જીવન-મરણ વચ્ચે જોલા ખાતુ માત્ર 5 મહિનાનુ આ બાળક 32 દિવસ સુધી કોમામાં રહીને કોરોનાને હરાવ્યો, જાણો આ વિશે શું કહ્યું માતા-પિતાએ

બ્રિટનમાં ફક્ત 5 મહિનાના બાળકે 32 દિવસ કોમામાં રહી કોરોનાને હરાવ્યો

image source

આપણા શાસ્ત્રોમાં આવું કહેવાય છે કે, જો મારવાવાળો ભગવાન છે તો બચાવવાવાળો પણ ભગવાન જ છે. જેને રામ રાખે છે તેને કોણ ચાખે છે? કુદરતની લીલાનું આવું જ એક ઉદાહરણ તાજેતરના સમયમાં બ્રિટનમાં જોવા મળ્યું છે. જ્યારે અનેક સંપૂર્ણ સ્વસ્થ લોકો પણ કોરોના સામે હારી જાય છે ત્યારે અહી 5 મહિનાના એક બાળકે કોરોનાને હરાવ્યો છે.

image source

આ બાળકના માતાપિતા પણ આ ઘટનાને ચમત્કાર જ માની રહ્યા છે. બાળક લગભગ 54 દિવસ સૂધી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જુલતું રહ્યું હતું. જો કે આ બધામાં 32 દિવસ એવા હતા, જેમાં નાનકડો ડૉમ એંડ્રાડ કોમામાં સરી ગયો હતો. લગભગ 32 દિવસ બાદ આ બાળક કોમામાંથી બહાર આવ્યું તો એના માતાપિતાની આંખો આનંદથી નાચી ઊઠી હતી. આ ઘટના બ્રિટનના એક દંપતિની છે, જેમણે જાતે જ એક સમાચારપત્ર સાથે આ બાબતે આખી વાત કરી છે.

image source

વૈગરનર અને તેમની પત્ની ડૉમ સાથે આ સમય દરમિયાન એક સંબંધીના ઘરે ગયા હતાં, ત્યાં ડૉમને કોઈક રીતે કોરોનાનો ચેપ લાગી ગયો હતો. આની જાણ થતા જ પરિવારમાં ભય વ્યાપી ગયો હતો. જો કે ડૉમ જયારે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયો ત્યારે જ પરિવારને રાહત થઈ હતી.

બ્રિટનના વૈગનર એંડ્રેડ અને તેમની પત્ની વિવિયન મોંટેઈરોના પાંચ વર્ષના નાનકડા દીકરાને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ડૉક્ટરે કોરોનાના સંભવિત પ્રભાવ અંગે એમને જણાવ્યું હતું. પણ ડૉક્ટરે આમ છતાં એને ઈન્ફેક્શન માની ઈલાજ શરૂ કર્યો. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ડૉમ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને બહુ જલદી જ તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવશે.

image source

ડોમના પિતાએ આ સમયે જણાવ્યું હતું કે, 14 જૂને તેમનો દીકરો 6 મહિનાનો પણ થઈ જશે. તે હોસ્પીટલથી ઘરે આવે એટલે તેની સાથે જ અમે જન્મદિવસ પણ ઉજવશું. તો સામે ડૉમની મા મોંટેઈરોનુ કહેવું છે કે, આ અમારા માટે એક ચમત્કાર જ છે, ભગવાને પણ અમારી પ્રાર્થના સાંભળી લીધી છે.

image source

જો કે ઈલાજ દરમિયાન બાળક પર કોઇપણ દવાની અસર નહોંતી થતી, સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી હતી. પિતા વૈગનરે બાળકને બીજી હોસ્પિટલમાં ચેક કરાવ્યો, જ્યાં તેનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. જો કે અત્યાર સુધીમાં ત્યાં એક વર્ષથી નાની ઉંમરનાં 25 બાળકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. બ્રાઝિલનું રિયો ડી જનેરિયો હાલમાં કોરોનાથી બહુ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીં રવિવાર સુધીમાં તો કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 5,14,849 હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત