ફરી એકવાર નેતા પર સંકટ, આ CMને વ્હોટ્સએપ કોલમાં માત્ર 4 દિવસમાં જ જાનથી મારી નાખવાની ધમકી મળી

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને લોકોમાં પણ કંઈક અલગ જ ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણા રાજ્યોમાં અલગ અલગ પાબંધી પણ રાખવામાં આવી છે. એવું જ એક રાજ્ય ઉત્તરપ્રદેશ કે જ્યાં પણ ઘણા નિયમો કડક કરવામાં આવ્યા છે. એ વચ્ચે જ ત્યાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જાણવા મળી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકવાર ફરી મારી નાંખવાની ધમકી મળી છે. યૂપી પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ 112ના વ્હોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો આ કોઈ પહેલીવાર નથી કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ ધમકી મળી છે, પરંતુ તેમ છતા પોલીસ સાવધ છે. પોલીસે આ કેસમાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ મેસેજને લઇને કેસ પણ નોંધાવ્યો છે અને નંબરની તપાસ કરીને આરોપીને શોધવામાં લાગી છે. જાણકારી પ્રમાણે 29 એપ્રિલની સાંજે યૂપી પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ 112 વ્હોટ્સએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને સીએમ યોગીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

image source

જો આ મેસેજમાં શું ધમકી આપી હતી એના વિશે વાત કરીએ તો આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે સીએમની પાસે 4 દિવસ બચ્યા છે. આ કારણે આ 4 દિવસમાં તમારું જે કરવું છે કરી લો, 5માં દિવસે સીએમ યોગીને જાનથી મારી દેશે. ધમકી ભર્યો મેસેજ આવ્યા બાદ પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો છે અને બધાને એલર્ટ આપી દેવામા આવ્યું છે. ધમકી જે નંબર પરથી આપવામાં આવી છે તેની તપાસ કરવા માટે સર્વિલાન્સ ટીમને લગાવવામાં આવી છે. શંકાસ્પદની વિરુદ્ધ સુશાંત ગોલ્ફ સિટીમાં કંટ્રોલ રૂમ ડાયન 112ના ઑપરેશન કમાન્ડર અંજુલ કુમાર તરફથી આપવા આવેલી માહિતી પ્રમાણે કેસ નોંધવામાં આવ્યો છે.

image source

આ પહેલાં 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી સીધી દિલ્હી પોલીસ કમિશનરને મોકલવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલના પગલે સમગ્ર તંત્ર દોડતું થયું હતું. દિલ્હી પોલીસ કમિશનરને ઈમેલ પર એક ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો. એક લાઈનના આ મેલમાં 2019નો ઉલ્લેખ કરાયો હતો. આ સાથે જ દિવસ અને મહિના અંગે પણ જણાવવામાં આવ્યું હતુ.

image source

પોલીસનું કહેવું છે કે આ મેલ અસમના કોઈ જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. મેલ મળ્યા બાદ પોલીસ આ અંગે તપાસમાં લાગી હતી. આ ઉપરાંત જૂન 2018માં ગાઝિયાબાદમાં રહેતા એક વ્યક્તિએ ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોળી મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે યુવક વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!