દુનિયાના 2095 અરબપતિઓની યાદીમાં આચાર્ય બાલકૃષ્ણ સહિત 102 ભારતીયોના નામ, અનિલ અંબાણી દૂર દૂર સુધી નથી
છેલ્લા એક દાયકાથી જ્યારે પણ ફોર્બ્સ દુનિયાના ધનાઢ્ય લોકોના નામની યાદી જાહેર કરે છે ત્યારે તેમાં અંબાણી બંધૂ એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનું નામ જોવા મળતું જ.

2005માં પિતાની સંપત્તિનો ભાગ પાડ્યા બાદ બંને ભાઈઓ સરખાભાગની સંપત્તિ સાથે ટોચ પર હતા. પરંતુ ધીરે ધીરે મુકેશ અંબાણીએ આ સંપત્તિમાં વધારો કર્યો અને અનિલ અંબાણી પાછળ રહેતા ગયા.
તેનું જ પરિણામ છે કે ફોર્બ્સએ 2020ના 2095 અરબપતીઓના નામ જાહેર કર્યા છે તેમાં અનિલ અંબાણીનું નામ નથી. ગયા વર્ષે તેમનું નામ 1349 સ્થાનએ હતું. તેમની નેટવર્થ 1.7 અરબ ડોલર એટલે કે 129.03 અરબ રૂપિયા હતી. પરંતુ આ વર્ષમાં તેમને થયેલા નુકસાન બાદ તે આ યાદીમાંથી બહાર નીકળી ગયા છે.
જો કે આ વર્ષે મુકેશ અંબાણીની સંપતિમાં પણ ઘટાડો નોંધાયો છે. તેમની નેટવર્થ 2793. 12 અરબ રુપિયા રહી છે અને તે દુનિયાના ધનાઢ્ય લોકોની યાદીમાં 21માં ક્રમે છે. તેઓ ગયા વર્ષે 13માં સ્થાને હતા.
દુનિયાના 2095 ધનાઢ્ય લોકોની યાદીમાં 102 ભારતીયોનો સમાવેશ થાય છે. જેમાં રાધાકિશન દામાણી, શિવ નાડર, ગૌતમ અદાણી અને પતંજલીના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ પણ આવી જાય છે. આચાર્ય બાલકૃષ્ણ 1851માં ક્રમે છે. તેની સંપતિ 83.49 અરબ રૂપિયા છે.
રાધાકિશન દામાણી 78 ક્રમે

આ યાદીમાં 78માં નંબરએ છે મુંબઈના મોટા રોકાણકાર રાધાકિશન દામાણી, જેને ભારતમાં રિટેલ કિંગ પણ કહે છે. સુપરમાર્કેટ ડીમાર્ટના માલિકની સંપતિ 13.8 અરબ ડોલર છે. દામાણીએ 2002માં મુંબઈમાં એક સ્ટોરથી શરુઆત કરી હતી અને હવે તે દુનિયાના 78માં ક્રમના ધનાઢ્ય વ્યક્તિ છે.
હિંદૂજા બ્રધર્સ અને ઉદય કોટક
91માં નંબર પર છે હિંદૂજા બ્રધર્સ જેની નેટવર્થ છે 12.9 અરબ ડોલર.
શિવ નાડર

103માં ક્રમે છે એચસીએલ ટેકનોલોજીના ફાંઉડર શિવ નાડર. તેમની સંપતિ 11.9 ડોલરની છે. તે ભારતના મોટા દાનવીર તરીકે પણ પ્રખ્યાત છે.
આ ધનાઢ્ય લોકોની સાથે ભારતી એરટેલના સુનીલ મિત્તલ 8.8 અરબ ડોલરની સંપતિ સાથે, સાયરસ પૂનાવાલા, સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, કોટક બેન્કના માલિક ઉદય કોટક પણ ધનાઢ્ય લોકોમાં સ્થાન ધરાવે છે.