જલદી જાણી લો તહેવારોમાં ST Busને લઇને શું આવ્યા મહત્વના સમાચાર, ઇગ્નોર કર્યા વગર જાણી લેજો નહિં તો…

કોરોના વાયરસની મહામારીમાં કોઈ જ ઘટાડો નથી થયો. પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ સતત આગળ વધી રહ્યો છે. મહામારી વધારે ફેલાય નહીં તે માટે મહામારીની શરૂઆતમા કેન્દ્ર સરકાર દ્વારા આખાએ દેશને લોકડાઉન હેઠળ લાવી દેવામા આવ્યો હતો જે હેઠળ રેલ્વે સેવાઓ, હવાઈ સેવાઓ તેમજ માર્ગ સેવાઓ પણ બંધ કરી દેવામા આવી હતી. પણ હવે જ્યારે મહામારી અટકવાના કોઈ જ આસાર નથી જોવા મળ્યા ત્યારે ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે જેથી કરીને દેશના ધંધાપાણી ફરી પાછા પાટા પર ચડી શકે, અને થોડાક મહિનાથી તબક્કાવાર ધીમે ધીમે ખાનગી તેમજ જાહેર સેવાઓ શરૂ કરવામા આવી રહી છે.

image source

લોકડાઉન દરમિયાન રાજ્યની એસટી બસ સેવાઓ પણ બંધ કરવામા આવી હતી. અને અનલોકની પ્રક્રિયામા ધીમે ધીમે તેને પુનઃ શરૂ કરવામા આવી છે. અને પહેલાની સરખામણીએ ઓછી બસો માર્ગ પર મુકવામા આવી હતી પણ હવે જ્યારે તહેવારોની સિઝન આવી ગઈ છે ત્યારે રાજ્ય માર્ગ પરિવહન વિભાગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે આજથી અમદાવદમાંથી ઉપડતી એસટી બસોની સંખ્યામાં વધારો કર્યો છે. અને હવે અમદાવાદથી બીજી 40 બસો દોડાવવાનુ નક્કી કર્યું છે. તે ઉપરાંત બીજી 15 જેટલી વોલ્વો બસ પણ શરૂ કવરામા આવશે.

image source

નવરાત્રી પૂરી થઈ ગઈ છે અને હવે દિવાળીનો તહેવાર આવી જ પહોંચ્યો છે તેમ કહી શકાય. માટે લોકોને ઓછી બસના કારણે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે 40 એસટી બસોનો વધારો કરવામા આવ્યો છે જેથી કરીને લોકોને બસો મળી રહે. આ સાથે જ 15 એસટી વોલ્વો બસો પણ દોડાવવામાં આવશે.

image source

એસટી બસો દ્વારા આ નિર્ણય મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈને લેવામા આવ્યો છે. આ બસો અમદાવાદથી કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત તરફ દોડશે. આ બસોમાં 13 એસી બસોને મોરબી, ઉના, ડીસા તેમજ દાહોદ તરફ દોડાવવામાં આવશે. જ્યારે 6 એસી સ્લીપર બસો અમદાવાદથી,પાટણ તેમજ સુરત માટે શરૂ કવરામા આવી છે.

image source

તહેવારોને લઈને ગુજરાત સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. અને તે ગાઇડલાઇનને ફોલો કરતાં જ આ વર્ષે ગુજરાતના લોકો રાસગરબાનું આયોજન નથી કરી શક્યા. જો કે લોકોની આસ્થાનું માન રાખતા સરકારે માતાજીના ઘટસ્થાપનની મંજુરી આપવામાં આવી હતી.

image source

આમ આ વર્ષની નવરાત્રિ કોરોના મહામારીના કારણે ઐતિહાસિક બની ગઈ છે કે ક્યાય પણ લોકો ગરબા ગાઈ ન શક્યા. દિવાળી માટે પણ સરકાર દ્વારા ગાઇડલાઇન્સ બહાર પાડવામા આવી છે. જે પ્રમાણે જાહેરમાં દિવાળીની ઉજવણી ન કરવી, ટોળાઓએ એક જગ્યાએ ભેગું ન થવું વિગેરે નિયમોનું પાલન કરવાનું કેહવામા આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત