ચીનના વુહાન શહેરમાંથી નહિં, પણ આ શહેરમાંથી શરુ થયો હતો કોરોના વાયરસ, ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

હાલ વિશ્વભરમાં કોરોના મહામારીએ લગભગ દરેક દેશને થોડા – વત્તા અંશે મુશ્કેલીમાં મૂકી દીધા છે ત્યારે કોરોના મહામારીને લઈને ફ્રાન્સના વૈજ્ઞાનિકોની એક ટીમનો આશ્ચર્યજનક દાવો કર્યો છે.

image source

તેમના દાવા મુજબ કોરોનાની શરૂઆત ચીનના વિહાન શહેરથી નહિ પણ યુરોપથી થઇ હતી. અસલમાં વૈજ્ઞાનિકોની ટીમે ફ્રાન્સની એક હોસ્પિટલમાં ગત વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં આવેલા ફ્લૂના દર્દીઓના એક્સ-રે રિપોર્ટનું અધ્યયન કરતા આ વિગતો સામે આવી હતી. અધ્યયન મુજબ નવેમ્બર માસમાં જ બે દર્દીઓને કોરોના હોવાની પૃષ્ટિ થઇ હતી.

શું છે આ અંગેની વિસ્તૃત વિગત આવો જરા વિસ્તારથી જાણીએ..

image source

વૈશ્વિક રીતે ફેલાયેલી કોરોના મહામારીને લઈને ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફ્રાન્સના વૈજ્ઞાનિકોની એક ટીમે એવો દાવો કર્યો છે કે કોરોના વાયરસની શરૂઆત ચીનથી નહિ પણ યુરોપથી થઇ હતી અને કોરોનનો પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાં નહિ પણ યુરોપમાં 16 નવેમ્બર 2019 માં જ થયો હતો.

ઉત્તર પૂર્વ ફ્રાન્સની એક હોસ્પિટલે પોતાને ત્યાં નવેમ્બરથી ડિસેંબર સુધીમાં આવેલા અને ફલૂ સંબંધિત સમસ્યાથી પીડાયેલા 2500 જેટલા દર્દીઓની એક્સ-રે રિપોર્ટનું અધ્યયન કર્યું હતું જેમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી હતી. કારણ કે માત્ર નવેમ્બર મહિનામાં આવેલા દર્દીઓના એક્સ-રે રીપોર્ટમાંથી બે રિપોર્ટ કોરોના પોઝિટિવ હતા.

image source

જો કે તે સમયે ડોક્ટરોને પણ કોરોના રોગ વિષે પૂરતી માહિતી નહોતી એટલે તેને જેટલી ગંભીરતાથી નોંધ લેવી જોઈએ તેટલી નહોતી લેવાઈ. જે હોસ્પિટલમાં આ અધ્યયન કરવામાં આવ્યું છે તે ઉત્તર પૂર્વ ફ્રાન્સના કોલમારમાં આવેલી આલ્બર્ટ શવિત્ઝર હોસ્પિટલ છે અને તે હોસ્પિટલના જ ડોક્ટર માઈકલ શ્મિટ અને તેની ટીમે દાવો કર્યો છે કે અત્યાર સુધી યુરોપના કેટલાક દેશોમાં કોરોનાના કોઈ કેસ નથી થયા તેવું માનવામાં આવતું હતું તે ખોટું સાબિત થઇ શકે છે. તેમના કહેવા મુજબ એવું પણ બની શકે છે કે ચીનના વુહાનમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો જ ન હોય કારણ કે આ રોગ નવેમ્બર સુધીમાં તો યુરોપમાં આવી ચુક્યો હતો.

image source

અહીં એ પણ નોંધનીય છે કે ફ્રાન્સમાં કોરોનાથી સંક્રમિત લગભગ 190000 જેટલા કેસો સામે આવ્યા છે અને તે પૈકી લગભગ 28833 જેટલા લોકોનું મૃત્યુ થયું છે તેમજ આંકડાની દ્રષ્ટિએ દુનિયાભરમાં કોરોનાથી સંક્રમિત દેશોના લિસ્ટમાં ફ્રાન્સનું નામ હાલ આઠમા સ્થાને છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત