Site icon News Gujarat

2 કરોડમાં વેચાવા જઈ રહ્યો છે દુનિયાનો પહેલો SMS, જાણો શુ લખ્યું છે એમાં ખાસ.

આજથી 29 વર્ષ પહેલા 3 ડિસેમ્બર 1992ના રોજ દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજમોકલવામાં આવ્યો હતો, જેની 21 ડિસેમ્બરે હરાજી થઈ રહી છે. આ મેસેજ 14 અક્ષરોનો હતો. દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજ ની હરાજી થવા જઈ રહી છે. પહેલો મેસેજ 1992માં વોડાફોનના એક કર્મચારીએ મોકલ્યો હતો. તેણે આ મેસેજ તેના સહકર્મીને મોકલ્યો હતો અને તેમાં લખ્યું હતું ક્રિસમસની શુભકામનાઓ. હવે આ મેસેજની હરાજી £170,000 (લગભગ 1 કરોડ 71 લાખ રૂપિયા)માં થઈ શકે છે.

image soucre

એક મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રિટિશ પ્રોગ્રામર નીલ પેપવર્થે 29 વર્ષ પહેલા 3 ડિસેમ્બર 1992ના રોજ દુનિયાનો પહેલો મેસેજ મોકલ્યો હતો. હવે ટેલિકોમ કંપની વોડાફોન આ મેસેજની હરાજી કરવા જઈ રહી છે. આ SMSની ડિજિટલ કોપીની પેરિસમાં હરાજી કરવામાં આવશે. આ હરાજી 21 ડિસેમ્બર 2021 સુધી અગાટ્સ ઓક્સન હાઉસમાં થશે.

image soucre

નીલ પેપવર્થ ટેલિકોમ કંપની વોડાફોનમાં ડેવલપર અને ટેસ્ટ એન્જિનિયર હતા. આ સમય દરમિયાન તેણે કોમ્પ્યુટરથી આ એસએમએસ તેના સહકર્મી રિચર્ડ જાર્વિસને મોકલ્યો હતો. વર્ષ 1992 માં, રિચાર્ડ જાર્વિસ કંપનીના ડિરેક્ટર હતા. પેપવર્થે આ એસએમએસ રિચાર્ડને ઓર્બિટલ 901 હેન્ડસેટ પર મોકલ્યો હતો.

વર્ષ 2017માં એક કાર્યક્રમ દરમિયાન નીલ પેપવર્થે તેના વિશે કહ્યું હતું કે જ્યારે તેણે આ એસએમએસ મોકલ્યો ત્યારે તેણે વિચાર્યું ન હતું કે તે આટલો ફેમસ થઈ જશે. તેણે બાળકોને વિશ્વનો પ્રથમ એસએમએસ મોકલ્યો હોવાની માહિતી આપી હતી.

image soucre

આ ટેક્સ્ટ મેસેજને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)માં પણ ખરીદી શકાય છે. આ મેસેજને લગભગ 1 કરોડ 71 લાખ રૂપિયામાં હરાજી માટે લિસ્ટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક વર્ષ બાદ એટલે કે 1993માં નોકિયાએ SMS ફીચર રજૂ કર્યું હતું.

image soucre

વોડાફોને માહિતી આપી છે કે SMSના ઓક્શનના પૈસા શું થશે. કંપની વતી કહેવામાં આવ્યું છે કે હરાજીમાંથી જે પણ રકમ મળશે તે યુએનએચસીઆર-યુએન રેફ્યુજી એજન્સીને આપવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે પહેલો SMS વર્ષ 1992માં મોકલવામાં આવ્યો હતો. 1995 સુધી, સરેરાશ માત્ર 0.4 ટકા લોકો દર મહિને SMS મોકલતા હતા.

પણ હવે તો લોકો મોટાભાગે વાત એસએમએસ પર જ કરી લે છે કારણ કે લોકો પાસે આ ભાગદોડ ભરેલી જિંદગીમાં વાત કરવાનો સમય ઓછો મળે છે

Exit mobile version