Site icon News Gujarat

ફરાળી સુખડી – કોઈપણ પ્રસંગ કે તહેવારનો ઉપવાસ હોય તો આ સુખડી બનાવજો બધાને ખુબ પસંદ આવશે…

ફરાળી સુખડી

જન્માષ્ટમી માટે ready છો ??તો આજે હું કાના ને પ્રસાદ માં ધરાય એવી વાનગી શીખવીશ ..જો જાણી લો આની રીત …

સામગ્રી

બનાવવાની રીત:

1..સૌપ્રથમ એક પેનમાં ઘી લો ત્યારબાદ તેમાં બંને લોટ ઉમેરી તેને બરાબર શેકી લો લોટ જાળીદાર થવા લાગે એટલે અને બ્રાઉન કલરનો થાય ..અને આ બને લોટ ધીમા ગેસ પર શેકવો ..જેથી લોટ બળી નહિ જાય .

2..ત્યારે તેમાં ગોળ ઉમેરી દો ગોળ ઓગળી જાય..ગેસ બંધ કરી ગોળ ઉમેરવો …નહિ તો સુખડી ચવડ થઈ જશે …

3…પછી એટલે તેને ગ્રીસ કરેલી થાળી માં લઈ પાથરી દો ત્યારબાદ તેના ઉપર બદામની કતરણ અથવા ખસખસ ભભરાવી પીસ પાડી લો તૈયાર છે ફરાળી સુખડી..

નોંધ :

– તમે લોટ સેકાય ગયા પછી સિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકો છો …

– તમારો ગોળ કઠણ હોય તો તમે પાય કરી ને પણ ઉમેરી શકો છો ..

– વધારે હેલ્થી બનાવ માટે તેમાં કાજુ અને બદામ ,પિસ્તા નો ભૂકો પણ ઉમેરી શકો છો …પછી ગોળ ઉમેરવો …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version