કોરોનાએ ફરી માથું ઉંચક્યું, આ રાજ્યના 3 જિલ્લામાં ફરીથી લોકડાઉન, નવા કેસનો આંકડો જાણીને ફાટી જશે આંખો

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરીથી માથું ઊચક્યું છે. અહીં નોંધાતા કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો આવ્યો છે. જેના કારણે બીએમસીએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સાથે જ કોરોનાના કેસ વધતાં અમરાવતી અને યવતમાલમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહી દીધું છે કે જો સ્થિતિ આ રીતે બગડતી રહી તો મુંબઈમાં પણ ફરીથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે.

image source

70થી વધુ દિવસ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ કાબૂમાં થતા જણાયા હતા પરંતુ ત્યારબાદ અચાનક જ કોરોનાના કેસ હજારોની સંખ્યામાં નોંધાવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં 5000થી વધુ કેસ નોંધાયા હોવાથી કેટલાક જિલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હવે જે કેસમાં વધારો નોંધાયો છે તે અકોલા અને નાગપુરમાંથી થયો છે.

image source

કેસ વધતાં અમરાવતી અને અકોલામાં આવતીકાલથી રાત્રે 8 કલાકથી સોમવારે સવારે 7 કલાક સુધી 35 કલાકનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મુંબઈની હાલત ખરાબ ન થઈ જાય તે માટે અહીં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર જો મુંબઈમાં કોઈ બિલ્ડિંગમાં પાંચ કે તેથી વધુ કોરોનાના કેસ મળી આવે છે તો આખી બિલ્ડીંગ સીલ થઈ જશે.

image source

દર્દી સાથે હોમ કોરોન્ટાઈમાં રહેતા લોકોના હાથમાં સ્ટેમ્પ્સ લગાવવામાં આવશે. બીએમસીએ લોકલ ટ્રેન અને અન્ય જાહેર સ્થળો પર પણ નજર રાખશે. શહેરમાં માસ્ક વિના ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ ફટકારવામાં આવશે.

image source

આ ઉપરાંત વેડિંગ હોલ, ક્લબ અને રેસ્ટોરન્ટમાં ચકાસણી કરવામાં આવશે. કોઈપણ જગ્યાએ એક સાથે 50 થી વધુ લોકોના એકઠા થયા હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનો ભંગ થયો હશે ત્યાં સંસ્થાના મુખ્ય વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ગુરુવારે અમરાવતીમાં કોરોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લામાં વીકએન્ડ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. લોકડાઉન શનિવારે રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને સોમવારે સવારે 7 વાગ્યા સુધી રહેશે.

image source

આ સમય દરમિયાન બજારો અને અન્ય જગ્યાઓ સદંતર બંધ રહેશે. જો કે અગાઉની જેમ જ આવશ્યક સેવાઓ પર આ લોકડાઉન લાગુ રહેશે નહીં. આ ઉપરાંત અહીં હોટલ અને રેસ્ટોરન્ટ્સ સહિતના તમામ જગ્યાઓ અઠવાડિયાના બાકી દિવસોમાં પણ રાત્રે આઠ વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. અગાઉ રાત્રે 10 વાગ્યા સુધીની છૂટ મળી હતી.

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં આવેલા લોકડાઉને કોરોનાને લઈને ઊભા થયેલા જોખમનો સંકેત આપ્યો છે. આ મામલે હવે જો ફરીથી બેદરકારી રાખવામાં આવે તો સ્થિતિ પહેલા કરતાં વણસી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!