જાણો ચીનના આ ગામ વિશે, જ્યાં થાય છે સાપની ખેતી, આ સાથે જાણો કેટલા સાપ દર વર્ષે જન્મે છે

આ ગામમાં પ્રતિવર્ષ ૩૦ લાખ સાપ જન્મે છે, જાણીને ચોંકી જશો ચીનના આ ગામમાં થાય છે સાપની ખેતી

image source

સામાન્ય રીતે ચીન પહેલાથી જ વિચિત્ર પ્રકારના રહસ્યોથી ભરેલું છે. જો કે જ્યારથી કોરોના વાયરસ આખાય વિશ્વમાં ફેલાયો છે, ત્યારથી લોકોની નજર ચીન પર રહે છે. ખાસ કરીને એમના ખાવા પીવાના વિચિત્ર પ્રકારના વ્યંજનોની ચર્ચાઓ પણ દુનિયામાં થઇ રહી છે. જો કે આ બધાની વચ્ચે ચીનમાં એક ગામ એવું છે, જ્યાં સાપની ખેતી થાય છે. તમે જે સાંભળ્યું એ જ સત્ય છે આ અજીબો ગરીબ ચીનમાં જિસિકિયાઓ નામનું અજીબો ગરીબ ગામ પણ છે. આ ગામમાં એકથી એક પ્રકારના ઝેરી સાપની ખેતી કરવામાં આવે છે. અહી તમને કિંગ કોબરા, વાઇપર, રૈટલ સ્નેક જેવા દરેક પ્રકારના ઘાતકમાં ઘાતક ઝેરી સાપ આરામથી મળી જશે.

પ્રતિવર્ષ 30 લાખ જેટલા સાપોનો ઉછેર

image source

આ ગામને સ્નેક વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1980થી અહી આ કામ શરુ થયું છે. જે ખેડૂત પહેલા કપાસની ખેતી કરતા હતા એ બધા જ ખેડૂતો હવે અહી સાપની ખેતીમાં લાગી ગયા છે. ગ્લોબલ ટાઇમ્સ દ્વારા પ્રકાશિત એક ખબર મુજબ આ ગામમાં આજે પણ 170 એવા પરિવાર છે, જે પ્રતિવર્ષ 30 લાખ જેટલા સાપોનો ઉછેર કરે છે.

image source

જાણીને આશ્ચર્ય થશે પણ આ ગામ ચીનની 90 ટકા સાપોની જરૂરિયાતને પૂરી કરે છે. કારણ કે અહીના મોર્ડન ચીનમાં આજે પણ ટ્રેડિશનલ ચિકિત્સા માટે સાપનો જ ઉપયોગ થાય. આ જ કારણ છે કે જિસિકિયા ગામમાં આજે મોટા પ્રમાણમાં લોકો સાપનો ઉછેર કરી રહ્યા છે. બિલકુલ એવી જ રીતે, જેવી રીતે આપણે અહિયાં ઘઉં વાવીએ છીએ.

સાપનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવા

image source

આપને જણાવી દઈએ કે આ તમામ પ્રકારના સાપનો ઉપયોગ, સાપની ચામડી અને તેના અન્ય ભાગોમાંથી બનતી દવાઓ અને વિવિધ સામગ્રીઓ માટે થાય છે. જાણીને તમને નવાઈ લાગશે કે અહીના લોકો સાપની ચામડીનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવા માટે કરે છે. સાપની ચામડી દ્વારા સારવાર અંગેની જાણકારી 100 A.D સમયના પુસ્તકોમાંથી મળે છે. ચીનના અનેક લોકો માને છે કે સાપની ચામડી દ્વારા અનેક પ્રકારના ગંભીર રોગોનો ઉપચાર શક્ય બને છે.

લીવર, હદયના દર્દી માટે સાપના ઝેરમાંથી દવા

image source

આ ગામમાં લીવર અને હદયના દર્દીઓ માટે સાપના ઝેરમાંથી દવાઓ બનાવીને આપવામાં આવતી હતી. જો કે અહીના કેટલાક લોકો તો એવો દાવો પણ કરે છે કે સ્પેનિશ ફ્લૂ માટે ચીનમાં સાપના તેલ દ્વારા સારવાર કરતા રોગી ઠીક થઇ જતા હતા. આ જ કારણ છે કે આજે પણ લોકો સાપનું તેલ મોટા પ્રમાણમાં ખરીદીને લઇ જાય છે. જો કે આ દાવાઓ પાછળથી ખોટા પુરવાર થયા હતા અને સામે આવ્યું હતું કે અહી સાપના તેલના નામે નકલી તેલ બનાવીને વેચી દેવામાં આવતું હતું.

પરિપક્વ સાપ કતલખાનામાં જાય છે

image source

સાપ ઉછેરવા માટે સૌથી પહેલા તો સ્નેક ફાર્મમાં લાકડા અને કાચના નાના નાના બોક્સમાં સાપને પાળવામાં છે. જ્યારે સાપના બાળકો મોટા થાય છે, ત્યારે એમને બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે. આ સાપ જ્યારે શિયાળા સુધીમાં પરિપક્વ થઇ જાય છે, એટલે એમને કતલખાનામાં લઇ જઇ અલગ અલગ વિભાગમાં આપી દેવામાં આવે છે. આ કતલખાનામાં જરૂરિયાત અનુસાર કાપકૂપ કરવામાં આવે છે. સૌપ્રથમ તો ઝેરીલા સાપનું ઝેર કાઢવામાં આવે છે અને આમ કર્યા પછી અન્ય ભાગોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

સાપમાંથી બનતી અનેક વસ્તુ લોકો ખાય છે

image source

અહીના લોકો દર વર્ષે જ્યારે વસંત ઋતુમાં સાપ પ્રજનન કરે છે, ત્યારે એમને ઉછેરીને શરદીની સિઝનમાં વેચી દેતા હોય છે. એવું પણ માનવામાં આવે છે કે અહીંથી માત્ર ચીન જ નહિ અમેરિકા, જર્મની અને સાઉથ કોરિયા પણ સાપ ખરીદે છે. ચીનના રેસ્ટોરન્ટમાં તો સુકાઈ ગયેલા સાપની ડિશ ઘણી પ્રખ્યાત છે. જો કે તમને હેરાની થશે કે અહીના લોકો સાપમાંથી બનતી અનેક વસ્તુઓ ખાય છે. જો કે સૂકાયેલા સાપની ડિશ મોંઘા રેસ્ટોરન્ટમાં બેસીને અહીના લોકો મોટી કિંમત ચૂકવીને ખાવાનું પસંદ કરે છે.

યાંગ હોંગચાંગે કરી સાપ ઉછેરની શરૂઆત

image source

આ સાપની ખેતીનો પ્રથમ વિચાર અહીના એક વયોવુદ્ધ યાંગ હોંગચાંગ નામના વ્યક્તિને આવ્યો હતો. જો કે પાછળથી એક એક કરીને ગામના અન્ય લોકો પણ આ વ્યવસાયમાં જોડાયા હતા. જો કે અહીના કેટલાક લોકો તો માત્ર વાઇપર પ્રજાતિના સાપનો જ ઉછેર કરે છે, કારણ કે એ સાપને ઝેર માટે વેચી શકાય છે. તો કેટલાક લોકો એવા સાપોનો ઉછેર કરે છે જેનાથી ચીનના રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ વાનગીઓ બની શકે. તો અહીના કેટલાક લોકો સાપની ચામડી, આંખો, બ્લેડર કે જેનાથી દવાઓ બને છે, આ માટે સાપની બ્રીડિંગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત