બોલિવૂડનેા આ વિલનોએ એટલી બધી ફી વસુલી છે કે, આંકડો જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

આ છે બૉલીવુડ ફિલ્મોના એ વિલન જે હીરો કરતા પણ વધારે ફી લે છે.

image source

દરેક ફિલ્મમાં હીરો અને વિલન બન્નેનો રોલ ખૂબ જ મહત્વનો હોય છે. વાત કરીએ વિલનની તો બૉલીવુડ ફિલ્મોમાં વિલનનો રોલ કરનાર અભિનેતાઓને રિયલ લાઈફમાં પણ લોકો વિલન જ સમજી બેસે છે.સ્વાભાવિક વાત છે કે ફિલ્મમાં હીરો કરતા આ વિલનને ઓછી ફી મળે છે. પણ આ વિલનના રોલ કરનાર અભિનેતામાંથી અમુક એવા પણ છે જે ફક્ત વિલન બની ને પ્રચલિત થયા એટલું જ નથી પણ કમાણીની બાબતમાં પણ બોલીવુડના હીરોની આગળ છે.

તો ચાલો જાણી લઈએ એવા વિલન વિશે જે ફી લેવાની બાબતમાં હીરોને પણ પાછળ છોડી દે એમ છે.

1.મનોજ વાજપેયી.

image source

મનોજ વાજપેયી અત્યાર સુધી ગેંગ ઓફ વાસેપુર અને બાગી 2 માં વિલનનો રોલ કરી ચુક્યા છે. અને આ બંને ફિલ્મો મા વિલનના રોલ માટે મનોજ વાજપેયીએ 1.5 કરોડ રૂપિયા ફી માં લીધા હતા. મનોજ વાજપેયીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆતમાં સત્યા ફિલ્મમાં પણ વિલનનો રોલ કર્યો હતો.

2. સોનુ સુદ.

image source

સોનુ સુદ એકમાત્ર એવા વિલન છે જેમને ઘણી બધી છોકરીઓ પસંદ કરે છે. સોનુ સુદની બોડી અને દેખાવની ઘણી ચર્ચાઓ થાય છે.સોનુ સુદે દબંગ જેવી ફિલ્મમાં વિલનનો રોલ કર્યો હતો અને સોનુ વિલનનો રોલ કરવા માટે 2 કરોડ રૂપિયા ફી તરીકે લે છે.

3 પ્રકાશ રાજ.

image source

જો તમે બોલીવુડની ફિલ્મોમાં રસ ધરાવતા હશો તો તમે દર બીજી ફિલ્મમાં વિલન તરીકે પ્રકાશ રાજને જોયા જ હશે. એ સિવાય પ્રકાશ રાજ સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળે છે. પ્રકાશ રાજ વિલન તરીકેનો રોલ કરવા માટે આશરે 3 કરોડ રૂપિયા જેટલી ફી લે છે. પ્રકાશ રાજ ફિલ્મમાં એમના કામ પ્રમાણે ફી ચાર્જ કરે છે

4 અક્ષય કુમાર

image source

અને હવે વાત કરીએ સૌથી મોંઘા વિલન અક્ષય કુમારની.થોડા સમય પહેલા જ રજનીકાંતની ફિલ્મ 2.0માં અક્ષય કુમારે વિલનનો રોલ નિભાવ્યો હતો. આ પહેલા એ અજનબી ફિલ્મમાં પણ વિલનનો રોલ કરી ચુક્યા છે. અને અક્ષયે આ વિલનના રોલ માટે 50 કરોડ ફી તરીકે વસુલ્યા છે.

5. સૈફ અલી ખાન

image source

સૈફ અલી ખાનને તો તમે લગભગ હીરો તરીકે જ ફિલ્મોમાં જોયા હશે. પણ થોડા સમય પહેલા આવેલી ફિલ્મ તાનહાજીમાં સૈફ અલી ખાને વિલનનું પાત્ર નિભાવ્યું હતું અને એ માટે સૈફ અલી ખાને ફી પેટે 25 કરોડ રૂપિયા લીધા હતા. સૈફ અલી ખાને ઓમકારા ફિલ્મમાં પણ વિલનનો રોલ કર્યો હતો.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત