જાણો એક મહિલા પાઇલોટ વિષે જે પ્રશાંત મહાસાગર ઉપરથી અચાનક વિમાન સાથે જ થઇ ગઈ હતી ગાયબ, ક્યાં છે હજુ સુધી છે રહસ્ય

દુનિયાભરમાં અનેક એવી વિમાન દુર્ઘટનાઓ ઘટી છે જેનું રહસ્ય અને ભેદ આજના આધુનિક યુગમાં પણ અકબંધ છે. આવી જ એક વિમાની દુર્ઘટના આજથી 83 વર્ષ પહેલા ઘટી હતી અને તેના રહસ્ય પર આજદિન સુધી પડદો પડેલો છે.

image source

આ ઘટનામાં એક મહિલા પાયલોટ જેની ગણના સૌથી સારા પાઈલોટો પૈકી થતી હતી તે અચાનક જ આકાશમાં ગુમ થઇ ગઈ હતી અને તે ક્યાં ગઈ તેનો કોઈ અતોપતો ક્યારેય ન મળી શક્યો. આ ઘટનાને સુધી રહસ્યમયી અને વણઉકેલાયેલી વિમાન દુર્ઘટનાઓ પૈકી એક ગણવામાં આવે છે.

આ મહિલા પાઇલોટનું નામ એમિલીયા મેરી એયરહાર્ટ હતું અને તેને એ સમયના સૌથી નિષ્ણાંત મહિલા પાઇલોટ પૈકી એક ગણાતી અને તેનું એક કારણ એ પણ હતું કે તેણે 20 મે 1932 ના દિવસે વિમાન દ્વારા એટલાન્ટિક મહાસાગરને પાર કરવાનું સફળ સાહસ કરી દેખાડ્યું હતું અને આ સાહસ કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ બની હતી. એટલું જ નહિ તેને આ માટે અમેરિકાનું કવીન ઓફ ધ યરનું બહુમાન પણ મળ્યું હતું.

image source

જો કે એમિલીયા મેરી માટે એટલાન્ટિક મહાસાગર ઉપર વિમાન ઉડાડી તેને પાર કરવું જ લક્ષ્ય નહોતું પરંતુ તેણે એ સિવાય પણ એવા અન્ય સાહસ કરી દેખાડ્યા હતા. 11 જાન્યુઆરી 1935 માં તેણે વિમાન દ્વારા પેસિફિક મહાસાગરને પણ પાર કરી દેખાડ્યો હતો અને આ સાહસ કરનારી તે પ્રથમ મહિલા પાઇલોટ પણ બની હતી. એ ઉપરાંત તે મેક્સિકો સીટીથી નેવાર્ક સુધીનું અંતર વિમાન દ્વારા પાર કરનારી પ્રથમ મહિલા પાઇલોટનું સૌભાગ્ય પણ એમિલીયા મેરીને મળ્યું હતું. એ સિવાય વિમાન દ્વારા આકાશમાં 18415 ફૂટની ઊંચાઈએ પહોંચવાનું કાર્ય પણ તેણે કરી બતાવ્યું હતું.

image source

એમિલીયાને મેરીને વિમાન ઉડાડવાનો શોખ એટલો ખાસ હતો કે તેણે પોતાના માટે એક સેકન્ડ હેન્ડ વિમાન પણ ખરીદ્યું હતું અને તેના દ્વારા જ તે ટ્રેનિંગ પણ કરતી હતી. તેણે પોતાના બે સીટ વાળા વિમાનનું નામ કેનરી રાખ્યું હતું અને આ વિમાન દ્વારા જ તેણે સૌપ્રથમ આકાશમાં 14000 ફૂટની ઊંચાઈએ વિમાન ઉડાડી ઇતિહાસ રચ્યો હતો.

image source

2 જુલાઈ 1937 એમેલિયા મેરિની જિંદગીનો અંતિમ દિવસ બન્યો. કારણ કે તે દિવસે એક વિમાન ઉડાડતા સમયે તે પ્રશાંત મહાસાગર ઉપર હોવલેન્ડ ટાપુ પાસેથી વિમાન સહીત ગાયબ થઇ ગઈ હતી. અમરિકન સરકારે તેને શોધવાના ઘણા પ્રયાસો કર્યા. શોધખોળ અભિયાન અંતર્ગત લગભગ અઢી લાખ માઈલની દરિયાઈ સીમમાં પણ તપાસ કરવામાં આવી પરંતુ એમિલીયા મેરી કે તેના વિમાનની કોઈ ભાળ ન મળી. અંતે 5 જાન્યુઆરી 1939 ના દિવસે એમિલીયા મેરીને મૃત માની લેવામાં આવી. પરંતુ આજદિન સુધી હજુ પણ એ રહસ્ય અકબંધ છે કે આખરે એમિલીયા મેરી અને તેનું વિમાન ક્યાં ગાયબ થઇ ગયા ?

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત