તિરૂપતિ બાલાજીમાં કર્મચારીઓના પગારને લઇને આવી આ મોટી વાત, શું ખરેખર થશે આવું?

સૌથી ધનવાન મંદિર તિરૂપતિ બાલાજીમા આર્થિક સંકટ, 21 હજાર કર્મચારીઓના પગાર મોડો થઇ શકે છે

image source

દર માસે કર્મચારીઓના પગાર અને ભથ્થા પર લગભગ 120 કરોડથી વધુનો ખર્ચ થાય છે.

વર્ષ 2020-21 માટે તિરૂપતિ ટ્રસ્ટનું બજેટ 3300 કરોડથી વધુ છે

દેશનું સૌથી ધનવાન મંદિરોમાં જેની ગણના થાય છે તે તિરૂપતિ બાલાજી મંદિર પણ કોરોના ના કારણે ચાલી રહેલા આ લોકડાઉનના કારણે આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. મંદિર ટ્રસ્ટ આ મહિને તેમના 21,000 કર્મચારીઓને સમયસર પગાર આપવામાં તકલીફોનો સામનો કરી રહ્યું છે. કર્મચારીઓને તે અંગેની જાણકારી પણ આપી દેવામાં આવી છે કે પગાર કાપવામાં કે અટકાવવામાં નહીં આવે પરંતુ થોડો વિલંબ થઇ શકે છે.

image source

20 માર્ચથી શ્રદ્ધાળુઓ માટે તિરુપતિ મંદિરમાં પ્રવેશ બંધ કરાયો છે. મંદિરને દર મહિને લગભગ 200 કરોડ રૂપિયાનું દાન રોકડ અને હૂંડી દ્વારા મળે છે. છેલ્લા 55 દિવસમાં મંદિર ટ્રસ્ટને ઉપરની ગણતરી મુજબ લગભગ 400 કરોડના દાનનું નુકશાન થઈ ચૂક્યું છે. દાનમાં થયેલા ઘટાડાના કારણે ટ્રસ્ટને તેમના રોજિંદા કર્યો અને ખર્ચાઓને પહોંચી વડવામાં મુશ્કેલી પડી રહી છે. આ વર્ષ(2020-21)માટે ફેબ્રુઆરીમાં જ ટ્રસ્ટ દ્વારા 3309 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના PRO ટી. રવિના કહેવા પ્રમાણે ટ્રસ્ટમાં 21 હજારથી વધુ કર્મચારી છે. તેમાંથી આઠ હજાર કર્મચારી કાયમી ધોરણે છે જ્યારે 13 હજાર કર્મચારી કોન્ટ્રાક્ટ પર છે.

દરરોજ લગભગ 80 હજાર શ્રદ્ધાળુ આવે છે દર્શન માટે

image source

મંદિરમાં સામાન્ય રીતે દિવસમાં લગભગ 80 હજારથી એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ લોકડાઉનના કારણે 20 માર્ચથી અહીં શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ કરવામાં આવ્યા છે. માત્ર પુજારીઓ અને અધિકારીઓને જ પ્રવેશની પરવાનગી અપાઈ છે.તિરુપતિ મંદિરને એક મહિનામાં લગભગ 150થી 170 કરોડનું દાન હુંડીઓથી પ્રાપ્ત થાય છે. તે સિવાય લાડુ પ્રસાદનું વેચાણ, રેસ્ટ હાઉસ યાત્રી નિવાસ વગેરેમાંથી જે આવક થાય છે તેને જોડીને એક મહિનામાં 200થી 220 કરોડની આવક મંદિરને થાય છે. તેમાંથી 120 કરોડ રૂપિયા તો માત્ર પગાર અને ભથ્થા પર ખર્ચ થાય છે. વર્ષ 2020-21માં કર્મચારીઓના પગાર પર લગભગ 1300 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

મંદિરની ફિક્સ ડિપોઝીટ અને સોનાનો ઉપયોગ નહીં કરે પગાર ચૂકવણીમાં.

image source

મંદિર ટ્રસ્ટના ચેરમેન વાયએસ સુબ્બારેડ્ડીએ પણ સ્પષ્ટ કર્યું છે કે પગાર અને ભથ્થા માટે મંદિર ટ્રસ્ટ ક્યારેય તેમની ફિક્સ ડિપોઝીટ અને ગોલ્ડ રિઝર્વને હાથ નહીં લગાવે. તિરૂમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્ર્સ્ટ પાસે લગભગ 1400 કરોડની રોકડ રકમ અને લગભગ 8000 કિલો સોનું રિઝર્વ છે. આન્ધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પણ ટ્રસ્ટને આવું ન કરવા માટે કહ્યું છે કારણ કે આ નાણુ અને સોનું ભક્તોએ ભેટ સ્વરૂપે આપ્યું છે. તેમની સાથે તેમની ભાવનાઓ જોડાયેલી છે. તેનો ઉપયોગ ટ્રસ્ટના ખર્ચાઓ માટે નહીં કરવામાં આવે.

source: DivyaBhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત