ક્યારે યોજાઇ હતી વિશ્વમાં પ્રથમ કાર રેસ? સાથે જાણો બીજી આ ત્રણ અજાણી વાતો જે તમને થશે અનેક ઉપયોગી

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે ફરી એક વખત તમને વિશ્વના અમુક એવા રોચક તથ્યો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે કદાચ તમે પહેલા નહીં જાણતા હોય. તો ચાલો જ્ઞાનસભર થઈએ.

image source

1). 11 જૂન 1885 માં દુનિયાની પ્રથમ પ્રોફેશનલ કાર રેસ યોજવામાં આવી હતી. આ રેસમાં પ્રથમ નંબરે એમિલે લેવાસર નામનો રેસર થયો હતો જેણે 48.47 કલાકમાં 1178 કિલોમીટરનું લાબું લચ્ચક અંતર કાપ્યું હતું. પરંતુ આશ્ચર્ય વચ્ચે તેને રેસનો વિજેતા ન ગણવામાં આવ્યો. અસલમાં આ રેસ ચાર સીટ વાળી કારની હતી જયારે લેવાસર બે સીટ વાળી કારમાં સવાર હતો. સત્તાવાર રીતે આ રેસનો વિજેતા પોલ કોચલીનને જાહેર કરવામાં આવ્યો જે રેસમાં ત્રીજા ક્રમાંકે આવ્યો હતો.

image source

2). ડોનાલ્ડ ડક વોલ્ટ ડિઝની કંપની દ્વારા નિર્મિત એક પ્રખ્યાત કાર્ટૂન કેરેક્ટર છે અને તેણે દુનિયાભરમાં લોકપ્રિય કાર્ટુનો પૈકી એક તરીકે પણ સારી એવી નામના મેળવી હતી. આ કેરેક્ટર એનિમેટેડ ડિક લુંડીના મગજની કલ્પનાનું પરિણામ હતું. ડોનાલ્ડ ડકે 1934 માં બર્ટ ગિલર્ટના નિર્દશનમાં બનેલી ” ધ વોઇસ લિટલ હેન ” નામની કાર્ટૂન ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. શરૂઆતના 50 વર્ષો સુધી આ કેરેક્ટરને ફ્લોરેન્સ “ડકી” નૈશએ અવાજ આપ્યો અને ત્યારબાદ આ જવાબદારી ટોની એન્સેલ્મોએ સાંભળી લીધી અને તે આજ સુધી ડોનાલ્ડ ડકનો અવાજ બનેલા છે.

image source

3). નેક ચંદ સૈની ચંદીગઢના પ્રખ્યાત “રોક ગાર્ડન” ના શિલ્પકાર હતા. આ રોક ગાર્ડન 40 એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની ખાસ વિશેષતા એ છે કે અહીં બેકાર વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિક બોટલ, જૂની બંગડીઓ, અને જૂની લાદીઓ તથા કાંચ વડે અદભુત કલાકૃતિ બનાવાઈ છે. વર્ષ 1984 માં આ ગાર્ડનના શિલ્પકાર નેક ચંદ સૈનીને ભારતનો ચોથા નંબરનું સૌથી મોટું નાગરિક સમ્માન એટલે કે પદ્મ શ્રી દ્વારા સન્માનિત કરાયા હતા. 12 જૂન 2015 ના દિવસે નેક ચંદ સૈનીનું કેન્સરના કારણે દુઃખદ અવસાન થયું હતું.

image source

4). હોવર ક્રાફટ હવા ભરેલા મજબૂત ગાદલાઓ વડે બનાવાયેલું એક એવું વાહન છે જે જમીન પર ચાલવાની સાથે સાથે બર્ફીલા રસ્તાઓની લીસી સપાટી અને કાદવ કીચડ વાળા રસ્તાઓ પર પણ ચાલી શકે છે. આ વાહનની શોધ બ્રિટનના એન્જીનીયર ક્રિસ્ટોફર ક્રોકરેલએ કરી હતી. હોવર ક્રાફટની શરૂઆત 11 જૂન 1959 માં થઇ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં આ વાહન ખુબ લોકપ્રિય બની ગયું છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત