હરિયાણાના કૈથલની ઘટના, પોલીસ ઈંસ્પેકસ્ટરએ 2 દિકરાને સર્વિસ રિવોલ્વરથી મારી દીધી ગોળી, બંનેના મોત, જાણો કારણ

કૈથલ હરિયાણાનું મહાભારત સમયનું ઐતિહાસિક શહેર છે. તેની સરહદ કરનાલ, કુરુક્ષેત્ર અને પંજાબના પટિયાલા જિલ્લા સાથે જોડાયેલી છે.

પુરાણો અનુસાર આ શહેરની સ્થાપના યુધિષ્ઠિરએ કરી હતી. આ ઉપરાંત તેને વાનર રાજ હનુમાનનું જન્મ સ્થળ પણ માનવામાં આવે છે. આવી પવિત્ર અને ઐતિહાસિક જગ્યાએ એવી ઘટના બની છે જેને સાંભળી તમને પણ અરેરાટી થઈ જશે.

image source

જિલ્લાની પોલીસ લાઈનમાં ઈંસ્પેક્ટરના પદ પર તૈનાત સતવીર નામના એક અધિકારીએ પોતાના 2 દિકરાને સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી દીધી છે. જેમાં એક દીકરાનું મોત ઘટનાસ્થળે અને એકનું મોત હોસ્પિટલમાં થયું હતું. આ ઘટનામાં તેની પુત્રવધૂ પણ ઘાયલ થઈ છે જેની સારવાર ચાલી રહી છે.

જે દિવસે આ ઘટના બની ત્યારે ઈંસ્પેટરની પોતાના દીકરાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ વાત પછી પિતા એટલા ઉગ્ર થઈ ગયા કે તેણે પોતાની રિવોલ્વર કાઢી અને બંને દીકરાને મારી દીધા. પતિને બચાવવા આડી પડેલી પત્નીઓ પર પણ આ વ્યક્તિએ હુમલો કર્યો અને તેઓ પણ ઘાયલ થઈ ગઈ. પરંતુ તેઓ પોતાનો જીવ બચાવવા અગાસીમાંથી નીચે કુદી ગઈ. હાલ તેમની સારવાર રોહતકમાં ચાલી રહી છે.

આ ઘટના ઘરેલું કંકાશના કારણે બની હોવાનું અનુમાન છે. પરંતુ પોલીસની તપાસ હાલ આ અંગે ચાલી રહી છે જ્યારબાદ જ કોઈ ચોક્કસ કારણ પ્રકાશમાં આવી શકે છે.