2 વર્ષ પહેલા લીધેલો જમીનનો ટુકડો ખરેખર સાબિત થયો સોનાની લગડી
તેલંગણાના વિકારાબાદ જિલ્લાના સુલ્તાનપુરમાં એક ખેડૂતના હોશકોશ ત્યારે ઉડી ગયા જ્યારે તેના ખેતરમાંથી સોના-ચાંદીના આભૂષણ ભરેલા વાસણ નીકળ્યા. ખેડૂત તેના ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની. ખેડૂતના ખેતરમાંથી અંદાજે 25 અલગ અલગ સોના-ચાંદીના આભૂષણ અને અન્ય કીમતી વાસણ મળી આવ્યા.

આ વસ્તુઓનું વજન અંદાજે 1 કિલો છે. ખેતરમાંથી ખજાનો નીકળ્યાની વાત સુલ્તાનપુરમાં આગની જેમ ફેલાઈ ગઈ અને દૂર દૂરથી લોકો આ વસ્તુઓને જોવા એકત્ર થવા લાગ્યા. ખજાનો જેને મળ્યો છે તે ખેડૂતની ઓળખ મોહમ્મદ સિદ્દીકી તરીકે થઈ છે.

મોહમ્મદ સિદ્દીકીએ જણાવ્યાનુસાર તેણે આ ગામમાં જમીનનો ટુકડો અંદાજે 2 વર્ષ પહેલા ખરીદ્યો હતો. તેવામાં હાલ જ્યારે ચોમાસુ આવનાર છે ત્યારે તેણે વિચાર્યું કે ઘરની સામેની જમીનને સમતલ કરી દેવી જોઈએ જેથી વરસાદ પડે તો ત્યાં પાણી ભરાઈ ન જાય. ત્યારબાદ તેણે ખેતરને સમતલ કરવા માટે જમીન ખોદવાનું શરુ કર્યું. ખેતરમાં આ કામ કરતી વખતે તેને લાગ્યું કે હળ કોઈ વસ્તુમાં ફસાયું છે. તેણે તે વસ્તુ બહાર કાઢી તો જમીનમાં દબાયેલી કીમતી વસ્તુઓ મળી આવી.

આ વાત જોતજોતમાં આખા ગામમાં ફેલાઈ ગઈ. ખેતરમાંથી નીકળેલી વસ્તુઓને જોવામાં માટે મોહમ્મદના ઘરે લોકોના ટોળાં એકઠા થવા લાગ્યા. ખેતરમાંથી નીકળેલા વાસણમાં 25 ઘરેણા છે જેમાં ચેન, વીંટી, પાયલ અને પારંપારિક વાસણનો સમાવેશ થાય છે. આ અંગે સ્થાનિક અધિકારી વિદ્યાસાગર રેડ્ડીએ જણાવ્યું કે ગામનું કોઈ ઐતિહાસિક મહત્વ નથી તેથી અહીં જમીમાંથી કોઈ ખજાનો મળે તે વાત આશ્ચર્યજનક છે. આ મામલે યોગ્ય તારણ સામે આવે તે માટે પુરાતત્વ વિભાગને સુચિત કરવામાં આવ્યું છે.

ખેતરમાંથી કીમતી વસ્તુઓ મળ્યાની જાણ સ્થાનિક તંત્રને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે પણ સ્થળ પર વધુ તપાસ કરી હતી. આ બધી જ વસ્તુઓ સોનીને ચકાસવા માટે આપવામાં આવી છે. આ બધી જ વસ્તુઓ એન્ટીક હોવાથી પુરાતત્વ વિભાગને સોંપવામાં આવી છે. પોલીસે પણ આ ખેતરનું ખોદકામ શરુ કર્યું છે.

લોકડાઉનમાં આ પહેલા ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં પણ આવી ઘટના બની હતી. અહીં બાળકો એક મેદાનમાં રમી રહ્યા હતા ત્યારે અચાનક માટીમાં દબાયેલા માટીના પાત્ર નીકળ્યા જેમાંથી સોના અને ચાંદીના સિક્કા નીકળ્ય હતા. જો કે બાળકોએ આ સિક્કાના ભાગ પાડી લીધા અને ઘરે જતા રહ્યા.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત