્લેટમાં મૂકો.લ્યો.

આ માપ પ્રમાણેના મિશ્રણમાંથી એ સાઈઝના 15 બોલ્સ બનશે.

હવે એક પેનમાં રોલ્સ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ફ્રાય કરવા જેવું એક્દમ ગરમ થઇ જાય એટલે તેને મિડિયમ ફ્લૈમ પર કરી દ્યો.

હવે તેમાં એક સાથે 4-5 બોલ્સ ફ્રાય કરવા મૂકો.

થોડીવાર ફ્રાય થઇને નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે બોલ્સ ફેરવી લ્યો.

બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થઇ, ગોલ્ડન બ્રાઉન કલરના થઇ જાય એટલે ઓઇલ નિતારીને બોલ્સ પ્લેટમાં મૂકો. ફ્રાય થેયેલા બોલ્સ અંદરથી સરસ સોફ્ટ અને બહારથી સરસ ક્રીસ્પી થશે.

બાકીના બોલ્સ પણ આ પ્રમાણે ફ્રાય કરી લ્યો.

તો હવે ફ્રાય થઇને ફરાળી ક્રીસ્પી આલુ પિનટ બોલ્સ સર્વ કરવા માટે રેડી છે.

સર્વિંગ પ્લેટ લઇ તેમાં ગરમાગરમ ક્રીસ્પી આલુ પિનટ બોલ્સ ફરાળી ચટણી કે મસાલા દહીં સાથે સર્વ કરો.

વ્રતના ઉપવાસ માટે જલ્દીથી બની જતો આ એક હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. જે નાનામોટા બધાને ખૂબજ ભાવશે. તો ચોક્કસથી ઉપવાસમાં ફરાળ કરવા માટે આ રેસિપિ બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version