તમારી ફેવરીટ લારીમાંથી પણ મંગાવી શકશો ફૂડ, જાણો ક્યાં-ક્યાં શહેરમાં શરૂ થશે આ સુવિધા અને કઇ છે કંપની

વર્તમાન સમયમાં ઓનલાઈન ફૂડ મંગાવવાનો ક્રેજ વધ્યો છે. પરંતુ તેમા ફક્ત જાણીતી હોટલનો જ સમાવેશ થાય છે. કોઈ લારી પર વેંચતા ફૂડનો સમાવેશ થતો નથી. ઘણા લોકોને લારીની પાણી પુરી કે સમોસા ફેવરીટ હોય છે પરંતુ તે ઓનલાઈન મળી શકતા નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. શહરી વિકાસ મંત્રાલયે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરનાર કંપની Swiggy સાથે હાથ મેળવ્યો છે. જલ્દી જ દિલ્હી, અમદાવાદ, ચેન્નઈ, ઈન્દોર અને વારાણસી જેવા શહેરોમાં લોકો શેરીના નાકા પર મળનાર પાણીપુરી, ખોમચાની ચાટ અને મોંઢામાં પાણી લાવનાર સ્ટ્રીટ ફૂડની મજા લઈ શકશે. હવે આ વ્યંજનોનો ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર કરી આનંદ લઈ શકશો. આ પાંચ શહેરોમાં પાયલટ પરિયોજના તરીકે શરૂ કરવામાં આવી છે. જ્યાં 250 સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને કંપનીના મંચ સાથે જોડવામાં આવ્યા છે. સફળ રહેવા પર પરિયોજનાને દેશ અને શહેરોમાં લાગુ કરવામાં આવશે.

હજારો ઓનલાઈન ગ્રાહકો સુધી પહોંચ બનાવી શકાશે

image source

મંત્રાલયના અધિકારીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (PM સ્વનિધિ) યોજના હેઠળ ઉઠાવવામાં આવેલ આ પગલાથી ખોમચાવાળા હજારો ઓનલાઈન ગ્રાહકો સુધી પહોંચ બનાવવા અને પોતાના ધંધાને આગળ વધારવામાં મદદ મળશે. અધિકારીએ કહ્યુ કે, તેના મંત્રાલય નગર નિગમ, ભારતીય ખાદ્ય સુરક્ષા અને સંરક્ષા જોગવાઈ (FSSAI), Swiggy અને GST અધિકારીઓને સામેલ કરી સમન્વય કરશે. જેથી આ પહેલ માટે જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.

આ લોનનો લાભ મળશે

image source

પીએમ સ્વાનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર, 10 હજાર સુધીના વર્કિંગ કેપિટલ લોનનો લાભ ઉઠાવી શકે છે. જેને એક વર્ષની અંદર માસિક હપ્તામાં ચૂકવી શકાય છે.

આ નિયમોનું કરવું પડશે પાલન

image source

મંત્રાલયના સંયુક્ત સચિવ સંજય કુમાર અને Swiggy ના મુખ્ય નાણાકિય અધિકારી રાહુલ બોહરાએ વેબિનારના માધ્યમથી તેના માટે મંજૂરીપત્ર પર સહી કરી છે. નિવેદન પ્રમાણે અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, ઈન્દોર અને વારાણસીના નિયમ આયુક્ત પણ વીડિયો કોન્ફ્રેંસિંગના માધ્યમથી સામેલ થયા છે. અધિકારીએ જણાવ્યુ કે, સ્ટ્રીટ વેન્ડર્સને પેન અને FSSAI નોંધણી, ટેકનીકી / ભાગીદાર એપ્લિકેશન વપરાશ, મેનૂ ડિજિટાઇઝેશન અને મૂલ્ય નિર્ધારણ, સ્વચ્છતા અને પેકેજિંગ શ્રેષ્ઠ પ્રયાસો સાથે તાલીમ મદદ કરશે.

મોટાભાગના રેસ્ટોરન્ટ બંધ

image source

કોરોના વાઈરસને લીધે મોટાભાગના રેસ્ટોરન્ટ બંધ છે. તેમ છતાં દેશમાં ઘરે ઓનલાઈન ફૂડ મગાવવાનો ટ્રેન્ડ તેજીથી વધ્યો છે. ઘર પર ફૂડ મગાવવા માટે ક્લાઉડ કિચનને સૌથી વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. ક્લાઉડ કિચન એવું બિઝનેસ મોડલ છે. જ્યાં કોમર્શિયલ કુકિંગની સારી સુવિધાઓ હોય છે. પરંતુ ત્યાં બેસી ભોજનની સુવિધા હોતી નથી. ઓનલાઇન ઓર્ડર કરેલુ ફૂડ ડિલિવર થાય છે.

આ માર્કેટની સાઈઝ રૂ. 15 હજાર કરોડ થઈ જશે

image source

રેડસીર મેનેજમેન્ટ કન્સલ્ટિંગ મુજબ, 2024 સુધીમાં આ માર્કેટની સાઈઝ રૂ. 15 હજાર કરોડ થઈ જશે. 2019માં આ માર્કેટની સાઈઝ રૂ. 3 હજાર કરોડ હતી. કંપનીઓ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં 21 ટકા લોકોએ જણાવ્યું હતું કે, લોકડાઉન થયા પછી, તેઓને લાગ્યું હતું કે, તેમનો ઓનલાઈન ઓર્ડર વધશે. બેન ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ એન્ડ રિટેલ પ્રેક્ટિસના હેડ જયદીપ ભટ્ટાચાર્યે જણાવ્યુ હતુ કે, કોરોનાને લીધે બિનજરૂરી આઉટડોર ગતિવિધિઓ ઘટશે. જેથી ક્લાઉડ કિચનની માગ વધશે. લોકડાઉન પહેલા આ ટ્રેન્ડ વધ્યો હતો. પરંતુ કોરોના બાદ આ તેજી સ્થાયી બનશે. બોસલ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના એમડી રચિત માથુર આ ટ્રેન્ડ પર જણાવે છે કે, નાના મેન્યુ અને ફૂડ કિટથી માર્કેટમાં આ બિઝનેસ સુરક્ષિત થશે.

ઓનલાઈન ઓર્ડર વેલ્યુ 50થી 60% વધી

image source

રેબેલ ફૂડ ઈન્ડિયા બિઝનેસ હેડ રાઘવ જોષીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનની જાહેરાત બાદ ઓનલાઈન ફૂડ ઓર્ડર વેલ્યુ 50થી 60 ટકા વધ્યુ છે. જેનુ મુખ્ય કારણ લોકો ઘરમાં જ છે. તેથી સંપૂર્ણ પરિવાર માટે ફૂડ ઓર્ડર કરે છે. જોષી જણાવે છે કે, જો માત્ર ઓનલાઈન જ ફૂડ ઓર્ડર કરે તો તે અમારા પક્ષમાં રહેશે.

દર મિનીટે 95 બિરયાનીના ઓર્ડર

image source

ભારતીયોમાં ઓનલાઈન ફૂડ ખાવા (online food) નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે ઓનલાઈન ફૂડ ડિલીવર કરતી કંપની સ્વીગી (swiggy) ના એપ પરથી ભારતીય દર મિનીટે 95 બિરયાની ઓર્ડર કરે છે. ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વીગીએ હાલમાં જ આ સરવે શેર કર્યો છે. દર મિનીટે 95 બિરયાની (Biryani) ના ઓર્ડર પરની સ્પીડથી સરક્યુલેશનના હિસાબ લગાવીએ તો મતલબ એ થયો કે, દર સેકન્ડે 1.6 બિરયાનીના ઓર્ડર મળે છે. ભારતીયોની ફૂડ ઓર્ડિંગની આદત પર કંપનીની ચોથી વાર્ષિક સ્ટેટિકિ્સ રિપોર્ટ અનુસાર, પહેલીવાર સ્વીગી ડાઉનલોડ કરીને ઉપયોગ કરનાર યુઝર આ એપના માધ્યમથી પહેલા ઓર્ડરમાં પણ બિરયાની જ મંગાવે છે.