ગરમીમાં 5 સ્ટાર એસી વધારે છે તમારું લાઈટબિલ,ઉપયોગ પહેલા જાણો કામની વાતો

ગરમી શરૂ થઇ રહી છે અને સાથે જ લોકો સ્થિતિ પર કાબૂ મેળવવા વધુને વધુ સ્ટાર ધરાવતું સી ખરીદતાં હોય છે. જે માટે કસ્ટમર વધારે ભાવ ચૂકવવા પણ તૈયાર હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું 5 સ્ટાર એસી આપણી અપેક્ષાઓ પર ખરું ઉતરે છે? જ્યારે તમે એસીની પસંદગી કરો છો ત્યારે તમારે તમારા રૂમની સાઈઝ અનુસાર એસીની પસંદગી કરવી જોઈએ. તેનાથી તમારું લાઈટબિલ પણ કંટ્રોલમાં રહેશે અને તમે તેનો યૂઝ કરી શકશો. આજે અમે આપના જણાવી રહ્યા છીએ કે 5 સ્ટાર એસી કઇ રીતે તમારું લાઇટ બિલ વધારે છે….

ACનું સ્ટાર સ્ટિકર હોય છે છેતરામણું

image soucre

AC ખરીદતાં સમયે તેમાં કેટલાં સ્ટારનું સ્ટિકર લાગ્યું છે તે વાત ધ્યાનમાં રાખવામાં આવે છે. 5 સ્ટાર ધરાવતાં એસીને સૌથી સારા અને વીજળી બચાવતાં માનવામાં આવે છે. સ્ટિકર પર લાગેલા સ્ટાર પૈકી જે સ્ટાર પર કલર હોય તેટલું એસીનું સ્ટાર રેટિંગ હોય છે. જેટલા વધારે સ્ટાર તેટલી વીજળીની વધુ બચત તેમ માનવામાં આવે છે. પરંતુ આ સ્ટિકર માત્ર તમને ગુમરાહ કરવા માટે અને એસીને વધારે કિંમત પર વેચવા માટે જ લગાવવામાં આવે છે.

5 સ્ટાર AC કરે છે 2 સ્ટાર ACજેવું કામ

image soucre

સીએસઈના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે ત્યારે 5 સ્ટાર એસી પણ 2 સ્ટાર એસી જેવું કામ કરવા લાગે છે. ઉપરાંત જ્યારે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરે ત્યારે 1 સ્ટાર એસી જેટલું કામ આપે છે. તેથી વીજળીની બચત થવાના બદલે 28 ટકા વધારે વીજ વપરાશ થાય છે. રૂમ ઠંડો કરવાની સ્પિલ્ટ એસીની ક્ષમતા પણ 30 ટકા સુધી ઘટી જાય છે. 1.5 ટનનું એસી પણ 1 ટન એસી જેટલું કામ કરે છે.

જાણીતી બ્રાન્ડ્સના મોડલોના સ્ટડી બાદ તૈયાર કર્યો રિપોર્ટ

image soucre

સીએસઈ દ્વારા ત્રણ જાણીતી બ્રાન્ડ્સના ત્રણ મોડલોનો સ્ટડી કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બજારમાં 50 ટકા એસી આ ત્રણ કંપનીઓના વેચાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5 સ્ટાર એસીથી વીજળી બચતનો કરવામાં આવતો દાવો એક છેતરપિંડી છે. તેનાથી બચત થતી નથી, પરંતુ વીજળીનું બિલ વધારે આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *