હેપી ફાધર્સ ડે, માંની મમતા, જ્યારે પિતાની ‘ક્ષમતા’ અગણિત, શું તમે જાણો છો કેમ ફાધર્સ ડે મનાવવામાં આવે છે?

ફાધર્સ ડે 2020: જાણો પિતાને સમર્પિત આ સ્પેશ્યલ દિવસનું મહત્વ અને ઈતિહાસ

image source

એવું કહેવાય છે કે જેના માથા પર માતા અને પિતાનો છાયો હોય, એવા લોકો નસીબદાર હોય છે. કારણ કે માતા અને પિતા ન હોવાનું દુઃખ એ લોકો જ સમજી શકે છે, જે લોકો આ સુખથી વંચિત હોય છે. જે રીતે માતાના સન્માન માટે આખી દુનિયામાં મધર્સ ડે એટલે કે માતાના સન્માન માટે દિવસ ઉજવવામાં આવે છે, એવી જ રીતે પિતાના સન્માનમાં પણ ફાધર્સ ડે એટલે કે પિતૃ દિવસ ઉજવવામાં આવે છે.

image source

વિશ્વ ના અનેક દેશોમાં અલગ અલગ તારીખે આ દિવસ ઉજવવામાં આવે છે. એવા સમયે ભારત સાથે જ અનેક દેશોમાં જુન મહિનાના ચોથા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. આ વખતે ૨૧ જુન એટલે કે આજે ફાધર્સ ડે છે. આ દિવસે લોકો પોતાના પિતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માન પ્રકટ કરે છે અને ઉત્સવ મનાવે છે.

પિતા સાથે મળીને ઉજવણી

image source

આ દિવસે અનેક બાળકો, કિશોર અને યુવાન એમના પિતા જોડે કેક પણ કપાવે છે, અથવા આજના દિવસે પિતાને ઉપહાર પણ આપે છે. આ પ્રકારની ઘણી એવું વસ્તુઓ છે, જે પિતાને પસંદ હોય છે એવી ઉજવણી દ્વારા ખાનપાન અથવા ઉત્સવ મનાવીને આ દિવસને ખાસ બનાવવામાં આવે છે. ત્યાં જ બીજી બાજુ ઘણા બધા લોકો આ દિવસે પિતા સાથે ફરવા જાય છે. જો કે આ વખતે કોરોનાના કારણે એવું થઇ શકે નહિ અથવા ઘરમાં રહેવું જ સુરક્ષિત રહે છે.

આપણા જીવનમાં પિતાનું મહત્વ

image source

માની જેમ જ આપણા જીવનમાં પિતાનું મહત્વ પણ ઘણું મહત્વનું હોય છે. મા ભલે આપણને જન્મ આપે છે પણ આપણું પાલન પોષણ પિતા જ કરે છે. ભલે ને ઉપરથી આકરા દેખાવાનો પિતા પ્રયત્ન કરતા રહેતા હોય પણ અંદરથી એ સંતાન પ્રત્યે અન્યંત કોમળ હોય છે. કદાચ એટલે જ પિતાના પ્રેમને દર્શાવવા માટે નારીયેલનું ઉદાહરણ આપવામાં આવે છે. પિતા આપણા ભવિષ્યને સજાવવા માટે એમના પોતાનાં સપના અને ઈચ્છાઓને ભૂલી જઈને પણ સંતાનની ખુશીઓ માટે કાઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. જો કે ગમે તેટલું લખી લઈએ પિતાના મહત્વને શબ્દોમાં વર્ણવી શકવું અશક્ય છે.

ફાધર્સ ડે પાછળનો ઈતિહાસ

image source

શું તમે જાણો છો કે આ દિવસ મનાવવાની શરૂઆત અમેરિકામાંથી થઇ હતી. આ દિવસને મનાવવાની પ્રેરણા 1909માં મધર્સ ડે પરથી મળી હતી. વોશિંગટનના સ્પોકેન શહેરમાં સોનોરા ડોડે પોતાના પિતાની યાદમાં આ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. વર્ષ 1909માં વોશિંગ્ટન ના સ્પોકેનના ઓલ્ડ સેન્ટેનરી પ્રેસ્બિટેરીયન ચર્ચમાં જ્યારે મધર્સ ડે પર ઉપદેશ આપવામાં આવી રહ્યો હતો, ત્યારે એમણે કહ્યું હતું કે જેમ મધર્સ ડે ઉજવવામાં આવે છે એ જ રીતે પિતાના સન્માન માટે ફાધર્સ ડેની ઉજવણી પણ થવી જ જોઈએ.

અમેરિકાના અનેક રાષ્ટ્રપતિ સામેલ

image source

વર્ષ 1916માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને ફાધર્સ ડે મનાવવાના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. તો બીજી તરફ 1924માં તત્કાલીન રાષ્ટ્રપતિ કૈલ્વીન કુલિજે આને રાષ્ટ્રીય ઉત્સવ તરીકે માન્યતા આપી હતી. જો કે વર્ષ 1966માં એ સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ લિંડન જોનસને પહેલી વાર આ ખાસ દિવસને દર વર્ષના જુન મહિનામાં આવતા ત્રીજા રવિવારે આ દિવસ ઉજવવાનો નિર્ણય લીધો હતો.

જો કે અન્ય એક કથા આવી પણ છે

image source

ફાધર્સ ડેને વિશ્વના અનેક દેશોમાં અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસની સામાન્ય ધારણાઓથી વિરોધી વિચારધારા મુજબ એમ પણ કહેવાય છે કે પશ્ચિમી વર્જીનિયાના ફેયરમોંટમાં ૧૯ જુન ૧૯૧૦ના દિવસે ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. એનાથી પહેલા છ ડીસેમ્બર 1907માં મોનોગાહ, પશ્ચિમી વર્જીનિયામાં એક ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 210 પિતાઓના સન્માનમાં પિતાઓને અર્પણ કરવા આ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પહેલો ફાધર્સ ડે ચર્ચ આજે પણ સેન્ટ્રલ યુનાઈટેડ મેથોડીસ્ટ ચર્ચના નામથી ફેયરમોંટ આજે પણ હયાત છે.

image source

જો કે હાલમાં કોરોનાને જોતા હાલમાં ફાધર્સ ડે ઘરમાં રહીને જ સુરક્ષિત રીતે માનવો એવી શુભેચ્છા સહ, પિતૃ દિવસની અઢળક શુભકામનાઓ.

Source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત