ફિલ્મ દૃશ્યમ જેવી ઘટના, એક ડોક્ટરે યુવતીની હત્યા કરીને એવું કર્યું કે ભલભલા લોકો ચોંકી જશે, કોઈને શક ન ગયો!

આ ઘટના સતનામાં પંથક્ની છે. અહી ફિલ્મી સ્ટાઈલથી હત્યાની એક ઘટના સામે આવી છે. અહી એક દાતના ડૉક્ટર ડેન્ટીસ્ટે તેની આસિસ્ટેંટની હત્યા કરી નાંખવાની વાત સામે આવી છે. ડેન્ટીસ્ટે તેની આસિસ્ટેટની હત્યા કર્યા બાદ બોડીને ક્લિનિક પાસે જ દફનાવી દીધી હતી. આ બાદ આ ચાલાક ડૉક્ટરે કોઈ વ્યક્તિને શક ન જાય તે માટે યુક્તિથી કામ લીધું અને તેની ઉપર કુતરાને દફનાવી દીધો હતો. વાત તો માત્ર અહી સુધી જ સિમીત ન હતી, આ ડૉક્ટર યુવતીના માતા-પિતાને પણ સતત ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. તે કહેતો કે તેમની દિકરીની નોકરી બીજે લાગી છે. તે થોડા સમયમાં પરત ફરશે. પણ કોઈ પરત ફર્યું નહી અને સમય જતા 1લી ફેબ્રુઆરીના રોજ દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ દાખલ કરી.

image source

ત્યારબાદની ઘટના વિશે જો વાત કરીએ તો આ પછી પોલીસે યુવતીના મોબાઇલ ફોન અંગે કોલલોગને લગતી વિગતો શોધી. આ મળતી માહિતી મુજબ માલુમ પડ્યું હતુ કે તેનું લોકેશન ક્લિનિક પાસે જ છે એટલે કે આ યુવતીને ક્લિનિક પાસે જ દફનાવી દીધી હતી. નોધાયેલ કેસની વિગતો મુજબ, 14 ડિસેમ્બર,2020ના રોજ આ યુવતી લાપતા થઈ હતી. પરિવારે દિકરીનો ફોન કર્યો હોવાનુ સામે આવ્યુ, પરંતુ તે સમયે કોલ ન લાગ્યો હતો. આ બાબતે જ્યારે ડોક્ટરને પૂછપરછ કરવામા આવ્યુ ત્યારે તેણે કહ્યું કે તમારી દિકરીની નોકરી લાગી ગઈ છે પરંતુ આ નોકરી ક્યાં લાગી છે તે અંગે કઇ પણ જાણકારી આપી નહીં. ડૉક્ટરે આશરે દોઢ મહિના સુધી ખોટી માહિતી આપતો રહ્યો

image source

પોલીસે વિભાગે જ્યારે કોલની ડિટેઇલ કાઢી તો ખબર પડી કે, કોલ ડો.આશુતોષ ત્રિપાઠીના મોબાઈલ પર જઇ રહ્યો છે. આ મળેલા સુરાંગ મુજબ, પોલીસે ડૉ. આશુતોષની ધરપકડ કરી અને આ મામલે પૂછપરછ હાથ ધરી. પહેલા તો આરોપી ગેરમાર્ગે દોરવા લાગ્યો હતો, પણ પોલીસે કડકાઈ કરતા ગુનાની કબુલાત કરી લીધી હતી. તેણે પોલીસને માહિતી આપતા કહ્યુ હતુ કે, 14 ડિસેમ્બરના રોજ તેણે આ યુવતિની હત્યા જ કરી દીધી હતી. આરોપીએ કહ્યું કે લાશને ઠેકાણે લગાવવા માટે ઘટના બાદ મૃતદેહ ક્લિનિકની પાસે સુલભ શૌચાલયની પાસે ખાડો ખોદીને દફનાવી દીધો છે.

image source

આ અંગે શનિવારે CSP વિજય પ્રતાપ સિંહ અને ટીઆઈ કોતવાલી અર્ચના દ્વિવેદી પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને અહીં ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. વધારે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, આરોપીએ આસિસ્ટેન્ટની હત્યા તેના દુપટ્ટાથી ગળુ દબાવીને કરી હતી. તેને ડર પણ હતો કે દુર્ગંધને લીધે લોકોને ઘટનાની જાણ ન થાય. આ માટે તેણે મજૂરોની મદદથી ખાડો ખોદાવ્યો હતો. ત્યારબાદ મીંઠાની બોરી મંગાવી. ત્યારબાદ મૃતદેહને દફનાવી દીધો. હજુ પણ ચોક્સાઇ વાપરતા આ ડૉકટરે તેની ઉપર માટી નાંખી દીધી અને ત્યારબાદ મરેલા કુતરાને પણ તેની ઉપર જ દફનાવી દીધો હતો, જેથી દુર્ગંધ આવવાના સંજોગોમાં કોઈ જોવા જાય તો તેને યુવતીના મૃતદેહ અંગે આશંકા ન જાય.

image source

આ ડૉકટર અંગે પોલીસે વધારે માહિતી મેળવતા આખી ઘટના અલગ જ સામે આવી હતી, પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો ડોક્ટર પાસેથી હકીકત સામે આવી કે, તે એલએલબીની વિદ્યાર્થીની હતી, તે મલ્લાહન ટોલા ધવારીમાં રહેતી હતી. જ્યારે આશુતોષ કન્યા ધવારી સ્કૂલના શિક્ષકનો દિકરો છે અને તે શિવરાજપુરનો મૂળ નિવાસી છે. આ યુવતી વિભા શહેરમાં કલેક્ટોરેટ ભવન પાસે ફેમિલી ડેન્ટલ હોસ્પિટલમાં ડો.આશુતોષ ત્રિપાઠીની ક્લિનિક પર આસિસ્ટન્ટનું કામ કરતી હતી. તે 14 ડિસેમ્બર, 2020થી ગૂમ હતી.

image source

તેની હત્યા ડેન્ટીસ્ટ ડો.આશુતોષ ત્રિપાઠીએ જ કરી હતી ઘટના કઇક આ મુજબ હતી કે, ડોક્ટરે પહેલા તેને પ્રેમ જાળમાં ફસાવી, ત્યારબાદ તેનું શારીરિક શોષણ કર્યું. યુવતી વારંવાર તેને લગ્ન કરવા કહેતી હતી. પણ ત્રિપાઠી લગ્ન કરવા ઈચ્છતો ન હતો. દબાણ વધતા યુવતીને મારી નાંખવાનુ જ ષડયંત્ર રચી નાખ્યુ હતુ. એક દિવસ તક ઝડપી ડૉ, ત્રિપાઠીએ યુવતીની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. ત્યારે હવે આ ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!