Site icon News Gujarat

વિશ્વના 5 એવા વૈજ્ઞાનિકો, જેની શોધ જ બની હતી તેઓના મૃત્યુનું કારણ

કોઈપણ ચીજ ની શોધ કરવી આસાન કામ નથી હોતું. એક સફળ શોધ કરવામાં વૈજ્ઞાનિકોને વર્ષો લાગી જાય છે. આટલી મહેનત કર્યા બાદ તેઓ એક સફળ શોધ કરી શકે છે.

image source

આજે આપણે અમુક એવી શોધ અને એના શોધકર્તાઓ વિશે વાત કરીશું કે જેની શોધ તો બહુ ઉપયોગી હતી પણ પરંતુ એ શોધના પ્રયોગોને કારણે જે – તે વૈજ્ઞાનિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

મૈરી કયૂરી

image source

રેડિયમ અને પોલોનિયમ નામના આ બે તત્વો ની શોધ કરનાર પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મૈરી ક્યુરીનું મૃત્યુ પોતાની આ શોધના કારણે જ વર્ષ 1934 માં થયું હતું. મેરી ક્યુરી રેડિયો એક્ટિવિટી પર કામ કરી રહી હતી પરંતુ તે દરમિયાન તેને એ વાતનો અંદાજ પણ ના હતો કે રેડિયો એક્ટિવિટી કેટલી ખતરનાક હોય શકે છે. એના શરીર પર રેડિયો એક્ટિવિટીનો બહુ ખરાબ પ્રભાવ પડ્યો જેના કારણે એનું મૃત્યુ થઇ ગયું.

હૉરેસ લોસન હન્લી

image source

અમેરિકાના સમર કાઉન્ટીમાં 19 ડિસેમ્બર 1823 ના રોજ જન્મેલા હૉરેસ લોસન હન્લીએ હાથેથી chalavi શકાય તેવી નાનકડી સબમરીનની શોધ કરી હતી. જો કે તેની આ શોધને પરીક્ષણ કરતા સમયે તેની સબમરીન સમુદ્રમાં ડૂબી ગઈ. અને આ સબમરીનમાં તેઓ પણ પોતાના ક્રૂ મેમ્બર સાથે ઉપસ્થિત હતા. અને આ રીતે પોતાની શોધનું પરીક્ષણ કરતી વખતે જ તેઓનું મોત થયું હતું.

ફ્રાંજ રીચેલ્ટ

image source

ઓસ્ટ્રેલિયામાં જન્મેલા ફ્રાંજ રીચેલ્ટને આધુનિક વિંગ સુટના શોધકર્તા માનવામાં આવે છે. જો કે પોતાની આ શોધનું ટેસ્ટિંગ કરવા માટે પેરિસના ઍફીલ ટાવર પરથી કૂદતા સમયે જ તેઓનું મૃત્યુ થયું હતું. આ સમયે તેની ઉંમર માત્ર 33 વર્ષની હતી.

વિલિયમ બુલોક

image source

અમેરિકાના ગ્રીન વિલામાં જન્મેલા વિલિયમ બુલોકને રિચર્ડ માર્ચ હોઈએ બનાવેલ ‘રોટરી પ્રિન્ટીંગ પ્રેસ’ મા સુધારો કરનાર વૈજ્ઞાનિક તરીકે ઓળખવામાં આવે છે. તેના સંશોધનના કારણે જ પ્રિન્ટિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું. પણ કમનસીબે પોતાની પ્રિન્ટિંગ મશીનને રીપેર કરતી વખતે જ એમાં ફસાઈને તેઓનું મૃત્યુ થયું હતું.

હેનરી સ્મોલિસ્કી

image source

હેનરી સ્મોલિસ્કીને ઉડતી કારના શોધક તરીકે ઓળખવામાં આવે છે. 1973માં તેઓએ આ શોધ કરી હતી. પોતાની આ શોધનું નામ તેઓએ ‘એવીઇ મીઝાર’ રાખ્યું હતું. જો કે પોતાની શોધનું ટેસ્ટિંગ કરવા માટે જ્યારે તેઓ પોતાની ફ્લાઈંગ કારમાં બેઠા અને તેને ઉડાવવાની કોશિશ કરી તે દરમિયાન કારમાં અકસ્માત થયો અને તેના કારણે તેઓનું મોત થયું હતું.

Exit mobile version