તમે પણ ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો જાણી લો આ નવી સિસ્ટમ, કરવું પડશે આ કામ

આવનારા કેટલાક દિવસોમાં તમે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3થી મુસાફરી કરવાના છો તો આ સમાચાર તમારા માટે છે. જો તમે એપપોર્ટના ટર્મિનલ 3 પર એક નવા પેસેન્જર ટ્રેકિંગ સિસ્ટમની મુલાકાત લેશો. આ ટ્રેકિંગ સિસ્ટમનો હેતુ એરપોર્ટ પર આવનારા યાત્રીઓની ભીડની યોગ્ય વ્યવસ્થા કરવાનો છે. સાથે આ સિસ્ટમની મદદથી સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ મેન્ટેન કરી શકાશે. સાથે જ વેટિંગ ટાઈમમાં પણ ઘટાડો થશે. એ વાત સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મહામારીથી બચવાનો એક પ્રયાસ પણ આ સિસ્ટમની મદદથી કરાશે.

image source

શું છે આ સિસ્ટમ

આ સિસ્ટમને સોવિસ પેસેન્જર ટ્રેકિંગ સિસ્ટમના નામે ઓળખવામાં આવે છે. આ એક એવી સિસ્ટમ છે જેની મદદથી એરપોર્ટ પર લાઈનને વ્યવસ્થિત કરી શકાશે અને સાથે જ વેટિંગ ટાઈમને પણ લાઈવ ડિસ્પ્લે કરી શકાશે. આ સિવાય ચેક ઈન સિક્યોરિટી ચેક જેવા સિસ્ટમને પણ મેનેજ કરી શકાય છે.

image source

એરપોર્ટ ઓપરેટર, દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડની તરફથી એક પ્રેસ રીલિઝ જાહેર કરાઈ છે. તેમાં કહેવાયું છે કે અલગ અલગ જગ્યાઓએ સ્ક્રીન્સ લગાવાઈ છે. કોરાના વાયરસના કારણે તેને આ સમયે ફ્લાઈટ ઓપરેશન્સ ઓછા છે અને ફક્ત ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 પર થી તેનું સંચાલન થઈ રહ્યું છે.

કેવી રીતે કરે છે કામ

image source

પીટીએસ પર પેસેન્જર્સની ગણતરી કરી શકાય છે અને સાથે જ સેંસર્સના કારણે તેમની ગતિવિધિને પણ જોઈ શકાય છે. પીટીએસને સેંસર્સનો ડેટા મળે છે અને તે એરપોર્ટ ઓપરેટરને પહોંચાડે છે. આ ડેટામાં મહત્વની વાતો જેમ કે વેટિંગનો સમય, પ્રોસેસ ટાઈમ અને યાત્રીઓનો પ્રવાહ સામેલ હોય છે. ડાયલની તરફથી કહેવાયું છે કે કેપીઆઈના પછી એરપોર્ટ પર ઝડપથી ભીડભાડ વાળા વિસ્તારોની ઓળખ કરી શકાય છે. ઓપરેટરની તરફથી પીટીએસ ડિસ્પ્લે સ્ક્રીનને ટર્મિનલ 2 પર અલગ અલગ પોઈન્ટ્સ પર રાખવામાં આવ્યા છે.

image source

મે મહિનાથી શરૂ થઈ છે ઘરેલૂ સેવાઓ

પીટીએસ સ્ક્રીન્સ ટર્મિનલ 3 પર ચેક ઈન હોલ્સ અને અરાઈવલ જંક્શન પર ઈન્સ્ટોલ છે. ડાયલનું કહેવું છે કે તેને સોવિસ પીટીએસને સફળ ટ્રાયલ બાદ કોરોના પ્રોટોકોલના આધારે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો અને યાત્રીઓના સારા પ્રબંધનને સુનિશ્ચિત કરવા માટે ઈન્સ્ટોલ કરાયું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની તરફથી 25 મેથી ડોમેસ્ટિક સેવાઓને શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસ મહામારીના કારણે 23 માર્ચથી એરલાઈન્સની સેવાઓને બંધ કરી દેવામાં આવી હતી. 2 મહિના બાદ તેને ફરીથી શરૂ કરાઈ છે.

image source

એરલાઈન્સ કંપનીઓને વિશેષ આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સને વંદે માતરમ મિશનના આધારે ઓપરેશનની મંજૂરી અપાઈ છે. જુલાઈથી એર બબલ દ્વિપક્ષીય કરારના બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ ઓપરેટ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત