જે કામ સરકારી વિભાગ, શોધ સંસ્થાન દાયકાઓમાં પણ ન કરી શકે તે સામાન્ય ખેડૂતે કરી બતાવ્યું
નૈનતાલ મુખ્યાલયની નજીક આવેલા ગામ બસગાંવમાં રહેતા એક ખેડૂતે ઔષધીય છોડના સંરક્ષણ ક્ષેત્રે એવું કામ કરી બતાવ્યું છે જે લાખો રૂપિયા ખર્ચ કરીને પણ સરકારી વિભાગ, એજન્સીઓ કે શોધ સંસ્થાન છેલ્લા દાયકાઓમાં પણ કરી શકી નથી.

સામાન્ય એવા ખેડૂતની આ ઉપલબ્ધિથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન તો સાકાર થશે જ પરંતુ સાથે જ દેશ માટે મોટા પ્રમાણમાં વિદેશી મુદ્રાના રોકાણનું માધ્યમ પણ બની શકે છે.
જનપદ નજીક જ્યોલીકોટ પાસે ગિરજા હર્બલ કલ્યાણ સમિતિ ચલાવતા સંસ્થાના 65 વર્ષીય અધ્યક્ષ પૂરન ચંદોલાએ ઉચ્ચ હિમાલયી ક્ષેત્રોમાં પ્રાકૃતિક રીતે ઉગતી અને લગભગ વિલુપ્ત થઈ ચુકેલી એવી દુર્લભ પ્રજાતિમાં આવતી ઔષધિની પ્રજાતિ સતુઆ જેનું વૈજ્ઞાનિક નામ પેરિસ પાલીંફિલા છે તેને આ ઘાટી ક્ષેત્રમાં ઉગાડી અને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરી ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સાથે જ તેમણે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ આ કામ ન કરી શકી તેવી સરકારી મશીનરીને પણ અરીસો દેખાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે સતુઆને આઈયૂસીએન એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ દ્વારા સંકટ ગ્રસ્ત અને વિલુપ્ત ઔષધીય પ્રજાતિમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તેના સંરક્ષણ કાર્યમાં છેલ્લા કેટલાય દાયકાઓથી સરકાર અને તેના શોધ વિભાગો કાર્યરત છે. અત્યાધુનિક સાધનો સાથે કામ કરતી હોવા છતાં સરકારી સંસ્થાઓ આ કામ કરી શકી નહીં. તેવામાં ચંદોલાએ 7 વર્ષોની અથાગ મહેનત પછી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. વન અનુસંધાન કેન્દ્ર ગાંજાના પ્રભારી મદન સિંહ બિષ્ટ આ કાર્યની સરાહના કરી ચુક્યા છે અને તેમણે જણાવ્યું હતું કે વિભાગીય સ્તર પર આ શોધ કાર્ય કરવામાં આવી રહ્યા છે.

ચંદોલાનું કહેવું છે કે જો સરકાર આ પ્રોત્સાહન હેતુ સહાયતા કરે તો તેનું વૈજ્ઞાનિક રીતે સત્વ કાઢી અને તેનું વેચાણ કરી વિદેશી રોકાણ મેળવી શકાય છે. આ સાથે જ આ કામથી શ્રમિકોને પણ રોજગાર મળશે અને તે પણ સશક્ત બની જશે.
શું છે સતુઆ ?

સતુઆ એવી વનસ્પતિ છે જે ઔષધીય ગુણોથી ભરપુર છે. તેનો ઉપયોગ ઝેરી કીડા, સાપના ડંખ, બળતરા, ખંજવાળ, સાંધાના દુખઆવા. આર્થરાઈટિસ જેવા રોગોમાં દવા તરીકે આયુર્વેદ અને હોમિયોપેથીમાં કરવામાં આવે છે. અનેક શોધમાં એ વાત સાબિત થઈ છે કે સતુઆનો અર્ક કોઈ દવામાં ઉમેરી તેનો ઉપયોગ કરવામાં આવે તો તેની અસરકારકતા વધે છે.

સતુઆ ઉચ્ચ હિમાલયી એટલે કે ઠંડા, ભેજવાળા વિસ્તારોમાં જોવા મળતી ઔષધિ છે. તાઈવાન તેમજ નેપાળ સહિત દેશમાં ઉત્તરાખંડ, મણિપુર તેમજ સિક્કીમમાં તે મળી આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા આધુનિકરણમાં આ ઔષધિ વિલુપ્ત થવાને આરે હતી અને આયુષ મંત્રાલયે આ ઔષધિને વિલુપ્ત અને દુર્લભ શ્રેણીમાં રાખી હતી.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત