દહેજ: યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, આગથી 8 કામદારનાં મોત, કંપનીની આસપાસનો સમગ્ર વિસ્તાર કરાયો કોર્ડન

ભરૂચની યશશ્વી કેમિકલ કંપનીમાં થયો ભયંકર બ્લાસ્ટ – આગમાં 8 કર્મચારીઓના મોત અને 74 લોકોની હાલ ચાલી રહી છે સારવાર

image source

ભરૂચ જિલ્લામાં આવેલા દહેજમાં યશશ્વી કેમિકલ કંપનીમાં એક ગોઝારી ઘટના ઘટી છે. કંપનીમાંનું એક બોઈલર ફાટતા 8 કામદારો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે જ્યારે 74 જેટલા કામદારોને સારવાર અર્થે હોસ્ટલમાં ખસેડાયા છે. હાલ ભરુચ જિલ્લાના સેફ્ટી અને હેલ્થ વિભાગે જવાબદાર યશસ્વી કંનીને ક્લોઝર નોટિસ ફરમાવી છે. અને આખાએ આગના મામલાની તપાસ શરૂ કરવા આવી છે. બીજી એક બેદરકારી એ જાણ જોવામાં આવી હતી કે સમયસર એમ્બ્યુલન્સ નહીં આવતા દાઝી ગયેલા કર્મચારીઓ પીડાના માર્યા કણસી રહ્યા હતા.

આ બ્લાસ્ટ એટલો મોટો હતો કે તેના ધૂમાડા કેટલાએ કીલોમીટર દૂરથી જોઈ શકાતા હતા. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ અંદર બળીને મૃત્યુ પામેલા કર્મચારીઓના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા. જેમાં ઘટના સ્થળે જ 6 કામદારોના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે બે પિડિતોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાકીના 74 ઇજાગ્રસ્તો પણ ખરાબ રીતે દાજ્યા હોવાનો અહેવાલ છે જેમને હાલ ભરુચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

image source

કંપનીની બેદરકારી આવી સામે

યશશ્વી કેમિલક કંપનીમાં જેવું જ બોઈલર ફાટ્યું કે તરત જ આગના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. અને તરત જ કંપનીમા હાજર કર્મચારીઓ પોતાના જીવ બચાવીને બહાર આવી ગયા હતા. પણ જે ઘટના સ્થળની પાસે હતા તે લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. બીજી બાજુ કંપની એક કેમિકલ ફેક્ટરી હોવા છતાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા નહોતી ધરાવતી. અને એમ્બ્યુલન્સને આવતા પણ વાર લાગતા દાઝેલા કર્મચારીઓને યોગ્ય સમયે બહાર કાઢી શકાયા નહોતા જેના કારણે તેમણે લાંબો સમય પીડામાં રહેવાનો વારો આવ્યો હતો. ઘટનાની ખબર મળતા દહેજ ફાયર બ્રિગેડના દસ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા અને તેમણે સતત આગ બૂઝાવાનો પ્રયાસ કર્યો હતો મહાપરાણે ભયંકર આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

image source

ભરૂચ જિલ્લાના કલેક્ટર એમ ડી મોડિયાએ જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડી દેવામા આવ્યા છે જ્યારે કેમિકલ ફેક્ટરીની આસપાસના બે ગામના 4800 સ્થાનિકોને સલામતિની તકેદારીના ભાગ રૂપે સલામત સ્થળે ખસેડવામા આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો અને થોડી જ ક્ષણોમાં ત્યાં લોકની ભીડ ભેગી થઈ ગઈ હતી.

હાલ સમગ્ર કંપનીનો આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામા આવ્યો છે અને ભરૂચ જિલ્લાના સેફ્ટી એન્ડ હેલ્ધ વિભાગ વડે તપાસ હાથ ધરાઈ છે. અને તેના પ્રથમ પગલા રૂપે જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે જવાબદાર યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત