Site icon News Gujarat

ફરાળી સ્ટફ્ આલમન્ડ પોટેટો – ઉપવાસમાં એકના બફવડા નહિ પણ બનાવો આ ટેસ્ટી વાનગી…

દોસ્તો કેમ છો! ચોમાસુ આવે એટલે આપણા ફેસ્ટિવલ ચાલુ થઈ જાય.અને એની જોડે આપના ઉપવાસ પણ…જેમ કે અગિયારસ,પૂનમ,શ્રાવણ મહિનો……..

તો ફરાળ માં રોજ શું કરીએ સાબુદાણા ની ખીચડી, મોરિયો ,કે બટેટા ની સુકી ભાજી, રજગરા નો શીરો , રાજગર ની ભાખરી આં બધું ખાઈ ને કંટાળી ગયા છો……

તો આજે આપણે બહાર કોપરા ની પેટીસ, બફવડા, કાજુવડા, જે ફરાળી મળે છે એ રીતે જ આપને ઘરે ફરાળી સ્ટફ્ આલમન્ડ પોટેટો બનાવીશું.

સામગ્રી

રીત

બટેટા ને બાફી લો.અને પછી તેને છીની લો.

હવે તેમાં શિંગોડા નો લોટ, આરા નો લોટ અને મીઠું એડ કરી લોટ બાંધી લો.

હવે સ્ટફિંગ માટે સિંગદાણા ,કાજુ, અને બદામ ને શેકી ને ક્રશ કરી લો.

હવે એક બાઉલમાં કોપરાનું છીન, આમચૂર પાઉડર, ખાંડ,મીઠું,મરચા, ધાણા, તલ, દ્રાક્ષ, સિંગદાણા,કાજુ, અને બદામ નો પાઉડર,ધનાજીરું આં બધું મિકસ કરી લો.

હવે હાથ ને તેલ વાળા કરી બટેટા ના લોટ ની પૂરી કરી લો.

તેમાં સ્ટફિંગ એડ કરી,તેમાં ધાણા મરચાની ચટણી એડ કરવી.

હવે તેને ગોળ વાળી લેવું તેની ઉપર બદામ લગાવી.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે તેમાં સ્ટફ આલમન્ડ પોટેટો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

અને તેને ગરમ ગરમ ખજૂર આંબલીની ચટણી જોડે સર્વ કરો.

નોધ – શિંગોડા નો અને આરા નો લોટ જરૂર મુજબ વધારે ઓછો કરી શકાય.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version