FASTagની આ બાબતનું ખાસ રાખજો ધ્યાન, નહિંતો ના વાપરવા પર પણ કપાતા રહેશે પૈસા અને પછી કંઇ નહિં આવે હાથમાં

FASTag ઉપયોગકર્તાએ આ બાબતનું ધ્યાન રાખવું આવશ્યક છે, નહી તો ઉપયોગ નહી કરવા છતાં કપાઈ શકે છે ટોલટેક્સ.

image source

ભારત દેશમાં હવેથી ફાસ્ટેગને ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે ફાસ્ટેગ સંબંધિત કેટલીક એવી બાબતો જેના વિષે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે એટલું જ નહી, જો આપ ફાસ્ટેગની આ બાબતોનું ધ્યાન નહી રાખો તો આપને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

-આપે કાર વેચતા સમયે ફાસ્ટેગને વાહન પરથી હટાવી દો.

image source

-જો આપ ફાસ્ટેગને નહી હટાવો તો વાહન ખરીદનાર વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે.

-ફાસ્ટેગને ટોલ ફ્રી નંબર પરથી પણ નિષ્ક્રિય કરાવી શકો છો.

-ગાડી વેચતા સમયે આપનું જુનું ફાસ્ટેગ હટાવી દો.

ફાસ્ટેગને હવે આખા દેશમાં ફરજીયાત કરી દેવામાં આવ્યું ત્યારે હવે સરકાર ફાસ્ટેગનો ઉપયોગ નહી કરનાર ચાલકો પાસેથી ડબલ ટોલ ટેક્સની વસુલાત કરવા લાગી છે. આની સાથે જ ઘણા બધા પેટીએમથી લઈને અલગ અલગ બેંકો દ્વારા પણ હવે ફાસ્ટેગની સુવિધા આપવામાં આવી રહી છે. આ બધી બાબતો દરમિયાન ફાસ્ટેગ વિષે કેટલીક જાણકારી રાખવી પણ ઘણી આવશ્યક હોય છે. જેની અત્યાર સુધી ધ્યાન આપવામાં આવ્યું હતું નહી. તેમજ જો હજી પણ ધ્યાન નહી આપવામાં આવે તો ફાસ્ટેગ યુઝરને ભવિષ્યમાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

image source

આપે ફાસ્ટેગ ખરીદતા સમયે આપના વોલેટ કે પછી બેંક એકાઉન્ટની સાથે ફાસ્ટેગને લિંક કર્યું છે જેનાથી આપને જયારે ટોલ ટેક્સ ભરવાનો આવે ત્યારે ટેક્સ આપોઆપ કપાઈ જાય છે. એવી પરિસ્થિતિમાં જો આપ કાર અન્ય કોઈ વ્યક્તિને વેચતા સમયે કે પછી એક્સચેન્જ કરતા સમયે જો આપના જુના ફાસ્ટેગને નહી હટાવો તો તે ફાસ્ટેગનો ઉપયોગ કોઇપણ વ્યક્તિ કરી શકે છે અને તેના ટોલ ટેક્સના પૈસા આપના બેંક એકાઉન્ટ માંથી કપાતા રહેશે.

કારની ખરીદી કરનાર વ્યક્તિ ઉપયોગ કરી રહ્યો છે જુના માલિકનું ફાસ્ટેગ.

image source

દિલ્લી નજીક નોએડાના નિવાસી એક વ્યક્તિ દ્વારા આવી ભૂલ કરી બેસે છે. તે સમયે આ વ્યક્તિએ કાર વેચતા સમયે તેણે પોતાની કાર પરથી ફાસ્ટેગ સ્ટીકરને દુર કર્યું નહી અને નવાઈની વાત એ છે કે, જે વ્યક્તિને આ કાર વેચી દીધી હતી તે વ્યક્તિનો નંબર પણ તે વ્યક્તિ પાસે હતો નહી. એટલા માટે કાર ખરીદનાર વ્યક્તિ કારના જુના માલિકના ફાસ્ટેગનો ઉપયોગ કરતા રહે છે અને કાર વેચનાર વ્યક્તિના એકાઉન્ટ માંથી સતત પૈસા કપાતા રહ્યા છે.

image source

પરંતુ જયારે કાર વેચનાર વ્યક્તિ દ્વારા ફાસ્ટેગને ડીએક્ટીવેટ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવે છે ત્યારે તે વ્યક્તિને ખબર પડે છે કે, તેની પાસે તો તેના દ્વારા લેવામાં આવેલ ફાસ્ટેગનો સિરિયલ નંબર હોવો ખુબ જ જરૂરી છે, નહી તો ફાસ્ટેગને ડીએક્ટીવેટ થઈ શકે નહી. એટલા માટે આપની પાસે જેટલી પણ કાર છે તેના ફાસ્ટેગ હોય તો આપની પાસે તેના સિરિયલ નંબરનો રેકોર્ડ પણ રાખવો જરૂરી છે.

ટોલ ફ્રી નંબરથી ફાસ્ટેગ ડીએક્ટીવેટ કરી શકો છો.

image source

જો આપ પોતાની કારને વેચી રહ્યા છો તો આપના માટે હિતાવહ રહેશે કે, આપ આપની કાર પરથી આપનું જુનું ફાસ્ટેગ હટાવી દો. તેમ છતાં પણ જો કોઈ કારણસર આપની ગાડી પર ફાસ્ટેગ રહી જાય છે તો આપે આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ફાસ્ટેગના ટોલ ફ્રી નંબર ૧૮૦૦- ૧૨૦- ૪૨૧૦ પર કોલ કરવાનો રહેશે અને આપે જેની પાસેથી ફાસ્ટેગ એક્ટીવેટ કરાવ્યું છે ત્યાંથી જ આપના મોબાઈલ નંબર પર એક લિંક આવશે જ્યાં આપને પોતાની ગાડીનો રજીસ્ટ્રેશન નંબર, ફાસ્ટેગનો સિરિયલ નંબર નાંખવો જરૂરી રહેશે ત્યાર બાદ જ આપ પોતાના જુના ફાસ્ટેગને ડીએક્ટીવેટ કરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!