ફોલો કરો તમે પણ WHOએ બહાર પાડેલી ખાવા-પીવાની આ માર્ગદર્શીકાને, જાણો એમાં કોરોનાથી બચવા શું રાખવુ પડશે તમારે ખાસ ધ્યાન
WHO દ્વારા ખાવા-પીવા બાબતે જાહેર કરવામાં આવી માર્ગદર્શીકા – કોરોનાથી બચવા આટલી બાબતોનું રાખવું પડશે ધ્યાન

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 4.17 મિલિયન સુધી પહોંચી ગઈ છે. અને મૃત્યુ આંક પણ 2.85 લાખ ઉપર પહોંચી ગયો છે. ભારતની વાત કરીએ તો સંક્રમીતોની સંખ્યા 70,756 સુધી પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા પણ 2293 સુધી પહોંચી ગઈ છે. અને ગુજરાતમાં પણ કોરોનાની અસરમાં ક્યાંય રાહત જોવા નથી મળી રહી દીવસેને દીવસે સંક્રમિતોની સંખ્યામાં બહોળો વધારો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાં 8541 સંક્રમીતો છે જ્યારે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 513 છે. આ બધાને ધ્યાનમાં રાખતા આપણે પણ કોરોના વાયરસથી બચવા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે ખાસ કરીને આપણી ખાવાપીવાની ટેવોને લઈને સજાગ રહેવું પડશે.

WHO દ્વારા ખાવા પીવાને લઈને કેટલીક માર્ગદર્શીકાઓ બહાર પાડવામાં આવી છે અને જ્યાં સુધી આ મહામારી યથાવત છે ત્યાં સુધી આ માર્ગદર્શીકાનું પાલન જ આપણને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકે તેમ છે. આ માર્ગદર્શિકાઓને સુરક્ષીત ખોરાકની પાંચ ચાવીઓના શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે.
પ્રથમ ચાવી – સ્વચ્છતા જાળવો
– તમારા હાથને કોઈ પણ ખોરાકને અડતા પહેલાં કે પછી જ્યારે તમે કોઈ પણ ખોરાકને રાંધતા હોવ અથવા તો તેને ફ્રીઝ વિગેરેમાં ગોઠવતા હોવ તે પહેલાં તમારે તમારા હાથને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરી લેવા જોઈએ.

– ટોઈલેટનો ઉપયોગ કર્યા બાદ તમારે તમારા હાથને સાબુથી સ્વચ્છ કરી લેવા જોઈએ.
– તમે ખોરાક તૈયાર કરવા માટે જે કોઈ પણ સામાનનો ઉપયોગ કરતા હોવ, છરી, કટોરા, કટર, ચોપીંગ બોર્ડ વિગેરે દરેક સામાનને સેનીટાઇઝ કરવાનું જરા પણ ભુલવું જોઈએ નહીં.
– તમારા રસોડાને વિવિધ જાતના જીવ જંતુઓ, પેસ્ટ્સ અને અન્ય પ્રાણીઓથી સુરક્ષિત રાખો.
શા માટે આ કરવું જરૂરી છે ?

સામાન્ય રીતે મોટા ભાગના માઇક્રોઓર્ગેનિઝમ રોગ નથી ફેલાવતા, પણ માટી, પાણી, પ્રાણીઓ તેમજ માનવ શરીર પર જોખમી માઇક્રોઓર્ગેનિઝમ મળી આવે છે, આ માઇક્રોઓર્ગેનિઝમ્સ તમારા હાથ, લૂછવા માટેવા ગાભા, વાસણો, અને ખાસ કરીને ચોપીંગ બોર્ડ પર જોવા મળે છે અને તેના જરા અમથા પણ કોન્ટેક્ટમાં આવવાથી તમને ખોરાક જન્ય રોગો થઈ શકે છે.
બીજી ચાવી – કાચા અને રાંધેલા ખોરાકને અલગ રાખો

– કાચુ માસ, પોલ્ટ્રીની વસ્તુઓ તેમજ સીફૂડને અન્ય ફૂડથી દૂર રાખવા જોઈએ.
– આવા ખોરાક માટે અલગ વાસણો જેમ કે છરી, કટીંગ બોર્ડનો ઉપયોગ કરો.
– બધા જ ખોરાકને કન્ટેનરમાં સ્ટોર કરવાનું રાખો. જેથી કરીને એકબીજા ખોરાકના જંતુઓ એકબીજામાં ન પ્રવેશે.
શા માટે આમ કરવું જરૂરી છે ?

કાચો ખોરાક, ખાસ કરીને માસ, પોલ્ટ્રી અને સી ફૂડ અને તેના જ્યૂસ, વિગેરેમાં જોખમી માઇક્રોઓર્ગેનિઝમ સમાયેલા હોઈ શકે છે જે ખોરાક રાંધતી વખતે અન્ય ખોરાકોમાં પણ ફેલાઈ શકે છે. માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
ત્રીજી ચાવી – ખોરાકને યોગ્ય રીતે રાંધો
– ખોરાકને યોગ્ય રીતે સંપૂર્ણ પણે રાંધવો જરૂરી છે, ખાસ કરીને, માંસ, પોલ્ટ્રી તેમજ ઇંડા અને સીફૂડ.
– તમે જ્યારે સૂપ બનાવો ત્યારે તેને બરાબર ઉકાળવાનું રાખો અને આ રીતે તેને 70 અંશ સેલ્શિયસ પર લાવો. જેથી કરીને તેમાંના નુકસાન કરતાં જોખમી માઇક્રોઓર્ગેનિઝમ નાશ પામે.

– ખોરાકને બીજીવાર વાપરતી વખતે તેને યોગ્ય રીતે ફરીથી ગરમ કરી લો.
શા માટે આમ કરવું જરૂરી છે ?
જો ખોરાકને યોગ્ય રીતે રાંધવામાં આવશે તો તેનાથી તેમાં રહેલા જોખમી માઇક્રોઓર્ગેનિઝમ્સ મરી જશે. અભ્યાસ જણાવ છે કે 70 અંશ સેલ્શિયસ પર રાંધેલો ખોરાક ખાવા માટે સુરક્ષિત છે. આ બાબતો ખાસ કરીને નોનવેજ પર લાગુ પડે છે.
ચોથી ચાવી – ખોરાકને સુરક્ષિત ટેમ્પ્રેચર એટલે કે તાપમાન પર રાખો

– રાંધેલા ખોરાકને રૂમ ટેમ્પ્રેચર પર 2 કલાકથી વધારે સમય રાખવાની ભૂલ ન કરવી.
– રાંધેલા ખોરાક તેમજ જે ખોરાક થોડા સમયમાં બગડી જતાં હોય તેને ફ્રીઝમાં 5 સેલ્શિયસ તાપમાન પર રાખો.
– રાંધેલા ખોરાકને પિરસતા પહેલાં 60 ડિગ્રી પર ગરમ રાખો.
– તમારે રેફ્રીજરેટરમાં પણ ખોરાકને લાંબા સમય માટે સાંચવી ન રાખવો જોઈએ.
– ફ્રોઝન ફૂડને રૂમ ટેમ્પ્રેચર પર ડીફ્રોસ્ટ ન થવા દો.

શા માટે આમ કરવું જરૂરી છે ?
જો ખોરાકને રૂમ ટેમ્પ્રેચર પર રાખવામાં આવ્યો હશે તો માઇક્રોઓર્ગેનિઝમ ખુબ જ ઝડપથી બેવડાવા લાગે છે. જો તેને 5 ડીગ્રી સેલ્શિયસથી નીચે અથવા તો 60 ડીગ્રી સેલ્સિયસથી ઉપર રાખવામાં આવશે તો માઇક્રો ઓર્ગેનિઝમનો વિકાસ ધીમો પડી જશે અથવા તો રોકાઈ જશે. પણ તમને જણાવી દઈએ કે કેટલાક નુકસાનકારક માઇક્રોઓર્ગેનિઝમ 5 ડીગ્રી સેલ્શિયસ પર પણ વિકસી શકે છે.
પાંચમી ચાવી – સુરક્ષિત પાણી અને સુરક્ષિત કાચો સામાન વાપરવાનું રાખો

– સુરક્ષિત પાણીનો જ ઉપયોગ કરો અથવા તમે જે પાણી વાપરતા હોવ તેને વાપરવા યોગ્ય બનાવો.
– તાજો અને શરીરને સ્વસ્થ રાખતો ખોરાક વાપરવાનું પસંદ કરો.
– સુરક્ષિત રહેવા પ્રોસેસ્ડ ફુડનની પસંદગી કરો, જેમ કે પેશ્ચરાઇઝ્ડ દૂધ.
– જો તમે શાકભાજી તેમજ ફળ કાચા ખાતા હોવ તો તેને વ્યવસ્થિત ધોયા બાદ જ તેનું સેવન કરો.
– કોઈ પણ ખોરાકની એક્સપાયરી ડેટ વિતિ ગયા બાદ તેનું સેવન જરા પણ ન કરવું.

શા માટે આ કરવું જરૂરી છે ?
કાચી વસ્તુઓ જેમાં પાણી અને બરફનો પણ સમાવેશ થાય છે તે જોખમી માઇક્રોઓર્ગેનિઝમ તેમજ કેમીકલથી સંક્રમિત હોઈ શકે છે. કાચો ખોરાક પસંદ કરતી વખતે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે જેમ કે તેને વ્યવસ્થિત ધોઈને અથવા તો તેની છાલ ઉતારીને ખાવામાં આવે તો જોખમ ટળી શકે છે.

WHO દ્વારા બહાર પાડવામાં આવેલી આ માર્ગદર્શીકા 2001માં તૈયાર કરવામાં આવી હતી. અને આ ચાવીઓને સમગ્ર વિશ્વમાં લગભગ 100 દેશો દ્વારા અપનાવવામાં આવી છે. અને કોરોના જેવી મહામારીમાં આ પાંચ ચાવીઓ ખરેખર લોકો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે.
Source : WHO
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત