અમદાવાદ: સ્ટાફને લઇને જતી બસમાં લાગી આગ, વહેલા જાણ થતા બચ્યા લોકોના જીવ

તા.૨૨-૫-૨૦૨૦ એટલે કે આજ રોજ અમદાવાદમાં SVP હોસ્પીટલના સ્ટાફની અવર જવરની સુવિધાના રૂપમાં અમદાવાદની એક BRTS બસ ફાળવવામાં આવી છે જેમાં આજે આગ લાગી ગઈ છે ત્યારે એવી ઘણી બધી વાતો છે જેણે તંત્રની કેટલીક બેદરકારીને સામે લાવી દીધી છે. અમદાવાદમાં BRTS બસમાં આગ લાગવાની ઘટના આજે બપોરના સુમારે થવા પામી છે. આ BRTSમાં ત્યારે આગ લાગી જયારે SVP હોસ્પિટલનો સ્ટાફ બસમાં બેસી ગયો હતો અને ચાલુ બસે આગ લાગવાની ઘટના બની છે.

image source

BRTS બસમાં સવાર SVP હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ કેટલીક ફરિયાદો કરતા કહી રહ્યા છે કે, બસમાં અવાર નવાર આઈ રીતે આગ લગતી રહે છે. ઉપરાંત બસમાં બેસવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી અને એક જ બસમાં ૪૦ થી ૫૦ વ્યક્તિઓને એકસાથે લઈને જવામાં આવે છે. જો કે, SVP હોસ્પિટલ હાલ કોરોના વાયરસ હોસ્પિટલ તરીકે જાહેર કરી દેવામાં આવી છે ત્યારે જોવા જેવી વાત એ છે કે, SVP હોસ્પિટલમાં કામ કરી રહેલ સ્ટાફ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવેલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સીધા સંપર્કમાં આવે છે. તેમ છતાં પણ જયારે SVP હોસ્પિટલના સ્ટાફને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે લઈ જતી BRTS બસમાં સોશિયલ ડીસ્ટન્સિંગ નથી જળવાઈ રહ્યું જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાઈ શકવાની સંભાવનાને નકારી શકાય નહી.

તેમજ SVP હોસ્પિટલના સ્ટાફ જણાવે છે કે, BRTS બસમાં આવી રીતની આગ વારંવાર લાગતી રહે છે જો કે, આજે જે આગ લાગી હતી તેમાં કોઈ જાનહાની થઈ નથી. SVP હોસ્પિટલના સ્ટાફના દરેક સભ્યને આબાદ બચાવી લેવામાં આવ્યા છે. અમદાવાદની BRTS બસમાં આજે જે આગ લાગી છે તેમાં હજી સુધી આગ લાગવાનું યોગ્ય કારણ જાણી શકાયું નથી. જો કે, આવી રીતની આગ પહેલા પણ ઘણી વાર લાગી જેમ વિડીયોમાં SVP હોસ્પિટલના સ્ટાફની એક વ્યક્તિ જણાવી રહી છે તેમ આ વખતે સારા નસીબે કોઈ જાનહાની થવા પામી નથી. તેમ છતાં આ વાતને નજરઅંદાજ કરી શકાય નહી.

image source

ઉપરાંત હાલમાં જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણ એક મહામારીની જેમ ફેલાઈ રહી છે અને તેના બચાવ માટે એક ખાસ નિયમ છે જેનું પાલન કરવું ખુબ જરૂરી છે એ છે , સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવવું એટલે કે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચવું. આ નિયમને સતત માન્ય ના રાખવામાં આવતો હોય તેમ અમદાવાદમાં એક જ BRTS બસમાં એકસાથે ૪૦ થી ૫૦ વ્યક્તિઓને લઈ જવામાં આવે છે. ઉપરાંત જેમને લઈ જવામાં આવે છે તેઓ કોઈ સામાન્ય નાગરિક નહી પણ SVP હોસ્પિટલનો સ્ટાફ હોય છે જેઓ પોતાની ડ્યુટી દરમિયાન હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવેલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવે છે. કોઇપણ હોસ્પિટલના સ્ટાફને લાવવા અને લઈ જવામાં ઉપયોગમાં લેવાતી બસોમાં આવી બેદરકારી કરવી એ ખરેખરમાં ઘણું ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

source : twitter

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત