Site icon News Gujarat

ખેડૂતો માટે આ મહિલા આશીર્વાદરૂપ સાબિત થઈ, જમીન વિના જ માત્ર પાણીથી ખેતી કરવાની દિશા બતાવી

હાલમાં ટેક્નોલોજી જેટલો જાદુ કરે એટલો ઓછો. કારણ કે હવે તો એવું પણ બને છે કે જે આપણે માનવામાં નથી આવતું. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને સૌ કોઈને નવાઈ લાગી રહી છે. પણ આ તો ટેક્નોલોજીનો જમાનો છે એટલે ચમત્કાર થઈ શકે છે. તો આવો જાણીએ કે એક લેડીએ શું કમાલ કર્યો છે. સામાન્ય રીતે તો વાત કરવામાં આવે તો ખેતી કરવા માટે સૌથી મહત્વની વસ્તુ જમીન છે. પરંતુ શહેરના જલ્પા વોરાએ આધુનિક ટેક્નીકનો ઉપયોગ કરી શાકભાજી ફક્ત પોષણયુક્ત પાણીના ઉપયોગથી ઉગાડવાનું શરૂ કર્યું છે.

image source

વિગતે વાત કરીએ તો ડભોઇ રોડ પરના ફાર્મમાં જંતુનાશકો, દવાઓ કે રસાયણોનો ઉપયોગ થતો નથી. શાકભાજી ઉગાડવા માટે ઇઝરાયેલમાં ઉપયોગમાં લેવાતી હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પધ્ધતિ હાલમાં ચારેબાજુ ચર્ચાઈ રહી છે અને જલ્પા બહેનને બધા વખાણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલમાં ખેતી કરવા પાણી અને જમીનની તંગી હોવાથી લોકોએ ઓછા પાણીએ માટી વગર કરી શકાય તેવી હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ વિકસાવી છે. આ વિશે વાત કરતાં જલ્પા વોરાએ જણાવ્યું હતું કે, મે ઇલેક્ટ્રોનિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. મારા આરોગ્યને સારુ રાખવા માટે અને જંતુનાશક દવાઓથી અને માટીમાં રહેલા કોઇપણ જાતના દુષણની આડઅસરથી બચવા મે આ ટેક્નીક થકી ઘરે જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.

image source

જલ્પા કહે છે કે ઘરે જ શાકભાજી ઉગાડવાના સારા પરિણામ મળતા વડોદરાના આરોગ્ય પ્રત્યે સભાનતા ધરાવતા લોકોને આ ટેકનિકનો લાભ મળવો જોઇએ તેથી મે ફાર્મ શરૂ કર્યું. લોકો આ પદ્ધતિથી કોઇપણ જાતના હાનિકારક જંતુનાશકો, દવાઓ કે રસાયણોના ઉપયોગ વગર શુદ્ધ-લીલા શાકભાજી ઉગાડી શકે છે. આ પદ્ધતિમાં આરઓના પાણી અને જરૂરી પોષક તત્વો પૂરા પાડી સ્ટેન્ડ પર શાકભાજી ઉગાડવામાં આવે છે અને સંપુર્ણ પ્લાન ઓટોમેટીક હોય છે.

image source

મળતી વિગત પ્રમાણે આ ટેક્નીક દ્વારા લોકોને ફાર્મ ફ્રેશ એટલે કે ફાર્મ ટુ ટેબલ નો સિદ્ધાંત અપનાવી ભારત સરકારના ફિટ ઇન્ડિયા અભિયાનને સાકાર કરાયો છે. અર્બન ફાર્મન હેઠળ લોકો ફાર્મનો ભાગ ભાડે રાખી પસંદગીના શાકભાજી પણ ઉગાડી શકે છે. ફાર્મમાં મે લેટ્યુસ, બેસિલ, કેલ અને પાલક જેવા શાકભાજી ઉગાડ્યા છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં સમાચાર આવ્યા હતા કે રાયપુરની ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ખેતી માટે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં ખરાબ થયેલી અને ઉજ્જડ જમીનનો માટીનો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિમાં ફળ-ફૂલ અને શાકભાજી ઉગાડવા માટે માટીની ખૂબ ઓછી આવશ્ક્યતા હોય છે. આ પદ્ધતિમાં રેતી, અનાજનું ભુસું અને લાકડાંનો વહેરનો ઉપયોગ કરીને સારું વાવેતર કરી શકાય છે.

image source

જમીનના અભાવે આ પદ્ધતિનો ઉપયોગ કરીને હવામાં પણ શાકભાજી ઉગાડી શકાય છે. વૈજ્ઞાનિકોએ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને હવામાં ફૂલ, કોબિજ, કોથમીર અને પાલક ઉગાડી છે. પહેલાં આ પદ્ધતિમાં લાકડાંના વહેરનો ઉપયોગ કરવામા આવ્યો હતો પરંતુ, તે મોંઘો પડતાં તેમાં નારિયેળના વહેરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ પદ્ધતિથી વાવેલાં ટામેટાં 15 ફૂટ સુધી પહોંચ્યા છે અને તે વર્ષમાં 10 મહિના સુધી પાક આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version