ફક્ત 5 મિનિટમાં જીતો 2 લાખ રૂપિયા, કેન્દ્ર સરકારે શરૂ કરી છે ખાસ કિસાન ક્વિઝ

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં ખાસ સ્કીમ બહાર પાડી છે. એક તરફ દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે લોકોમાં ખાસ કરીને ખેડૂતોમાં કૃષિ કાયદાને લઈને જાગરૂકતા વધારવા માટે અને આ અંગે ફેલાયેલા ખોટા ભ્રમને દૂર કરવા માટે એક ખાસ ક્વિઝ સરકારે બહાર પાડી છે. આ ક્વિઝની મદદથી ન ફક્ત તમે ખેતીવાડીને લઈને જાણકારીની પરીક્ષા આપી શકશો પણ સાથે જ તમે લાખો રૂપિયા પણ જીતી શકો છો.

image source

શું છે આ પ્રતિયોગિતા

કેન્દ્ર સરકારે Farmers First Quizનું આયોજન કર્યું છે. જેમાં ખેતી, ખેડૂત, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ખેતી સુધારની સાથે સાથે ખેતીની ટેકનિક સાથે જોડાયેલા સવાલોને પૂછવામાં આવશે.

image source

ક્યાં સુધી લઈ શકાય છે પ્રતિયોગિતામાં ભાગ

કેન્દ્ર સરકારે તેમની આ સ્કીમને 21 ડિસેમ્બરથી શરૂ કરી છે. ભારતનો કોઈ પણ નાગરિક આ સ્કીમનો લાભ લઈ શકે છે અને 2 લાખ રૂપિયા સુધીની રકમ ફક્ત 5 મિનિટમાં કમાઇ શકે છે. આ ક્વિઝમાં ભાગ લેવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2021 છે. આ પછી આ પ્રતિયોગિતામાં ભાગ લઈ શકાશે નહીં.

image source

શું છે પ્રતિયોગિતાનું ઈનામ

આ ક્વિઝમાં ભાગ લેવા માટે લોકોને 5000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની રકમ સરકાર આપી રહી છે.

કયા નંબરને કેટલા રૂપિયાનું ઈનામ મળશે

  • પહેલું ઈનામ- 2 લાખ રૂપિયા
  • બીજું ઈનામ – 1 લાખ રૂપિયા
  • ત્રીજું ઈનામ – 50 હજાર રૂપિયા
image source

આ સિવાય સરકારે 10 સાંત્વના ઈનામ પણ રાખ્યા છે. જેની રકમ 5000 રૂપિયા રાખવામાં આવી છે.

જાણો કઈ રીતે લઈ શકાશે પ્રતિયોગિતામાં ભાગ

પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે તમે http://www.mygov.in/ પર જઈ શકો છો. અહીં મેન પેજ પર જ ક્વિઝમાં સામેલ થવાની લિંક મળશે. ક્વિઝમાં સામેલ થવા માટે તમારે તમારી જાણકારી જેમકે નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ પણ આપવાનું રહેશે. આ સિવાય જો તમારી પાસે લોગઈન આઈડી છે તો તમે લોગઈન કરીને પણ ક્વિઝમાં સામેલ થઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત