ફરાળી ફ્રેંકી – ઉપવાસ ના હોય તો પણ તમે એકવાર જરૂર બનાવજો અને આનંદ માણજો…

ફરાળી ફ્રેંકી

દોસ્તો શ્રાવણ મહિનો ચાલે છે. એટલે નાના મોટા સૌ ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ માં બહાર સરસ ફરાળી વાનગીઓ મળતી હોય છે. પણ જો એ જ વાનગીઓ આપને ઘરે સહેલાઇ થી બનાવી શકતા હોય તો, એ પણ બહાર જેવી જ. તો બહાર જવાની જરૂર જ નથી.

અમારી ઘરે અમે નાના બાળકો ને પણ શ્રાવણ મહિનાનો સોમવાર અને જન્માષ્ટમી એ ઉપવાસ કરાવીએ.તો હું ઉપવાસ માં સુરણ નું શાક, કઢી,મોરિયો અને રોટલી બનાવું.

પણ નાના બાળકો તો ના જ ખાય અને આખો દિવસ બટેટા ની ચિપ્સ ખાઈ ને નીકળે.નાના બાળકો ને ફ્રેન્કી બહુ જ ભાવે એટલે મે બાળકો માટે બનાવી ફરાળી ફ્રેન્કી.હા દોસ્તો ફરાળી ફ્રેન્કી મસ્ત બની તમે પણ જરૂર થી ટ્રાય કરજો.તો ચલો સામગ્રી જોઈ લઈશું.

સામગ્રી

  • ૧૦૦ ગ્રામ સુરણ
  • ૩ બટેટા
  • ૧ ગાજર
  • ૧/૪ ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ સેલૉફ્રાય માટે
  • ૫ ચમચી ઘી
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ લીલા મરચા
  • ૧ મોટો બાઉલ ફરાળી સ્વામિનારાયણ નો લોટ
  • ૨ ચમચી ધાણા
  • ૨ ચમચી શિંગોડા નો લોટ
  • ૧ નાનો બાઉલ ખજૂર આમલીની ચટણી
  • ૧ નાનો બાઉલ ધાણા મરચાં ની ચટણી

રીત

સૌ પ્રથમ બટેટા અને સુરણ ને બાફી લો.

બાફી લીધા પછી સુરણ અને બટેટા ને છીણી લો.

તેમાં એક ગાજર છિની લો.

હવે તેમાં મીઠું,ધાણા,લીલા મરચા ઝીણા સમારેલા,આમચૂર પાવડર , હળદર અને બે ચમચી શિંગોડા નો લોટ એડ કરી મિક્સ કરી લો.

હવેે હાથ ને તેલ થી ગ્રીસ કરી તેના રોલ વાળી લો.

એક નોનસ્ટિક પેન માં રોલ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સેલૉફ્રાય કરી લો.

હવે એક બાઉલમાં ફરાળી સ્વામિનારાયણ નો લોટ લો. તેમાં સ્વાાનુસાર મીઠું,અને તેલ એડ કરી રોટલી નો લોટ બાંધી લો.

હવે તે લોટ ની રોટલી વણી એને કાચી પાકી સેકી લો.

તે રોટલી પર ખજૂર આમલીની ચટણી અને ધાણા મરચાની ચટણી લગાવી લો.

ત્યારબાદ તેમાં આપણે બનાવેલ રોલ મૂકી ઉપર ચિઝ છીની લો.

અને ત્યારબાદ રોટી ને ફ્રેન્કી ની જેમ વાળી લો.

અને હવે ફ્રેન્કી ને નોનસ્ટિક તવી પર બને બાજુ ઘી થી શેકી લો.

તો તૈયાર છે આપની ફરાળી ફ્રેન્કી જે આપને ખજૂર આમલીની ચટણી, અને ધાણા મરચાં ની ચટણી જોડે સર્વ કરીશું.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.