રાજકોટ જિલ્લાના ખેડૂતે એન્જીનીયરને પણ શરમાવે તેવું મીની ટ્રેકટર કર્યું તૈયાર, આ છે તેની ખૂબી

ગામડામાં જેને કોઠા સૂઝ કહેવાય છે તે એવા એવા કારનામા કરે છે જે ભણેલા ગણેલા શિક્ષિત લોકો કરી શકતા નથી. આવી જ કોઠા સૂઝ દર્શાવી છે મોવૈયા ગામના એક ખેડૂતે…

image source

આ ખેડૂતે જે કામ કર્યું છે તેની નોંધ દેશભરમાં લેવાઈ છે. મોવૈયા ગામ આવેલું છે રાજકોટ જિલ્લામાં. અહીં રહેતા અને માત્ર 9 ધોરણ પાસ ખેડૂતે જાતે એક ટ્રેકટર બનાવ્યું છે. જી હાં તમે બરાબર સમજ્યા છો આ ખેડૂતે જાતે એક ટ્રેકટર બનાવ્યું છે.

લોકડાઉનના સમયમાં ભીમજીભાઈ મુંગરા નામના ખેડૂતે વેસ્ટેજ હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી અને એક અનોખું મીની ટ્રેક્ટર બનાવ્યું છે. આ અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવીને તેમણે સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. ભીમજીભાઈ મુંગરાએ 1 મહિનામાં આ અલ્ટ્રા મીની ટ્રેક્ટર તૈયાર કર્યું છે.

image source

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા ગામના ભીમજીભાઈ મુંગરા નામના આ ખેડૂતે પોતાની સૂઝબૂઝથી એક અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેકટરમાં ગીયર બોક્સથી માંડીને એન્જીન પણ જનરેટરનું ફીટ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે તેમણે આ એન્જીન પહેલા પલસર બાઈકમાં ફીટ કરીને બાઈક બનાવ્યું હતું. તેમણે 120ની એવરેજ વાળુ ડીઝલ બાઈક બનાવીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જ્યારે હવે તે બાઈકના આ ડીઝલ એન્જીનને પાણી ઉપાડવા માટેના પંપમાં ફીટ કરીને ખેતીમાં પિયતની સીઝનમાં તેનો ઉપયોગ કરે છે.

image source

આ અલ્ટ્રા મીની ટ્રેક્ટરની વિશેષતાઓની વાત કરીએ તો આ ટ્રેક્ટરને રીક્ષાની જેમ દોરડા વડે સ્ટાર્ટ કરવામાં આવે છે, આ ટ્રેકટર 1 લીટર ડીઝલમાં 10 વીઘાથી વધારે જમીન ખેડી શકે છે, ગેરમાં ફેરાફર કરી ટ્રેક્ટરને રીવર્સ પણ ચલાવી શકાય છે અને તેમાં સ્કૂટરના જૂના ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ટ્રેકટર બનાવી ચર્ચામાં આવેલા ભીમજીભાઈનું કહેવું છે કે જ્યાં સોયનું કામ તલવાર ન કરી શકે તેમ જ્યાં મોટા ટ્રેક્ટર કામ ન કરી શકે ત્યાં આ અલ્ટ્રા મીની ટ્રેક્ટર કામ આવે છે. આ ટ્રેકટર અંગે તેઓ કહે છે કે તેમણે આ ટ્રેકટર વેંચવા માટે નથી બનાવ્યું તેનો ઉપયોગ કરવા બનાવ્યું છે. તેમણે બનાવેલા યંત્રોની પ્રસિદ્ધ એટલી વધી છે કે તેમને ઘણી કંપનીઓમાંથી ઓફર પણ આવે છે પણ તેમને કોઈની નીચે કામ કરવું પસંદ નથી.

image source

તેઓએ પોતાની રીતે આગળ વધવાનું નક્કી કર્યું છે. ભીમજીભાઈને તેના ગામમાં એન્જીનીયર તરીકે જ બધા ઓળખએ છે, આ એક જ યંત્ર નહીં તેમણે નવરાત્રી દરમિયાન ગરબીનો આખો રીવોલ્વીંગ મંડપ તૈયાર કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત