પ્રખ્યાત હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ઘરે હાલમાં જ એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. નશીલા પદાર્થ કબજે કર્યા બાદ એનસીબીએ દ્વારા અભિનેત્રી અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ કેસમાં કોર્ટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને જામીન આપ્યા છે, પરંતુ આ કેસની તપાસ હજી એનસીબી પાસેથી ચાલી રહી છે. હાલમાં જ એનસીબીએ ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી હતી, કે જે ભારતીને ડ્રગ્સ પહોંચાડતો હતો.
આ દરમિયાન ભારતી સિંહે તેની ધરપકડ અને જામીન બાદ પ્રથમ પોસ્ટ શેર કરી છે. એવું છે કે ભારતી સિંહ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ શૂટિંગના સેટ પર પરત ફરી છે. જેની માહિતી તેમણે એક પોસ્ટ દ્વારા આપી છે. ભારતી સિંહે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ‘બાહુબલી’ની’ શિવગામી દેવીના ગેટઅપમાં જોવા મળી રહી છે..
કૃષ્ણા અભિષેક કટ્ટપ્પાના ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. આ બંને સાથે મુબીન સૌદાગર પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી અને કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ આ ભારતી સિંહની આ પહેલી પોસ્ટ છે. જેલમાંથી બહાર નીકળ્યા બાદ ભારતી સિંહને પ્રથમ વખત ગણપતિ બાપ્પાની યાદ આવી છે, તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર ગણપતિ બાપ્પાની એક સુંદર ફોટો અને આરતી પણ શેર કરી છે.
30 નવેમ્બરે કોમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ્સ કેસમાં કિલા કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ધરપકડ કર્યા બાદ રવિવારે તેમને મુંબઇની કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ડ્રગ્સ કેસ પર સુનાવણી બાદ બંને ને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શનિવારે એનસીબીએ ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતી સિંહના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરોમાં રોડ પાડી હતી. આ દરમિયાન એજન્સીને 86.5 ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ એજન્સીએ ભારતી અને હર્ષ બંનેની બપોરે લગભગ 3 વાગે કસ્ટડી લીધી હતી. લગભગ 3 કલાક બાદ એનસીબીએ ભારતી સિંહને ધરપકડની પુષ્ટિ કરી હતી. જ્યારે હર્ષની ધરપકડની પુષ્ટિ એનસીબીએ રવિવારે કરી હતી. એજન્સીના અનુસાર આ બંને એનડીપીએસ (NDPS)એકટની કલમ 27 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત