Site icon News Gujarat

આ સિંગરે શેર કર્યો પોતાના પહેલા પરફોર્મન્સનો ફોટો, કોમેન્ટ્સમાં જણાવો કોણ છે આ

લતા મંગેશકર ઘણીવાર પોતાના ફેન્સને પોતાની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવતી રહે છે અને આ જ કારણ છે કે ટ્વીટર પર એક ખૂબ જ એક્ટિવ છે. હવે લતા મંગેશકરેં પોતાના પહેલા પરફોર્મન્સનો ફોટો શેર કર્યો છે. આ ફોટો લતાજીને એમના કોઈ પરિચિત્તે મોકલ્યો હતો. લતા મંગેશકરે જણાવ્યું કે આ ફોટો એમને ઉપેન્દ્ર ચિચોરેએ મોકલ્યો છે.

image soucre

લતા મંગેશકરે આ સાથેબજ લખ્યું છે કે આ ફોટો એમના પહેલા પરફોર્મન્સ 9 સપ્ટેમ્બર 1938માં શોલપુરમાં હતું અને આ ત્યારનો જ ફોટો છે. લતા મંગેશકરે સાથે એ પણ જણાવ્યું કે આ ફોટો એ સમયે પબ્લિસિટી માટે પાડવામાં આવ્યો હતો.

આ ફોટો શેર કરતા લતા મંગેશકરને વિશ્વાસ નહોતો આવતો કે એમને ગાતા ગાતા 87 વર્ષ થઈ ગયા છે.

image soucre

એમનો જન્મ 1929માં થયો હતો અને 1948થી એ બોલિવુડનો ભાગ છે. તમને જણાવી દઈએ કે લતા મંગેશકર સાત દાયકાથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને પોતાનું યોગદાન આપી રહે છે.

લતા મંગેશકર સ્વર કોકિલા, સુર સામ્રાગ્નિ જેવા ઘણા બધા નામથી જાણીતી છે. જેટલું સ્ટારડમ એમને પોતાના કરિયરમાં જોયું છે એ ઘણા ઓછા લોકોને મળે છે. જાણો એમના વિશે અમુક એવી જ રસપ્રદ વાતો.

પહેલું રેડિયો પરફોર્મન્સ.

16 ડિસેમ્બર 1941માં લતા મંગેશકરે રેડિયો પર પહેલીવાર ગાયું હતું. લતા મંગેશકરે એ સમયે બે નાટ્યગીત ગાયા હતા જેને સાંભળીને એમના પિતા ખૂબ જ ખુશ થયા હતા. એમને લતાજીની માતાને કહ્યું કે લતાજીને રેડિયો પર ગીત ગાતા સાંભળીને હવે એ નિશ્ચિન્ત છે અને એમને કોઈ વાતની ચિંતા નથી.

પાકિસ્તાનમાં પણ ફેન્સ.

image soucre

પાકિસ્તાન અને ભારત વચ્ચે કેટલાય પણ કડવા સંબંધો હોય પણ લતા મંગેશકર એવી ભારતીય છે જેમને પાકિસ્તાનમાં પણ એટલું જ માન મળે અને એમનું ગાયેલું ગીત એ મલિક તેરે બનદે હમ પાકિસ્તાનની ઘણી સ્કૂલોમાં પ્રાર્થના ગીત રૂપે ગાવામાં આવે છે.

8 ફિલ્મોમાં એક્ટિંગ.

image source

30 હજારથી વધુ ગીતો ગાઈ ચુકેલી લતા મંગેશકરે ગીત ગાતા પહેલા 8 ફિલ્મોમાં અભિનય પણ કર્યો. લતા મંગેશકર પોતાના ઘરમાં સૌથી મોટી હતી અને એકમાત્ર કમાનારી સદસ્ય હતી.

પહેલા ઓડિશનમાં રિજેક્ટ.

image soucre

લતા મંગેશકરે પહેલું ઓડિશન 1948માં ફિલ્મ શહીદ માટે આપ્યું હતું અને એમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. એ દરમિયાન લતાજીને ગુરુએ કહ્યું હતું કે એક સમય હશે જ્યારે લોકો એમના પગે પડીને એમની પાસે ગીત ગાવા માટે ભીખ માંગશે.

પહેલી કમાણી ફક્ત 25 રૂપિયા..

image soucre

લતાજીને પહેલીવાર સ્ટેજ પર ગાવા માટે 25 રૂપિયા મળ્યા હતા. એને એ પોતાની પહેલી કમાણી માને છે. 1949માં લતાજીને પહેલો મોકો ફિલ્મ મહલમાં આયેગા આનેવાલા ગીતથી મળ્યો. આ ગીતને એ સમયની સૌથી સુંદર અને ચર્ચિત અભિનેત્રી મધુબાલા પર ફિલ્માવવામાં આવ્યું હતું.

દિલીપ કુમારની બહેન.

image soucre

લતા મંગેશકરને દિલીપ કુમાર પોતાની બહેન માને છે. લતાજીએ જ્યારે ગાવાની શરુઆત કરી તો એમની ઉર્દુ વધુ સારી નહોતી. દિલીપ કુમાર હંમેશા એમની ભૂલો શોધીને એમની ઉર્દુ સુધારતા હતા.

સ્ટુડિયામાં ચંપલ વગર.

image soucre

લતા આજે પણ ગીત રેકોર્ડિંગ માટે સ્ટુડિયોમાં પ્રવેશ કરતા પહેલા ચંપલ બહાર કાઢીને જ અંદર જાય છે. તો લતા મંગેશકર સાડીઓમાં ફક્ત સફેદ સાડી જ પહેરે છે.

કેટલી ભાષાઓનું જ્ઞાન.

image soucre

લતા મંગેશકર ફક્ત હિન્દી જ નહીં પણ અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, બ્રજભાષા, ડોગરી, ભોજપુરી, કોંકણી, કન્નડ, મગધી, મૈથીલી, મણિપુરી, મલયાલમ, હિન્દી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, મરાઠી, નેપાળી, ઉડીયા, પંજાબી, સંસ્કૃત, સિંહલી વગેરે ભાષાઓમાં ગીત ગાયા છે.

આપવામાં આવ્યું હતું ઝેર.

image soucre

1962માં જ્યારે લતાજી 32 વર્ષની હતી ત્યારે એમને સ્લો પોઇઝન આપવામાં આવ્યું હતું. એમની ખૂબ જ નજીકની પદ્મા સચદેવે આ વિશે પોતાની પુસ્તક એસા કહાં સે લાઉમાં ઉલ્લેખ કર્યો છે એ પછી રાઇટર મજરૂહ સુલ્તાનપુરી ઘણા દિવસો સુધી એમના ઘરે આવીને પહેલા પોતે ભોજન ચાખતા હતા, પછી જ લતાજીને ખાવા દેતા હતા.

નથી લેતી એવોર્ડ્સ.

image soucre

લતાજીએ ઘણા સમય પહેલેથી જ એવોર્ડ્સ લેવાની ના પાડી દીધી છે. એ માને છે કે બીજાને આ મોકો આપવામાં આવે. સોનુ નિગમ એમના સૌથી ખાસ લોકોમાંથી એક છે અને એ સોનુ નિગમ સાથે વોટ્સએપ પર ચેટ પણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version