Site icon News Gujarat

બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો, એક્ટર જેકી ભગનાની સહિત 9 લોકો પર આ મોડેલે લગાવ્યો બળાત્કારનો આરોપ

બોલિવૂડમાં આ પહેલાં પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધારે એક કિસ્સો સામે આવ્યો છે જેના કારણે બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. આ વખતે 9 લોકો સામે બળાત્કાર અને શોષણનો આરોપ નાખવામાં આવ્યો છે. તો આવો વિગતે વાત કરીએ આ ભયંકર કિસ્સા વિશે. ગીતકાર અને ભૂતપૂર્વ મોડેલે હિન્દી ફિલ્મ ઉદ્યોગના 9 મોટા લોકો સામે બળાત્કાર અને પજવણીનો કેસ દાખલ કર્યો છે.

image source

એક નકલ પણ વાયરલ થઈ રહી છે જેમાં બોલિવૂડ એક્ટર જેકી ભગનાની અને પ્રખ્યાત ફોટોગ્રાફર કોલ્સ્ટન જુલિયનનાં નામ શામેલ છે. મોડલે પ્રખ્યાત ફોટોગ્રાફર કોલ્સ્ટન જુલિયન પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે જેકી ભગનાની સહિત આઠ અન્ય લોકો પર સતામણી (છેડતી) નો આરોપ છે. પોલીસે મોડેલની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 376 (એન), 354 અને 34 હેઠળ ગુનો નોંધ્યો છે.

28 વર્ષીય મોડેલે આરોપ લગાવ્યો છે કે તેને 2014 થી 2018 દરમિયાન અનેક પ્રસંગોએ ત્રાસ આપવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં એક્ટર જેકી ભગનાની સામે એવો આરોપ છે કે તેણે બાંદ્રામાં મોડેલનું શોષણ કર્યું હતું, જ્યારે નિખિલ કામતે સાન્ટા ક્રુઝની એક હોટલમાં તેમને ત્રાસ આપ્યો હતો. તેમાં ટી સિરીઝના કૃષ્ણ કુમાર, ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાનનાં સહ-સ્થાપક, અનિર્બાનદાસ બ્લાહ, શીલ ગુપ્તા, અજિત ઠાકુર, ગુર્જ્યોત સિંહ અને વિષ્ણુ વર્ધન ઈન્દુરી સહિત 7 અન્ય લોકોનાં નામ શામેલ છે.

image source

પીડિતાએ ફોટોગ્રાફર કોલ્સ્ટન જુલિયન પર ઘણી વખત બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મોડેલ કહે છે કે તે અભિનય માટે મુંબઈ આવી હતી. ફિલ્મોમાં ભૂમિકા મેળવવાના નામે તેણીને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસે હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ કરી નથી. બાદ્રા પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરએ આ વાતની પુષ્ટિ આપી છે કે આ કેસ અંગે એફઆઈઆર નોંધાઈ છે, પરંતુ તેમણે આ બાબતે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

તે જ સમયે કેસ અંગે વધુ માહિતી આપતા એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ કહ્યું કે અમે તમામ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને અમે ટૂંક સમયમાં જ આરોપીની પૂછપરછ કરીશું. જે પણ દોષી હશે એમને સજા આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version